આખો દિવસ થાક લાગવા પાછળ જવાબદાર છે આ 10 કારણો, ધ્યાન રાખજો

05 Jan, 2016

 આજકાલની ખોટી આદતોને કારણે વ્યક્તિના શરીરમાં કયા રોગો ઘર કરી જાય ખબર જ નથી પડતી, એમાં સૌથી વધારે સતાવતી સમસ્યા છે થાક. આજકાલ નાના હોય કે મોટા કોઈપણ કામ કર્યા બાદ ઝડપથી થાકી જાય છે અથવા આખો દિવસ આળસ અનુભવે છે. તેની પાછળ ઘણાં નાના મોટા સામાન્ય કારણો જવાબદાર હોય છે. જેની પર આપણે ધ્યાન જ આપતા નથી. ઘણાં કારણોથી રાત્રે ઉંઘ નથી આવતી અને 8 કલાકથી ઓછી ઉંઘ લેવાના કારણે શરીરમાં થાકનો અનુભવ થાય છે.

 
આર્યનની ઉણપથી શરીર સુસ્ત, ચિડચિડિયું અને નબળું થઇ જાય છે, સાથે સાથે કોઇ વસ્તુમાં મન નથી લાગતું. જેના કારણે તમને થાકનો અનુભવ થાય છે કારણ કે, માંસપેશીઓ અને કોશિકાઓમાં ઓક્સિજનની માત્રા પણ ઓછી થઇ જાય છે. તે માટે તમારાં ડાયટમાં આર્યનની માત્રા વધારો અને એનિમિયા થવાથી પોતાને બચાવો. આ માટે લીન બીફ, રાજમા, ટોફુ, ઇંડા, ગ્રીન વેજીટેબલ્સ, ડ્રાય ફ્રૂટ્સ, પીનટ બટર અને વિટામિન યુક્ત ફળોને પોતાના ડાયેટમાં સામેલ કરો. જેથી તમારા શરીરમાં આર્યનની ઉણપ ન થાય અને તમે થાકથી બચી શકો.
 
બ્રેકફાસ્ટ ન કરવો 
 
ભોજન શરીરમાં ઇંધણની માફક કામ કરે છે, જે પણ તમે રાત્રે ખાવ છો તે તમારી બોડી રાત્રે સૂવા દરમિયાન ઓક્સિજન તરીકે ઉપયોગ કરે છે. તેથી સવાર ઉઠીને શરીરને નાસ્તાની સાથે ફરીથી ઇંધણ આપવાનું રહે છે. બ્રેકફાસ્ટ સ્કિપ કરવાથી દિવસ દરમિયાન સુસ્તીનો અનુભવ થાય છે. નાસ્તામાં તમારે અનાજ, પ્રોટીન અને હેલ્ધી ફેટ લેવું જોઇએ. જેમાં ઓટમીલ, પ્રોટીન અને પીનટ બટરની સાથે બનાવીને ખાઇ શકો છો. આ સિવાય ફ્રૂટ, પ્રોટીન, લો-ફેટ મિલ્ક અને બદામ બટરને મેળવીને ફ્રૂટ મિલ્ક બનાવી શકો છો. 
 
જંકફૂડનું વધારે સેવન 
 
જંકફૂડ, ગ્લાઇસેમિક ઇન્ડેક્સ પર હાઇ રેન્ક પર હોય છે, જેનાથી જાણ થાય છે કે કાર્બોહાઇડ્રેડ્સ બ્લડ શુગરમાં વધારો કરે છે. બ્લડમાં શુગર લેવલ ઘટવાથી-વધવાથી શરીરમાં નબળાઈનો અનુભવ થાય છે. તમારે બ્લડ શુગરને સ્થિર રાખવા માટે લીન પ્રોટીનની સાથે અનાજ તમારાં પ્રત્યેક ભોજનમાં સામેલ કરો. બેક્ડ ચિકન અને બ્રાઉન રાઇસ, સેમન ફિશ અને સ્વીટ પોટેટો અથવા ચિકન અને ફ્રૂટ્સની સાથે સલાડ ખાવ. 
 
પાણીની ઓછી માત્રા 
 
શરીરમાં પાણીની ઉણપથી એનર્જી લેવલ ઓછું થઇ જાય છે. ડિહાઇડ્રેશનથી શરીરમાં લોહીનું ઘનત્વ ઓછું થઇ જાય છે અને લોહી ઘટ્ટ થવાની સમસ્યા સર્જાય છે. આનાથી હૃદયના ધબકારા ઓછા થઇ જાય છે, સાથે સાથે માંસપેશીઓ અને અન્ય અંગો સુધી ઓક્સિજન અને પોષક તત્વોને પહોંચવાની ગતિ પણ ઘટી જાય છે. જેથી પૂરતી માત્રામાં પાણી પીવું જોઈએ.
 
રાત્રે સૂતા પહેલા ડ્રિંક 
 
ઘણીવાર નાઇટ પાર્ટીમાં લોકો ડ્રિંક કરવાનું પસંદ કરે છે. કેટલાંક લોકોને આલ્કોહોલનું સેવન કરે છે, પણ એક હકીકત એ છે કે આલ્કોહોલ પ્રારંભિક અવસ્થામાં સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ ધીમી થઇ જાય છે. આનાથી શરીરની અડ્રેનલિન સિસ્ટમ ઉથલ-પાથલ થઇ જાય છે. આ કારણોથી ઘણીવાર ડ્રિંક કરનારા લોકોને અચાનક અડધી રાતે ઉંઘ ખૂલી જાય છે. ડોક્ટર કહે છે કે, સૂતાં પહેલા લગભગ 3થી 4 કલાક પહેલા જ આલ્કોહોલનું સેવન કરવું જોઇએ. 
 
સૂતી વખતે મેસેજ ચેક કરવા 
 
સ્માર્ટફોન, ટેબલેટ અને કોમ્પ્યુટર સ્ક્રિનના અજવાળાથી મેલાટોનિન હોર્મોન્સની ગતિ રોકાઇ જાય છે. જેનાથી શરીરની પ્રાકૃતિક સિરકેડિયન રિધમ બગડી જાય છે. મેલાટોનિન હોર્મોન્સ શરીરમાં સૂવા અને જાગવાની ક્રિયાને નિરંતર રાખવામાં મદદ કરે છે. તેથી સૂતા પહેલા લગભગ બે કલાક પહેલા ટેક્નોલોજી અને ગેજેટ્સને દૂર કરી દેવા જોઇએ. સાથે સાથે તારાં ચહેરાની નજીક 14 ઇંચના અંતરે ફોન અથવા ગેજેટ્સને રાખવા જોઇએ જેથી તમારી ઉંઘ ડિસ્ટર્બ ના થાય. 
 
કોફીનું વધુ સેવન
 
સવારે ઉઠીને કોફી પીવામાં કોઇ ખરાબી નથી. રિસર્ચ અનુસાર, દરરોજ ત્રણ કપ કોફીનું સેવન તમારાં સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. પરંતુ કોફીની અનુચિત માત્રા લેવાથી તમારાં સૂવા-જાગવાની પ્રોસેસ ખરાબ થાય છે. ડોક્ટર્સના જણાવ્યા અનુસાર, સૂવાના લગભગ 6 કલાક પહેલા કોફી પીવાથી તમારાં સ્વાસ્થ્યને નુકસાન થાય છે. આ માટે કોશિશ કરો કે બપોર બાદ કોફીનું સેવન બિલકુલ ના કરો. 
 
વિકેન્ડ પર મોડેથી ઉઠવું 
 
શનિવારે મોડી રાત સુધી જાગ્યા બાદ રવિવારે મોડે સુધી સૂવાથી રૂટિન ડિસ્ટર્બ થાય છે. આનાથી તમને રવિવારે રાત્રે સૂવામાં તકલીફ થાય છે અને તમને ઉંઘ નથી આવતી. તેથી રજાઓના દિવસે નોર્મલ દિવસની માફક જ ઉઠવાની આદત રાખો, તમે બપોરના સમયે પણ આરામ કરી શકો છો. 20 મિનિટ સુધી આરામ કરવાથી તમારું બોડી રિચાર્જ થઇ જશે. 
 
સ્ટ્રેસ 
 
દરેક સમયે કંઇક ખરાબ થવા અંગે વિચારવું, નાની નાની વાતોમાં ટેન્શન લેવાથી તમે શારિરીક રીતે નબળાં થઇ જાવ છો અને માનસિક રીતે થાકનો અનુભવ કરો છો. જો તમારી સાથે આવું થાય છે આવી સ્થિતિમાં ગભરાવવાની જગ્યાએ શાંતિથી તેનો ઇલાજ શોધો. મેડિટેશન કરો, એક્સરસાઇઝ કરો. 
 
એક્સરસાઇઝ ન કરવી 
 
એનર્જી બચાવવા માટે વર્કઆઉટ ન કરવું ખરેખર તેની વિરૂદ્ધ કામ કરે છે. એક સ્ટડી અનુસાર, 20 મિનિટ સુધી દરરોજ એક્સરસાઇઝ કરનારા લોકો ઓછા થાકનો અનુભવ કરે છે. રેગ્યુલર એક્સરસાઇઝ કરવાથી શરીર મજબૂત થાય છે અને સહનશક્તિમાં વધારો થાય છે. સાથે સાથે તમારું હૃદય સ્વસ્થ ગતિથી કામ કરે છે. આનાથી ટિશ્યૂમાં ઓક્સિજન અને જરૂરી પોષક તત્વો ડિલીવર થાય છે. જેથી હવે વારંવાર થાકીને બેસવાને બદલે ઝડપથી ચાલવાની આદત રાખો, આનાથી તમને ઉર્જા પ્રાપ્ત થશે.