વધતું વજન ઉતરતું જ નથી? તો અજમાવો આ ઘરગથ્થુ સરળ ટિપ્સ

11 Jan, 2016

વજન વધતાં વાર નથી લાગતી તે વધવા પાછળ અનેક કારણો જવાબદાર છે. આજકાલ આ સમસ્યા માટે ઘણી દવાઓ પણ મળતી હોય છે પરંતુ વિચાર્યા વગર આ બધી લેવાથી ક્યારેક નફા કરતાં વધારે નુકશાન પણ થાય છે. તો આજે આપણે જોઈએ વજન ઘટાડવા માટે કયા કાય ઘરગથ્થુ નુસખાઓ અકસીર છે. આ નુસખાથી તમને કોઈ આડઅસર તો નહીં થાય. તો જોઈએ સરળ અને અકસીર નુસખા.

1. મધ અને લીંબુ

મધ અને લીંબુને એકસાથે પીવાથી વજન ઓછું કરવામાં આવે છે. એક ગ્લાસ થોડા ગરમ પાણીમાં મધ, લીંબુનો રસ તથા કાળા મરી પાવડર મેળવીને સારી રીતે હલાવો. આ મિશ્રણને ખાલી પેટે લેવું.

2. ગ્રીન ટી
ગ્રીન ટી એક સારું એન્ટિઓક્સિડ્ન્ટ છે જેનાથી ફેટ ઓછી થાય છે. આને તમે નિયમિત લેવાથી વજનમાં ઘટાડો જોઈ શકો છો.

3. દૂધી
દૂધીમાં પ્રયાપ્ત પ્રમાણમાં પાણી અને રેશા જોવા મળે છે. 100 ગ્રામ દૂધીના જૂસમાં માત્ર 12 કેલરી જ જોવા મળે છે. તમે તેને સવારે લઈ શકો છો.

4. અજમો
અજમો કિડનીની સફાઈ માટે લેવામાં આવે છે. પેટ સંબંધિત સમસ્યાઓમાંથી પણ છૂટકાર મેળવી શકાય છે. અજમાથી મોળે સુધી ભૂખનો અહેસાસ થતો નથી જેનાથી વજન વધવાની  સમસ્યા નથી થતી.

5. કોબીચ
કોબીચના સેવનથી વજનને ઓછું કરી શકાય છે. એક કપ પકવેલી કોબીચમાં માત્ર 33 કેલરી હોય છે. તેના સૂપથી તમે તમારા શરીરની ચરબી ઓછી કરી શકો છો.

6. રાગી
રાગીમાં આયર્ન,કેલ્શિયમ,ફોસ્ફરસ,વિટામિન બી1 તથા બી2 જરૂરી માત્રામાં મળે છે. આ તમારી ભૂખને કંટ્રોલ કરે છે. રાગી ખરાબ કેલોસ્ટ્રોલ સાથે લડવામાં સહાયક છે.

7. ગાજર

જામેલી ફેટને દૂર કરવા માટે ગાજરનું સેવન મહત્વનું છે. સવારે બ્રેકફાસ્ટમાં ગાજરનો જૂસ પીવાથી ફાયદો થાય છે.

8. વરિયાળી
વજન ઘટાડવા માટે એક અસરદાર હર્બલ ઉપાય છે વરિયાળી. ભારે ભોજન લેવાનું હોય તેની પંદર મિનિટ પહેલાં તમારે પાણીમાં વરિયાળીનો ઉકાળો એક ગ્લાસ પીવો જોઈએ. તેનાથી તે ભૂખને નિયંત્રિત કરે છે.

9. ટામેટા

ટામેટામાં બીટા કૈરોટિન તથા આઈકોપીનની માત્રા વધારે હોય છે. આમાં ફાઈબર તથા કેલરી ઓછી હોય છે જે વજન ઘટાડવામાં મદદ કરે છે.

10. દહીં
દહીં ખાવાથી વજન ઓછું થઈ શકે છે. એક અભ્યાસ પ્રમાણે દહીં ખાતા લોકોનું વજન જલ્દી વધે છે કે ઓછું વધે છે. દહીં ટોન્ડ મિલ્ક, દૂધની મલાઈ કાઢીને જમાવવું.