Health Tips

ખીલ ફોડવાથી ડાઘ રહી જાય છે, પણ જાતે ફૂટી જાય તો જલદી રુઝાય છે. એવું કેમ?

જો એને પરાણે ફોડવામાં આવ્યો હોય તો એનો ડાઘ સંપૂર્ણપણે દૂર થતાં લગભગ છથી આઠ મહિના લાગી જાય છે, પણ ખીલ આપમેળે ફૂટ્યો હોય તો એની રૂઝ જલદી આવે છે અને ડાઘ પણ એક-બે મહિનામાં આછો થઈ જાય છે. આનું કારણ શું?

મોટા ભાગે ખીલની ઉપર પસ જેવું પીળાશ પડતું મોં સહેજ દેખાય કે તરત જ આપણને ચળ ઊપડે છે એ તોડી કાઢવાની. આ ખીલ ફોડવાનો કસમય છે, કેમ કે એ વખતે હજી ત્વચાની અંદરના પડમાં બૅક્ટેરિયા અને શ્વેતકણોની લડાઈ ચાલી રહી હોય છે. એ લડાઈને કારણે ખીલ અને એની આસપાસનો ભાગ સહેજ ગરમ હોય છે. કટાણે ખીલ ફોડવાના ઘણાબધા ગેરફાયદા છે. ખીલ ફોડવા વધુ દબાણ કરવું પડે છે. આજુબાજુમાં દબાણ આપવાથી બૅક્ટેરિયા સહિત પસ


ર નીકળવાને બદલે ત્વચાની અંદર ઊંડું ઊતરી જઈ શકે છે. ધારો કે ઓછા દબાણે પસ નીકળી જાય તો શ્વેતકણો અને બૅક્ટેરિયાની લડાઈ પૂરી ન થઈ હોવાથી નીકળેલા પસમાં સક્રિય અને જોરાવર બૅક્ટેરિયાનું પ્રમાણ વધુ હોય છે. આ બૅક્ટેરિયા આસપાસની ત્વચાના પોર્સમાં ભરાઈ રહેતાં એની આજુબાજુના ભાગમાં ખીલ થવાનું જોખમ વધે છે. વધારે પડતા દબાણને કારણે ખીલની આસપાસની ત્વચાની રક્તવાહિનીઓમાં સોજો અને લાલાશ આવી જાય છે. અધકચરા બૅક્ટેરિયાનો જ નાશ થયો હોવાથી ત્વચાની અંદરના આવરણમાં ફરીથી પસ જમા થવાની શક્યતાઓ વધે છે. તૂટેલી રક્તવાહિનીઓને કારણે ત્વચામાં આવેલી લાલાશ કે કાળાશ લાંબો સમય રહે છે. જો ખીલ બરાબર પાકી ગયો હોય અને એની ઉપરનું પસનું ટોપચું એકદમ સૉફ્ટ હોય તો એ આપમેળે તૂટીને બ્લડ અને પસ બન્ને નીકળી જાય છે અને આજુબાજુની રક્તવાહિનીઓને નુકસાન નથી થતું.

નોંધ : આ વેબસાઇટમાં મુકવામાં આવતી માહિતી, લેખો, જાહેરાત તથા રીત અમને મળેલ માહિતીને આધારે છાપવામાં આવે છે. જે તે વ્યકિતએ માહિતી લેખ કે રીતનો ઉપયોગ કરતાં પહેલા પૂરે પૂરી ચકાસણી કરવી. નહીંતર માહિતી, લેખ, જાહેરાત કે રીત દ્વારા કોઇપણ વ્યકિત ગેરમાર્ગે દોરાઇ તો તેની જવાબદારી જે તે વ્યકિતની રહેશે.
Loading...

Releated Post