માથાના દુ:ખાવામાં દવા પીને કંટાળી ગયા છો તો કરો આ ઉપાય

29 Jan, 2018

 માથાના દુ:ખાવો અત્યારે નાના બાળકોથી માંડીને મોટી ઉંમરના લોકોને કયારેક ને કયારેક રહેતી હોય છે, જો માથાનો દુ:ખાવો વારંવાર થતો હોય તો તેને ગંભીરતાથી લેવો જોઇએ. માઇગ્રેનમાં માથાના દુ:ખાવા સાથે સંકળાયેલી બીમારી છે જેમાં દર્દીને અડધું માથુ સખત દુ:ખ્યા રાખે છે.

- એક રિસર્ચ અનુસાર માથાનો દુ:ખાવો સામાન્ય ન્યુરોલોજીકલ સમસ્યા છે.
- ૧૦૦માંથી ૫૦ લોકોને માથાનો દુ:ખાવો ગમે ત્યારે થઇ શકે છે.
- માથાના દુ:ખાવાને કારણે ઘણા લોકો પેરાસિટામોલ અને ક્રોસીન જેવી દવા પીતા હોય છે.
- આવી દવાથી દુ:ખાવામાંથી તો તરત રાહત મળી જાય છે, પરંતુ ઘણીવાર દવાની સાઇડ ઇફેક્ટ પણ થતી હોય છે. 
- અહીં માથાના દુ:ખાવાના ઘરેલૂ અને આયુર્વેદિક ઉપાય રજૂ કરવામાં આવ્યા છે, જે કોઇ પણ પ્રકારની સાઇડ ઇફેક્ટ વગર માથાનો દુ:ખાવો મટાડવામાં મદદ કરશે.
 
આદુના ઉપયોગથી દુ:ખાવાનો ઇલાજ
- એક ગ્લાસ પાણીમાં બે ચમચી લીંબુનો રસ અને બે ચમચી આદુનો રસ મિક્સ કરીને પીજો.
- આદુના પાઉડરમાં પાણી નાંખી તેની પેસ્ટ બનાવી માથા પર લગાવવાથી માથાના દુ:ખાવામાં રાહત મળશે. 
 
તુલસીથી  દુ:ખાવો દૂર કરો
- અડધા ગ્લાસ પાણીમાં તુલસીના ૭થી ૮ પાંદડાં નાંખી ઉકાળો. પાણી અડધું રહી જાય પછી તેને ગાળો અને તેમાં મધ મિક્સ કરો અને હુંફાળું પાણી પીવું
- તુલસીના પાંદડા ચાવીને ખાવાથી અથવા તેનો રસ કાઢીને પીવાથી પણ માથાના દુ:ખાવામાં રાહત મળે છે. 
 
લવિંગથી માથાના દુ:ખાવાનો ઇલાજ
- લવિંગનો ભૂકો કરી સુતરાઉ કપડાંમાં બાંધીને તેને સૂંઘવાથી માથાનો દુ:ખાવો મટી જશે. 
- બે ચમચી નારિયેળના તેલમાં ૩-૪ ટીપાં લવિંગનું તેલ અને એક ચમચી મીઠું મિક્સ કરો. હવે આ તેલથી હળવા હાથે માથા પર માલિશ કરો. તેનાથી પણ માથાના દુ:ખાવામાં રાહત મળશે. 
 
લીંબુના રસથી માથાના દુ:ખાવાનો ઇલાજ 
- ઘણીવાર ગેસને કારણે પણ માથાનો દુ:ખાવો રહેતો હોય છે. આવા કિસ્સામાં સવારે ઉઠીને હુંફાળા પાણીમાં લીંબુનો રસ નાંખીને પી શકાય છે. તમે ઇચ્છો તો તેમાં મધ પણ ઉમેરી શકો