કમરના દુખાવામાંથી જોઈએ છે હંમેશા માટે મુક્તિ? તો આટલું કરો

13 Dec, 2014

વ્યક્તિના વધી રહેલા કામ અને સ્ટ્રેસની વચ્ચે દરેકને કમરનો દુખાવો સામાન્ય વાત થઈ ગઈ છે. રોજિંદા ઓફિસ અને ઘરના કામમાં કમરનો દુખાવો રોજનો થઈ ગયો હોવાથી સામાન્ય રીતે આપણે રોજ દવા લેવાનું પણ પસંદ કરતાં નથી. તો હવે તમે તમારા જીવલેણ કમરના દુખાવામાંથી હંમેશા માટે બચવા માગતા હોવ તો તમારે નિયમિત આટલું રોજ કરવું જોઈએ.....

  • આપના બેસવાના પોશ્ચરને સુધારો અને દરરોજ કસરત કરો ફરક તુંરત પડશે. જ્યારે તમે બાજુ પર એટલે કે પડખું ફેરવીને સૂઓ ત્યારે જ તકિયો રાખો. તમારુ માથું અને શરીર એક જ સ્તર પર હોવા જોઈએ ખાસ કરીને સૂતી વખતે. પીઠ પર સૂતી વખતે તકિયો રાખીને સૂવાથી ઘણા લોકોને ગરદન અને પીઠનો દુખાવો થઈ જાય છે.
  • જ્યારે ખુરશીમાં બેસો ત્યારે તમારા ઉપરના શરીરને યોગ્ય રીતે રાખીને બેસવાની ટેવ પાડો. પીઠ ટટ્ટાર પણ હળવી રાખીને બેસો જેથી કમ્પ્યૂટરમાં જોવા માટે તમારે માથું આગળ ન લાવવું પડે.
  • ખભા કે બેકનો જે ભાગ દુખતો હોય તેના પર મસાજ કરો. મસાજ કરવાથી શરીરના તે ચોક્કસ ભાગમાં ગરમી થાય છે અને રક્ત પરિભ્રમણ વધે છે અને દુખાવો ઓછો થાય છે.
  • શરીરના સ્નાયુઓ ખેંચવાની કસરત પીઠ અને ખભાના દુખાવામાં રાહત આપે છે. આ કસરતને ધીરે ધીરે અને અસરકારક રીતે કરવાની હોય છે જેથી દુખાવો ઘટવાને બદલે વધી ન જાય તેનું ધ્યાન રાખો
  • ગરમ શેક (હીટીંગ પેડથી) કરો. હિટેડ પુલમાં સ્વિમીંગ કરો.
  • પોચા ગાદલા પર નહીં પણ થોડા ફર્મ (કડક) અને સપાટ ગાદી પર આરામ કરો, સુઇ રહો.
  • આગળ પાછળ સાઇડમાં વળવાની ક્રિયા ના કરશો. એ જ રીતે કોઇ વજન ઉપાડવાનું કે વજનદાર વસ્તુ ખસેડશો નહીં.
  • યાદ રાખો. કમરનો દુખાવો થોડો વખત રહેશે પછી મટી જશે.
  • કમરાના દુખાવાની તકલીફ હોય તે લોકોએ વાસી ખોરાક ન લેવો, લસણ, હિંગ, મેથી, અજમો, લીલાં શાકભાજી અને વાયુ દૂર કરે તેવો આહાર લેવો. વાયુનો પ્રકોપ થાય તેવું ભોજન લેવાથી કમરનો દુખાવો થાય છે.
  • કમરના દુખાવાને દૂર કરવા ચણા, જવ, ચોળા, વટાણા, ભીંડા, રિંગણ, આમલી, ગુવાર, દહીં, છાશ વગેરે પદાર્થો ન લેવા જોઇએ. તેલ, મસાલા, અથાણાં ન ખાવા જોઇએ.