આ પાંચ પીણા ફટાફટ ઉતારશે પેટની ચરબી

19 Dec, 2015

આપણે સૌ જાણીએ છીએ કે શરીર માટે પાણી બહું જરૂરી છે. યોગ્ય રીતે પાણી પીવાથી પણ વધેલી ચરબી ઉતરી જાય છે અને તાજગી અનુભવાય છે. પરંતુ અહીં એવા પાણી ઉપરાંત કયા પીણા પીવાથી ચરબી ઘટે છે તે જોઈએ. આ પાંચ પીણાનું સેવન કરવાથી શરીરના ટોક્સિન્સ એટલે કે જમા થયેલો ઝેરી કચરો નીકળે છે. મેટાબોલિઝમ સારું થાય છે અને ચરબી ઓગળે છે. સાથે જ તેનાથી કેલરી પણ ઓછી થાય છે તેથી તેનુ સેવન વજન ઘટાડવાની ઈચ્છા રાખતા લોકો માટે ખૂબ જ ફાયદાકારી છે.

1.લીંબુ સાથે ગ્રીન ટી
ગ્રીન ટી માં ભરપૂર એંટિઓક્સીડેંટ્સ અને કૈટેચિંસ છે જે મેટાબોલિઝમ ઠીક રાખવા અને વજન ઘટાડવામાં મદદરૂપ છે. બીજી બાજુ લીંબુ શરીરના ટોક્સિન દૂર કરે છે. જેનાથી ફૈંટ્સ બર્ન થાય છે. રોજ સવારે ગ્રીન ટી માં લીંબૂનો રસ મિક્સ કરીને પીવાથી પેટ પર જમા ચરબી ઓછી થશે. નિયમિત રૂપે તેનુ સેવન કરવાથી શરીરમાં ઉર્જા કાયમ રહેશે. વજન ઓછુ થશે અને પેટની ચરબી ઘટશે.

2.લીંબુ પાણી
લીંબુનો રસ શરીરમાંથી ટોક્સીન દૂર કરે છે અને ફેટ્સ ઓગાળવામાં મદદ કરે છે. સાથે જ આ શરીરને ઉર્જા પણ આપે છે. જેનાથી તમે આખો દિવસ તરોતાજગી અનુભવશો. એક ગ્લાસ પાણીમાં એક લીંબૂ એક ચપટી મીઠુ મિક્સ કરી રોજ સવારે પીવો.

3.અનાનસ અને આદુનુ જ્યુસ
અનાનાસ અને આદુ શરીરના મેટાબોલિઝમને ઠીક રાખે છે અને ચરબી બાળવામાં મદદ કરે છે. તેમા વિટામિન સી ની ભરપૂર માત્રા હોય છે. તમે ચાહો તો તેમા સંતરા કે ઋતુ પ્રમાણેના ફળ પણ મિક્સ કરી શકો છો જેનાથી આ વધુ લાભકારી રહેશે. અડધો ટુકડો અનાનસ, એક નાનકડો ટુકડો આદુ એક સંતરા અથવા મોસંબી સાથે બ્લેંડ કરો. રોજ સવારે એક ગ્લાસ આ જ્યુસનુ સેવન કરો.

4.ડાર્ક ચોકલેટ્સ શેક
ડાર્ક ચોકલેટનુ સેવન કરવાથી ફેટ્સ ઘટાડવામાં સરળતા રહે છે. તેમા ઓલેઈક નામનુ તત્વ હોય છે જે ફેટ્સને બર્ન કરવામાં મદદરૂપ છે. ધ્યાન રાખો કે ડાર્ક ચોકલેટ શેક બનાવતી વખતે તેમા લો ફેટ દૂધ કે સોયા દૂધનો જ ઉપયોગ કરો જેનાથી શરીરમાં કેલરી વધુ ન હોય. ખાંડની જગ્યાએ મધનો ઉપયોગ કરો અને સવારના નાસ્તામાં તેનો સમાવેશ કરી શકો છો.

5.તરબૂચનુ જ્યુસ
તરબૂચમાં ભરપૂર માત્રામાં એંટિઓક્સીડેંટ્સ હોય છે. તેમા કેલોરી ઓછી છે અને પાણી વધુ છે જે શરીરના ટોક્સિન હટાવવામાં મદદરૂપ છે. આ ઉપરાંત તરબૂચમાં લાઈકોપીન પણ હોય છે. જે દિલના રોગોને દૂર કરે છે અને લાંબા સમય સુધી તમને જવાન બનાવી રાખે છે. દિવસમાં એકથી બે વાર તરબૂચનું જ્યુસ પીવાથી ફેટ્સ ઘટાડવા સહેલા થઈ જાય છે.