ડબલ સિઝનથી તમારા વાળ ખરવાના શરૂ થઈ ગયા? તો અપનાવો આ આસાન ટિપ્સ

14 Nov, 2014

ગરમી અને ઠંડીની મિક્સ સિઝનના આ સમયમાં વાળ ખરવાની સમસ્યા સામાન્ય બની ગઈ છે. તેવામાં જો તેની ખાસ કાળજી ન રાખવામાં આવે તો તે વધુ રુશ્ક થઈ જાય છે. અને ખોડો તેમજ અન્ય સમસ્યાઓ પણ વધી જાય છે. તેથી તેની યોગ્ય કાળજી જરૂરી છે. તો ચાલો આજે આપણે નજર કરીએ એવી ઘરગથ્થુ ટિપ્સ પર જેનો ઉપયોગ કરતાં જ વાળા ખરતા અટકશે અને તે કાળા, ભરાવદાર અને રેશ્મી વાળ મળશે.

વાળ ખરવાના કારણો-
વાળ ખરવા માટેનું મુખ્ય કારણ સ્ટ્રેસફુલ લાઈફ છે. આજકાલ લોકો પર કામના ભારણનો બોજો છે જેનાથી તેઓ તણાવમાં આવી જાય છે. આવામાં આપણે વાળને ખરતા રોકવા માટે તણાવથી દૂર રહેવું જોઈએ અને પ્રયત્ન કરવો જોઈએ કે વધુને વધુ ખુશ કઈ રીતે રહી શકાય.

  • ઘણીવાર હવામાન બદલાતા વાળ ખરતા હોય છે, આવામાં તમારે પોતાના વાળની કેર કરવી જોઈએ. વાળને અઠવાડિયામાં બે કે ત્રણવાર ધોવા જોઈએ. કોઈ મેજર સર્જરી, ઈન્ફેકશન અને લાંબા સમયની બીમારી હોય તો વાળ ખરી શકે છે.
  • જો અચાનક હોર્મોનનું લેવલ બદલાઈ જાય અને તમે કોઈ બીમારીથી પીડાવ તો તેની સીધી અસર તમારા વાળ પર પડે છે. જેનાથી વાળ તેના મૂળમાંથી નબળા થઈને ખરવા લાગે છે.
  • સુવાવડ પછી કેટલીક મહિલાઓમાં નબળાઈ આવી જતી હોય છે. આ નબળાઈને પગલે વાળ ખરતા રહે છે. આવી સ્થિતિમાં તમારે વાળને પોષણ આપવા હર્બલ શેંપૂનો ઉપયોગ કરવો જોઈએ.
  • જે શેંપૂ ઝાગ આપે છે, તેમાં ડિટર્જન્ટ જરૂર હોય છે. હર્બલ શેંપૂ પણ આનો અપવાદ નથી. માત્ર શિકાકાઈ કે અરીઠાંના કેટલાક ટીંપા નાંખવાથી રાહત રહે છે. ડિટર્જન્ટથી બચવા અરીઠા, શિકાકાઈ અને મહેન્દી મિક્સર ઘરમાં બનાવીને લગાવો.
  • વાળને પૂરતું પોષણ ન મળવાતી વાળ ખરે છે. આવામાં વાળને ખતરા બચાવવા માટે સમય પર વાળને મહેન્દી લગાડવી જોઈએ. અથવા પોષણ મળે તે માટે દહીં લગાડવું જોઈએ.
ખરતા વાળને રોકવાની ઘરેલું ટિપ્સ-
  • લીલા ધાણાનો રસ અથવા ગાજરના રસને વાળની જડમાં લગાડવાથી રોગી વ્યકિતના વાળ ખરવાનું બંધ થઈ જશે અને માથામાં નવા વાળ ઊગવા લાગશે. આ સ્થાન પર ડુંગળીનો રસ લગાડવાથી વાળ ફરીથી આવશે.
  • ગાજરને લસોટીને લેપ બનાવી લો, આ લેપને માથા પર લગાવો બે કલાક પછી માથું ધોઈ નાંખવું જોઈએ. આવું નિયમિત કરવાથી વાળ ખરતા બંધ થશે અને ટાલિયાપણું દૂર કરવા રાતે સૂતા સમયે નારિયેળના તેલમાં લિંબુનો રસ મેળવીને માથા પર માલિશ કરવી જોઈએ.
  • રાતના સમયે તાંબાના વાસણમાં પાણી ભરીને રાખો. સવારના સમયે પથારીમાંથી ઊઠીને પી લેવું આની સાથે અડધો ચમચી આમળાનું ચૂર્ણનું સેવન કરી શકો છો. આનાથી થોડા સમયમાં વાળની ખરવાની સમસ્યા અને માથાને રાહત થાય છે.
  • આશરે 80 ગ્રામ બિટના રસમાં સરસિયાનું તેલ 150 ગ્રામ મેળવીને આગ પર શેકો, જ્યારે રસ સુકાઈ જાય ત્યારે આગ પરતી ઊતારીને ઠંડું કરીને શીશીમાં ભરી દેવું. આ તેલથી દરરોજ માથા પર માલિશ કરવાથી ખરતા વાળ અટકી જશે અને વાળ સમય પહેલા સફેદ પણ નહીં થાય.
  • અડધો કપ દારૂ હા, દારૂમાં ડુંગળીનાં ટૂકડા નાંખીને એક દિવસ અગાઉ રાખી દો. પછી એક દિવસ પછી ડુંગળીનાં ટૂકડાઓને દારૂમાંથી બહાર કાઢવા અને માથા પર તેની માલિશ કરવી. આનાથી ખરતા વાળ બંધ થઈ જશે અને માથા પર નવા વાળ ફરીથી ઊગવા શરૂ થઈ જશે.