Entertainment

Video:ગોવાને પણ ટક્કર મારે તેવો બીચ છે ગુજરાતમાં,જાણો છો ક્યાં?

  અત્યારે રજાઓ ગાળવા મોટાભાગના લોકો ગોવા જતા હોય છે ત્યાંની સંસ્કુતિ અને મજા માણવા માટે. ગોવા ડિસેમ્બર એન્ડ માટે બેસ્ટ છે પરંતુ જો આ સમયે ત્યાં ઘણી જ ભીડભાડ જોવા મળે છે. આપણા ગુજરાતના કચ્છ જિલ્લાના અબડાસા તાલુકામાં આવેલું પિંગ્લેશ્વર ગુજરાતના સૌથી શ્રેષ્ઠ અને સુંદર બીચમાનું એક છે. તે કચ્છથી 100 કીમી. દુર આવેલું છે. વિકાસની દ્રષ્ટિએ પણ તે એક યોગ્ય સ્થળ છે. કચ્છનું હબ ગણાતા પિંગ્લેશ્વરમાં લોકોને આકર્ષવા માટે સરકાર દ્વારા વિવિધ પ્રકારની ફેસેલિટી આપવામાં આવી છે.

 
બીચનો આંનદ માણવા આવેલા લોકોને કોઇ સમસ્યાનો સામનો ના કરવો પડે તે માટે ત્યાં મોટેલ, હોટેલ, રેસ્ટોરેન્ટ, કાફેટેરિયાઝ, ટેન્ટ, કાર્વાન ફેસેલિટી ઉભી કરવાની યોજના સરકારની છે. દરિયા કાંઠે આવેલું પિંગ્લેશ્વર સુંદરતાની દ્રષ્ટિએ પણ શ્રેષ્ઠ સ્થળ છે. ઉપરાંત ત્યાં આવેલું શિવ મંદિર ઘણું જ પ્રખ્યાત છે. જ્યાં શ્રાવણ મહિનાના દર સોમવારે મેળાનું આયોજન પણ કરવામાં આવે છે.
 
કેવી રીતે પહોંચવું
કચ્છના સુંદર બીચ પર પહોંચવા માટે ભૂજથી દર 30 મીનિટે એસટી બસ અને જીપ મળી શકે છે. ઉપરાંત શહેરમાંથી જીપ ભાડે પણ કરી શકાય છે.
Source By : Sandesh

Releated Post