5 દિવસમાં 5 કિલો જેટલું વજન ઓછું કરશે આ સરળ 'જ્યૂસ'

20 Nov, 2015

 શું તમે પણ વજન ઓછું કરવા માંગો છો અને તમે ઘણાં અખતરા પણ કરીને થાકી ગયાં છો? વજન ઉતારવા માટે તમારે થોડી કસરતની તો જરૂર છે તે ઉપરાંત તમારે ખાવા પીવા પર પણ ધ્યાન આપવું જોઈએ. જો તમે અહીં બતાવેલ કોથમીરનું જ્યૂસ રોજ સવારે ખાલી પેટે પીશો તો ચોક્કસ જ વજન ઘટશે. તો જોઈએ તેને બનાવવાની રીત. 

 
સામગ્રી 
60 ગ્રામ કોથમીર
1 લીંબુ 
4 ગ્લાસ પાણી
 
રીત
એક વાસણમાં લીંબુને કાપીને તેનો રસ નીકાળો.  તેમાં ઝીણો સમારેલી કે મસળેલી કોથમીર મિક્સ કરો અને પાણી ઉમેરો. આ બધી સામગ્રીને સારી રીતે મિક્સ કરો. તમારો હેલ્ધી જ્યૂસ તૈયાર છે. 
 
આને તમે 5 દિવસ સુધી સવારે ખાલી પેટે પી શકો છો. લીલી કોથમીર પાચન શક્તિને વધારે છે અને સાથે સાથે રોગપ્રતિકારક શક્તિ પણ વધારે છે. આ લોહીની શુધ્ધિ પણ કરે છે. લીંબુ તો શરીર માટે બહું જ ફાયદાકારક છે. જે ઉચ્ચ રક્તપાતને નિયત્રિંત કરે છે. આ જ્યૂસ ખાલી પેટે નિયમિત 5 દિવસ પીવાથી 5 કિલો જેટલું વજન ઓછું થાય છે.