ગુજરાતી પરંપરાગત મીઠાઈ મગસ

22 Jul, 2015

ગુજરાતીઓ મીઠાઈ ખાવાના શોખીન હોય છે.  તેમાં પણ પરંપરાગત મીઠાઈ સૌને ભાવે છે.   આજે આપણે મગસ કેવી રીતે બને તેની રીત જોઈએ.

સામગ્રી
250 ગ્રામ ચણાનો જાડો લોટ
250 ગ્રામ ઘી
250 ગ્રામ બુરૂ ખાંડ
થોડુક દુધ
ઇલાયચી  
બદામ
પીસ્તા      
ચારોળી

રીત
ઘી અને  દુધને ગરમ કરીને ચણાના લોટમાં ધાબુ દેવું પછી તેને ઘઉં ચાળવાના ચાળણાથી ચાળવું.  
એક વાસણમાં ઘી મુકીને ગરમ થાય એટલે ચણાના લોટને નાખી તેને હલાવવો. રતાશ પડતો શેકાય જાય પછી તેને ઉતારી લેવો.
થોડુ ઠંડું થાય ત્યારે તેમાં બુરૂ ખાંડ અને  ઇલાયચીનો ભુકો નાખી ગોટીઓ વાળવી અથવા થાળીમાં ઠારી દેવો.
તેના પર બદામની કતરી, ઝીણા સમારેલા પીસ્તા અને ચારોળી નાખવા.
નોંધ : મગસ  કરવો હોય તો લોટ સહેજ ગરમ હોય ત્યારે ખાંડ મિક્ષ કરવાથી સારી રીતે ઠરી જાય છે.