રાજકોટ: રેસકોર્ષમાં ફ્રી વાઇફાઇ શરૂ, જાણો કેવી રીતે કરશો કનેક્ટ

08 Feb, 2017

રાજકોટ:શહેરના રાજમાર્ગો, પિકનિક પોઇન્ટને ફ્રી વાઇફોઇ ઝોન બનાવવાના ભાવિ આયોજનમાં પ્રથમ તબક્કે રેસકોર્સમાં સુવિધાની ટ્રાયલ સોમવારથી શરૂ કરી દેવામાં આવી છે. રવિવારે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મેરેથોન દોડને લીલીઝંડી આપતી વખતે રેસકોર્સ સંકુલને ફ્રી વાઇફાઇ ઝોન બનાવવાની જાહેરાત કરી હતી. જાહેરાતની 24 કલાકમાં મહાપાલિકાએ ટ્રાયલ રન શરૂ કરી દીધી છે. 
 
રિંગરોડ ફરતે 25 ફૂટ ઊંચા 20 એકસેસ પોઇન્ટ ઊભા કરવામાં આવ્યા 
 
રેસકોર્સને ફ્રી વાઇફાઇ ઝોન બનાવવા માટે વર્ષ 2015-16ના વર્ષના બજેટમાં પણ જોગવાઇ કરવામા આવી હતી. તે વખતે મોબાઇલ કંપની સાથે વાટાઘાટ પણ કરવામાં આવી હતી. ચાલુ વર્ષે યોજના આગળ ધપી છે. ખાનગી મોબાઇલ નેટવર્કે બહુ ખાસ રસ દાખવ્યો હતો. દરમિયાન બી.એસ.એન.એલ.એ રસ દાખવતા તેની સાથે કરાર કરવામાં આવ્યો છે. હાલ રિંગરોડ ફરતે કુલ 20 એકસેસ પોઇન્ટ ઊભા કરવામાં આવ્યા છે. રેસકોર્સની પાળીની અંદર 25 ફૂટ ઊંચા ટાવર પર ડિવાઈસ મુકવામાં આવ્યા છે. રેસકોર્સની પાળી ઉપર પણ હવે સંવાદ બંધ, મોબાઈલમાં ગુમ થયેલા યુવાનો જોવા મળશે. 
 
આ રીતે રીતે કનેક્ટ થશે 
 
-એન્ડ્રોઇડ ફોનમાં આપેલા વાઇફાઇ ઓપ્શનને ઓન કરો. 
-ઇન્ટરનેટ બ્રાઉસર ઓપન કરો. 
-બાદમાં પોર્ટલ ઓટોમેટિક ઓપન થઇ જશે. 
-આર.એમ.સી. ક્યુએફઆઇ બી.એસ.એન.એલ. પસંદ કરવું 
-તેમા પીન પૂછવામાં આવશે. 
-ન્યૂ યુઝર્સ અને એક્ઝેસ્ટિંગ યૂજર્સ એવા બે ઓપ્શન આવશે. 
-ન્યૂ યૂઝર્સ માટે નવું પેઇજ ખુલશે જેમાં મોબાઇલ ધારકે પોતાનો નંબર નાખ્યા બાદ ઓ.કે. ક્લીક કરવું. 
-પિનનો મેસેજ આવ્યા બાદ લોગ ઇન પેઇજમાં પિન નાખો 
} કનેક્ટિવિટી મેળવ્યા બાદ ફ્રી વાઇફાઇ શરૂ થઇ જશે.