Entertainment

સલમાને જાહેરમાં આડકતરી રીતે યાદ કરી એક્સ ગર્લફ્રેન્ડ સંગીતાને

ભારતમાં મોટાભાગના લોકો બોલિવૂડ સ્ટાર્સ અને ક્રિકેટરોને પોતાના રોલમોડેલ માને છે. હાલમાં જે ફિલ્મસ્ટાર્સ જબરદસ્ત લોકપ્રિયતા ધરાવે છે એમાં સલમાન ખાનનું નામ

પર છે. હાલમાં જ્યારે આખા દેશમાં વર્લ્ડ કપનું જબરદસ્ત વાતાવરણ છે ત્યારે સલમાને ખાને એક નિવેદનમાં જણાવ્યું છે કે ટીમ ઇન્ડિયાનો કોઈ ક્રિકેટર તેનો ફેવરિટ નથી.

હાલમાં સલમાન ખાન દુબઈમાં એક જ્વેલરી લાઇનને લોન્ચ કરવા પહોંચ્યો હતો. આ કાર્યક્રમમાં જ્યારે તેને તેના ફેવરિટ ક્રિકેટર વિશે સવાલ કરવામાં આવ્યો ત્યારે તેણે જવાબ આપ્યો કે 'મારો ફેવરિટ ક્રિકેટર મોમમ્મદ અઝહરુદ્દીન છે. તે સંગીતા બિજલાણીના પતિ નહીં પણ ભૂતપૂર્વ પતિ છે. સંગીતા મારી ચોઇસ જાણે છે. તેને ખબર છે કે મારો આ જવાબ માત્ર તેને ખુશ કરવા માટે નથી.'

એક સમય હતો જ્યારે સલમાન ખાન અને સંગીતા બિજલાણી એકબીજાની બહુ નજીક હતા અને લગ્ન કરવાના હતા. આ બંનેના સંબંધો પછી તૂટી ગયા હતા અને સંગીતાએ ક્રિકેટર મોહમ્મદ અઝહરુદ્દીન સાથે લગ્ન કરી લીધા હતા. હવે સંગીતા અને અઝહરુદ્દીન અલગ થઈ ગયા છે ત્યારે જાહેરમાં સલમાન ખાને ફરી એક વખત પોતાની એક્સ ગર્લફ્રેન્ડને આડકતરી રીતે યાદ કરી લીધી છે.

નોંધ : આ વેબસાઇટમાં મુકવામાં આવતી માહિતી, લેખો, જાહેરાત તથા રીત અમને મળેલ માહિતીને આધારે છાપવામાં આવે છે. જે તે વ્યકિતએ માહિતી લેખ કે રીતનો ઉપયોગ કરતાં પહેલા પૂરે પૂરી ચકાસણી કરવી. નહીંતર માહિતી, લેખ, જાહેરાત કે રીત દ્વારા કોઇપણ વ્યકિત ગેરમાર્ગે દોરાઇ તો તેની જવાબદારી જે તે વ્યકિતની રહેશે.
Loading...

Releated Post