તેલ લગાવ્યા વિના આ ઉપચારથી વાળને બનાવો મજબૂત અને ઘાટ્ટા

29 Jan, 2018

 ઘણા લોકો વાળને મજબુત, ઘાટા અને શાઇની બનાવવા માટે ઘણા પ્રકારના તેલ લગાવતા હોય છે. પરંતુ શું તમને ખ્યાલ છે કે તેલ લગાવ્યા વિના કેટલાક ઘરેલુ ઉપચારથી વાળને મજબુત, ઘાટા અને શાઇની બનાવી શકાય છે. આવો જાણીએ આવા જ ૧૦ ઘરેલુ ઉપાય, જે તમને તેલની જગ્યાએ ઉપયોગ કરીને વાળને હેલ્ધી રાખી શકો છો.

બીટ : ૧-૧ ચમચી બીટ અને તલના તેલને મિક્ષ કરી લો. તેને સ્કેલ્પમાં લગાવી એક કલાક બાદ ધોઇ લો.
લસણ : ર ચમચી લસણના રસને વાળના મુળમાં લગાવો. એક કલાક બાદ ધોઇ લો.
મેથી દાણા : ર ચમચી મેથી દાણાને રાતે પાણીમાં પલાળી દો. સવારે તેને પીસીને તેની પેસ્ટ વાળમાં લગાવો.
મીઠી લીમડો : ૧-૧ ચમચી લીમડાના પાનની પેસ્ટ અને દહીં મિક્ષ કરી લો. આને રેગ્યુલર વાળ અને સ્કેલ્પમાં લગાવો.
ખાટું દહીં : ર ચમચી ડુંગળીના રસમાં ૧-૧ ચમચી ખાટુ દહીં અને લીંબુનો રસ મિક્ષ કરી લો. આનાથી સ્કેલ્પમાં મસાજ કરો. ૩૦ મિનિટ બાદ ધોઇ લો.
ઇડાનો સફેદ ભાગ : ર ચમચી ડુંગળીના રસમાં ૧ ઇંડાનો સફેદ બાગ મિક્ષ કરી તેને સ્કેલ્પમાં લગાવી મસાજ કરો. એક કલાક બાદ વાળ ધોઇ લો.
એલોવેરા જેલ : રેગ્યુલર ૧ ચમચી એલોવેરા જેલને વાળ અને સ્કેલપમાં લગાવો. એક કલાક બાદ ધોઇ લો. આનાથી ડેન્ડ્રફ અને હેયર ફોલની પ્રોબ્લેમ દુર થશે.
લીંબુ : રેગ્યુલર ૧ લીંબુના રસને વાળ અને સ્કેલપમાં લગાવી મસાજ કરો.
ગાજર : દરરોજ ર ચમચી ગાજરનો રસ વાળ અને સ્કેલ્પમાં લગા. એક કલાક બાદ ધોઇ લો.
બટાકા : ર-૩ બટાકાને પીસીને રસ કાઢી વાળ અને સ્કેલ્પમાં લગાવો. એક કલાક બાદ ધોઇ નાખો.