માત્ર 5 જ મિનિટમાં કઈ રીતે આંખની નીચેના કાળા કુંડાળાને કહેશો બાય બાય

12 May, 2016

આંખોની નીચેના કાળા કુંડાળા ચહેરાની સુંદરતા બગાડે છે. ઘરગથ્થુ ઉપાયોથી તમને ફેર તો પડશે પરંતુ એકદમ ફાસ્ટ પરિણામ તેમાં નહીં આવે. તો આજે આપણે જોઈએ મેકઅપની મદદથી આંખોની નીચેના કાળા કુંડાળાની કઈ રીતે ગાયબ કરવામાં આવે.
 

  •     ચહેરાના ડાઘને  છુપાવવા માટે મેકઅપ કરતાં પહેલા ક્‍લિન્‍ઝિંગ મિલ્‍કથી સાફ કરો. આ પછી ઈરેસ ક્રીમ કવરને ચહેરા પર લગાવો. જયાં જયાં ડાઘ હોય ત્‍યાં ત્‍યાં કાળજીપૂર્વક ઈરેસ ક્રીમ લગાવો. તેને આખા ચહેરા પર બરાબર ફેલાવી દો. ઈરેસ ક્રીમી કવરથી ચહેરાના ડાઘ ઢંકાઈ જાય છે.
  •     આ પછી ચહેરાની ત્‍વચાથી એક શેડ ઘેરા રંગનું ફાઉન્‍ડેશન ચહેરા પર લગાવો અને તેને સમગ્ર ચહેરા પર બરાબર એકસરખું ફેલાવી દો.
  •     ચહેરા ઉપર બ્‍લશર લગાડતા પહેલા એ બરાબર ધ્‍યાન રાખો કે, તેનો શેડ ઘેરા રંગનો હોય. જો ચહેરા પર લાગેલા ઘા કે બીજા કોઈ નિશાન ભૂરા રંગના હોય તો તેના ઉપર ઘેરા રંગના શેડનો જ બ્‍લશર લગાવો.
  •     ચહેરાનો પ્રવાહી મેકઅપ થોડો ઘેરો હોવાના હોવાના કારણે લિપસ્‍ટિક આછા શેડની જ લગાવો અને આંખોનો મેકઅપ પણ આછો જ કરો.
  •     જો તમારી આંખોની નીચે કુંડાળા હોય તો મેકઅપ કરતા પહેલા આઈક્રેયોન સ્‍ટિકને આંગળી દ્વારા આંખની નીચેનાં એ કાળાં નિશાનો ઉપર લગાવો.
  •     આ લગાવવાથી આંખો નીચેનાં કાળા નિશાન ઢંકાઈ જાય છે. આનો પ્રયોગ તમે કપાળની રેખાઓ માટે કે ચહેરા પરની કરચલીઓ ઢાંકવા માટે પણ કરી શકો છો.