Entertainment

Movie Review: હસીના પારકર

વાર્તા
 
ફિલ્મની વાર્તા 2007ની છે, જ્યારે હસીના પારકર(શ્રદ્ધા કપૂર) કોર્ટ હાજર કરવામાં આવે છે. કોર્ટમાં મહિલા વકિલ હસીના તેના પિતા (દધિ પાંડેય), પતિ(અંકુર ભાટિયા) અને ભાઈ (સિદ્ધાંત કપૂર) વિષે સવાલ પુછે છે. આ દરેક સવાલના હસીના જવાબ આપે છે. જે પછી કોર્ટ આ કેસ પર શું ચૂકાદો આપે છે અને દાઉદનું શું થાય છે તે જાણવા માટે તમારે ફિલ્મ જોવી પડશે. ઉલ્લેખનીય છે કે દાઉદ દુબઈ ભાગી ગયા પછી તેનો બનેવી ઈબ્રાહિમ પારકર મુંબઈમાં તેનો ધંધો સંભાળે છે. તેની હત્યા પછી નાગપાડાની ‘ગોડમધર’ના નામથી ફેમસ હસીના પારકર દાઉદનો કારોબાર સંભાળતી હતી.
 
ડિરેક્શન
 
ફિલ્મના ડિરેક્ટર અપુર્લ લાખિયાનું ડિરેક્શન અને કેમેરાવર્ક સારુ છે. જોકે ફિલ્મની વાર્તા અને સ્ક્રિનપ્લે થોડો નબળો છે. વાર્તા જેવી રીતે આગળ વધે છે તે પરથી તે બનાવટી લાગે છે. સાથે જ ઘટનાઓ ખૂબ જ જલ્દી-જલ્દી થાય છે, જેના કારણે કન્ફ્યૂઝન ક્રિએટ થાય છે, જેને આરામથી બતાવી શકાયુ હોત. ફિલ્મમાં ડાયલોગ પર પણ એટલુ ધ્યાન નથી આપવામાં આવ્યું. જેના કારણે અનેક વખત સીરિયસ સીન્મમાં પણ હસુ આવી જાય છે.

એક્ટિંગ
 
શ્રદ્ધા કપૂરનું કામ બનાવટી લાગી રહ્યું છે. હસીના પારકરના રોલમાં તે ફિટ નથી બેસી રહી. તેના ડાયલોગ ડિલિવરી પણ એટલુ સારુ નથી. જેને તે વધુ સારી રીતે કરી શકે તેમ હતી. પિતાના રોલમાં દધિ પાંડેયનું કામ સારુ છે. બીજા કલાકારોઓ પણ સારુ કામ કર્યુ છે. કોર્ટમાં વકીલનો રોલ કરનાર મહિલાનો અવાજ ખૂબ જ કાનમાં વાગે છે. તેન વધુ સારી રીતે કરી શકાય તેમ હતુ.
 
મ્યૂઝિક
 
બેકગ્રાઉન્ડ સ્કોર ખૂબ જ લાઉડ છે. ફિલ્મમાં એક ગીત છે, જેની જરૂર નથી લાગી રહી. ગીતના કારણે ફિલ્મની ગતિમાં પણ અસર થઈ રહી છે. મ્યૂઝિક સચિન-જીગરે આપ્યું છે.
Source By : Divyabhaskar

Releated Post