Entertainment

Video:મહાશિવરાત્રિએ ગુજરાતના આ રહસ્યમય શિવશંભુના કરો દર્શન,જાણો અવનવી વાતો

ગુજરાતમાં ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના કાવી કંબોઈમાં આવેલું સ્તંભેશ્વર મહાદેવ મંદિર ભારતના રહસ્યમયી મંદિરોમાંથી એક છે. ક્યારેક આ મંદિર નજરે પડતું નથી તો ક્યારેક પડે છે. વર્ષમાં આ ઘટના અનેક વાર બને છે તેનું ખાસ કારણ છે.

વડોદરાથી 60 કિ.મી.ના અંતરે કંબોઈ ગામ છે ત્યાં અરબી સમુદ્રના કાંઠે આ મંદિર આવેલું છે. ખંભાતની ખાડીના દરિયાની વચ્ચે આ મંદિર હોવાથી જેનો નજારો જોવા લાયક હોય છે. જ્યારે દરિયામાં ઓટ આવે તેવા સમયે આ મંદિરમાં દર્શન થઈ શકે છે કે સમુદ્રની ભરતી મંદિરને ગળી જાય છે. જ્યારે ભરતી અટકે ત્યારે ધીરે ધીરે મંદિર દરિયામાંથી પ્રગટ થાય છે.

આપણા ધાર્મિક ગ્રંથો અનુસાર આ મંદિરનું નિર્માણ કાર્તિકેય ભગવાને તારકાસુરના વધ પછી કર્યું હતું. આ મંદિરની શોધ આશરે 150 વર્ષ પહેલાં થઈ હતી. ભરતી વખતે ચોરેકોર પાણી જ પાણી સમથળ દેખાય છે ત્યારે મંદિર જાણે કે જળ સમાધિ લઈને અંતરધ્યાન થઈ જાય છે. મંદિરને પાણીમાં ડૂબતું જોવું અને બહાર નિકળતું જોવું એ એક લહાવો છે. મંદિરમાં દર્શન કરવા માટે લાંબો સમય લઈને જવું પડે છે. સવારે ભરતી ઓછી હોય છે રાતે ભરતી વધું હોય છે. મંદિરમાં જઈને શિવલિંગની પૂજા કરવા માટે દરિયામાં ઓટ આવવાની રાહ જોવી પડે છે.

Source By : Sandesh

Releated Post