આઇપીએલ સ્ટાર ઋષભ પંત પર ફીદા છે બોલીવુડની આ સુપર હોટ એકટ્રેસ, નામ જાણીને ઉડી જશે હોંશ

02 Jun, 2018

 આઇપીએલના ૧૧માં સીઝનમાં એક યુવા ખેલાડીના રૂપમાં ઉભરી રહેલા ઋષભ પંત આખી સીઝન દરમ્યાન છવાયેલો રહયો છે. દિલ્હી ડેયર ડેવિલ્સના આ વિસ્ફોટક બેટસમેને આઇપીએલ ૨૦૧૮ દરમ્યાન શાનદાર પ્રદર્શન કર્યું. આઇપીએલના આ સ્ટાર ક્રિકેટરે આખી સીઝન દરમ્યાન ઘણી સારી ઇનિંગ રમી. જો કે ધમાકેદાર બેટીંગ છતાં પણ તે પોતાની ટીમને ઇન્ડિયન પ્રીમીયર લીગના પ્લેઓફમાં જગ્યા ન અપાવી શકયો.

પોતાની આક્રમક બેટીંગથી લાખોના દિલ જીતવાની સાથે બોલીવુડ સુપર સૈફ અલી ખાનની દીકરીને પણ પોતાની દિવાની બનાવી લીધી છે.

જાણવામાં આવ્યું છે કે જવાનો દિલની ધડકન સૈફ અલી ખાનની દીકરી સારા અલી ખાન આઇપીએલના આ સ્ટાર ક્રિકેટરની દિવાની થઇ ગઇ છે. મીડિયામાં આવેલા રીપોર્ટસ મુજબ સારા અલી ખાન ઋષભ પંત પર ફિદા છે. આઇપીએલ મેચોમાં સારા ઋષભને ચીયર કરતી નજર આવી હતી. આ સિવાય સમાચાર એ પણ છે કે બંનેને ઘણીવાર સાથેે પણ જોવા મળ્યા છે.

ત્યાં સારા અલી ખાન જલ્દી જ સુશાંત સિંહ રાજપુતની સાથે ફિલ્મ કેદારનાથથી બોલીવુડમાં પોતાનું ડેબ્યુ કરવા જઇ રહી છે. જાણકારી મુજબ નિર્દેશક અભિષેક કપુરની આ ફિલ્મ આ વર્ષે ૩૦ નવેમ્બરે રીલીઝ થશે. સાથે જ સારા રોહિત શેટ્ટીની આવનારી ફિલ્મ સિંબામાં પણ નજર આવશે.

તમને જણાવી દઇએ કે સારા સૈફ અલી ખાનની પહેલી પત્ની અમૃતા સિંહની દીકરી છે.