લાંબા અને હેલ્ધી હેર માટે જમવામાં ઉમેરો આટલી વસ્તુઓ

23 Jan, 2015

મોટાભાગની યુવતીઓને લાંબા અને સ્વસ્થ વાળ ગમતા હોય છે. કદાચ કોઈને લાંબા વાળ ન ગમતા હોય તો પણ હેલ્ધી અને ઘટાદાર વાળ તો બધાંને ગમતા જ હોય છે.
વાળની જાળવણી લાગે છે તેટલી મુશ્કેલ નથી. જો તેને નિયમિત ધોવામાં આવે અને બહારથી યોગ્ય પોષણ આપવામાં આવે તો વાળની ગુણવત્તા સુધારી શકાય છે. આ માટે જો હેર ફ્રેન્ડલી ફૂડનો ભોજનમાં સમાવેશ કરવામા આવે તો પણ તે વાળને સારા બનાવી શકે છે.

નીચે પ્રમાણેની વસ્તુઓ ભોજનમાં ઉમેરવાથી વાળની ગુણવત્તા સુધરશે

ગ્રીન ટી: ગ્રીન ટીમાં રહેલા પોલિફિનોલ્સ વાળની ચમક જાળવે છે. અને જો તમારા માથામાં ખોડો હોય તો તમે ગ્રીન ટી દ્વારા તમારા વાળ પણ ધોઈ શકો છો.

અખરોટ અને બદામ: ઓમેગા-3 અને પોલિફિનોલથી ભરપૂર આ નટ્સ તમારા વાળને અંદરથી પોષણ આપે છે.

લીલા શાકભાજી: પાલકમાં આર્યન હોય છે અને વિટામીનથી ભરપૂર હોય છે જે સેબમ પેદા કરે છે. સેબમ કુદરતી કંડિશનર છે. બ્રોકોલી, કેલ (એક જાતની કોબી) અને અન્ય પાંદડાવાળા શાકભાજી પણ આ જ ફાયદાઓ આપી શકે છે.

વાલ: વાલ અને વટાણામાં વિટામિન બી હોય છે જે સ્વસ્થ વાળની ગ્રંથિના વિકાસને વધારે છે.

સોયા અને પનીર: આ પ્રોટિનથી ભરપૂર વસ્તુઓ વાળને સ્વસ્થ રાખતા કેરાટિનની પેદાશમાં મદદ કરે છે.

વિવિધ ફ્રૂટ્સ: કેરી, કિવી, બધા જ પ્રકારના બેરી, પિચ, ઓરેન્જ, સ્વિટ લાઈમ બધા વિટામિન સીથી ભરપૂર હોય છે. વિટામીન 'સી' વાળને સારુ સ્ટ્રક્ચર અને ફાઈબર આપતા કોલાજનની પેદાશમાં મદદ કરે છે.