મહેનત વગર કઈ રીતે ભગાડશો પેટની ચરબી,જાણો 10 ટિપ્સ

28 Dec, 2015

થોડો થોડો વધતો પેટનો ભાગ આપણને શરૂઆતમાં ચિંતા નથી કરાતો પરંતુ ધીરે ધીરે એ વધે છે પછી આપણી ચિંતા કુદકે અને ભુસકે વધતી જ જાય છે. જો તમારી પણ ચિંતા વધી ગઈ હોય તો તમે પણ આ નાની નાની ટિપ્સ અજમાવીને પોતાની સમસ્યાને દૂર કરો. મોટાભાગના લોકોમાં પહેલા પેટ વધે છે અને પછી આખા શરીરમાં ચરબી જામી જાય છે. અહીંયા આપણે ઘરગધ્ધુ ઉપાય જોઈશું જેનાથી વજનને વધતા રોકી શકાશે.

1.શાકભાજી અને ફળોમાં કેલરી ઓછી હોય છે એટલે તે વધારે ખાઓ પણ ચીકુ ખાવાનું ટાળો, કેમ કે તેનાથી સ્થૂળતામાં વધારો થાય છે.
2.ખોરાકમાં લીલાં મરચાનો સમાવેશ કરીને વજનને ઘટાડી શકાય છે. રિસર્ચમાં જોવા મળ્યું છે કે મરચામાં રહેલાં તત્વ કૈપ્સાઇસિનથી બળતરા ઊભી કરે છે, જે ભૂખ ઓછી કરે છે જેનાથી ઊર્જાનો વપરાશ પણ વધે છે.
3.જમતી વખતે ટામેટા અને ડુંગળીના સલાડમાં દળેલું મરચું અને મીઠું નાંખીને ખાઓ. તેનાથી તમને વિટામીન સી, વિટામીન એ, વિટામિન કે, આયર્ન, પોટેશિયમ, લાઇકોપીન અને લ્યૂટિન એક સાથે મળશે.
4.રોજ પપૈયા ખાઓ, પપૈયું ખાવાથી કમરની એકસ્ટ ફેટ ઓછી થાય છે
ચામાં ફુદીનો નાંખીને પીવાથી મેદ ઘટે છે.એક ચમ્મચી ફુદીનાનો રસ અને ૨ ચમચી મધ ભેળવીને ખાવાથી સ્થૂળતમાં ફેર પડે છે.
5.દહીનું સેવન કરવાથી શરીરની એક્સ્ટ્રા ફેટ ઘટે છે
6.કોબિજમાં ચરબી ઘટાડવાના ગુણ હોય છે. જેના કારણે શરીરમાં મેટાબોલિઝમ સચવાઇ રહે છે.
7.સવારે ઉઠતાની સાથે ૨૫૦ ગ્રામ ટામેટાનો રસ ૨-૩ મહિના સુધી પીવાથી ફાયદો થાય છે.
8.બે મોટા ચમચા મૂળાના રસમાં મધ ભેળવી અને તેને છાશ સાથે પીઓ. પ્રસવ પછી વધતી ચરબી અને મેદસ્વિતા માટે આ રામબાણની જેમ કામ કરે છે.
9. વધારે કાર્બોહાઇડ્રેટવાળી વસ્તુઓને અવોઇડ કરો. શક્કરિયા, બટાકા અને ભાતમાં વધારે કાર્બોહાઇડ્રેટ હોય છે જે ચરબી વધારે છે.
10.ફક્ત ઘઉંની રોટલી બનાવવાની જગ્યાએ, સોયાબીન અને ચણાના મિશ્રણવાળી રોટલી ખાવી જોઈએ.