એવું માનવામાં આવે છે કે આ શિવલિંગ ના પાતાળ માં જતાજ પૃથ્વી નો અંત થઇ જશે

05 Feb, 2018

હિમાલયના ખોળામાં વસેલા એક ઔતિહાસિક ગામમાં એક મંદિરમાં સ્થાપિત શિવલિંગ પાતળમાં ધસી રહ્યું છે. એવી માન્યતા છે કે જે દિવસે દુનિયામાં પાપનો ઘડો ભરાઈ જશે તે દિવસે આ શિવલિંગ પૂરી રીતે પાતળામાં ઊતરી જશે, તે જ દિવસો દુનિયાનો અંત થઈ જશે. આ મંદિરમાં પાતાળમાં જવાનો એક ગુપ્ત રસ્તો પણ છે. જ્યાંથી પાતળ થઈને કૈલાશ પર્વત સુધી પહોંચી શકાય છે. ઋષિમુનીઓ શિવ તપસ્યા કરવા જતા હતા. 

 
હિમાચલ પ્રદેશની પ્રાકૃતિક સુંદરતાથી ઓતપ્રોત કાંગડા ઘાટીના ખોળામાં એક ગામ છે પરાગપુરાથી લગભાગ 8 કિ.મી. ના અંતરે છે. આદિદેવ ભગવાન શિવની ખૂબ જ પ્રાચીન શ્રી મહાકાલેશ્વર મંદિર. વ્યાસનદીના સૌમ્ય જળ પ્રવાહથી અડીને આ આકર્ષક મંદિરનો સંબંધ હિન્દુ ધર્મના બંને મહાકાવ્યો રામાયણ અને મહાભારત સાથે જોડવામાં આવે છે.
 
લોક માન્યતા છે કે જેમ-જેમ પૃથ્વી ઉપર પાપ વધતો જશે મહાકાલેશ્વરનું શિવલિંગ પાતાળ લોકમાં સ્થાપિત થઈ જશે. પ્રાચીનકાળથી જ શિવિલંગ ભૂગર્ભમાં સ્થાપિત છે અને આજે ધીરે ધીરે પાતાળમાં ધસી રહ્યું છે. લંકાપતિ રાવણ આ દિવ્ય સ્થાન ઉપર સમાધિ લગાવીને શિવની આરાધના કરતો હતો.
 
તો બીજી તરફ આ ધામનો સંબંધ મહાભારતકાળ સાથે પણ છે. મહાભારતકાળમાં જ્યારે સમ્રાટ ધૃતરાષ્ટ્રએ જનમાસની આગળ ઝૂકીને ધર્મરાજ યુધિષ્ઠિરે હસ્તિનાપુરના યુવરાજ બનાવ્યા ત્યારે કૌરવોના મામા શકુનીએ ષડયંત્ર રચીને પાંચેય પાંડવ ભાઈઓ સહિત માતા કુંતીના લાખથી તૈયાર કરવામાં આવેલ ભવનમાં રાખ્યા હતા. પૂર્વ નિયોજિત ષડયંત્ર પ્રમાણે મોકો જોઈને લાખથી બનાવેલ આ ભવનમાં આગ લગાવી દીધી.
 
પરંતુ મહાત્મા વિદૂરે પાંચેય પાંડવોને બળતા બચાવી લીધા. ત્યારબાદ પાંચ પાંડવો ફરીને જે સ્થાન ઉપર રોકાયા હતા તે સ્થાનમાં તીર્થસ્થળ બનતા ગયા. માન્યતા પ્રમાણે પાંડવો આ દિવ્ય સ્થાન મહાકાળેશ્વરમાં પણ રોકાયા હતા અને આ દરમિયાન માતા કુંડળીએ પોતાના પુત્રો પાસે તીર્થ યાત્રા ઉપર જઈ ગંગા સ્નાન કરવાની ઈચ્છા પણ જાહેર કરી હતી. પાંડવો આ દિવસોમાં અજ્ઞાતવાસ ઉપર હતા તેઓ તીર્થ યાત્રા ઉપર માતાને ન મોકલી શકતા હતા.
 
એટલા માટે કુંતીએ પુત્ર અર્જુનને દિવ્ય બાણ ચલાવીને એક નહીં આખા પાંચ તીર્થોનું જળ ત્યાં પ્રવાહિત કર્યુ હતું. એટલા માટે આ સ્થાનને પંચતીર્થોના નામથી પણ ઓળખવામાં આવે છે. માન્યતા છે કે જે પણ આ સ્થળે સ્નાન કરે છે તેના બધા પાપાથી મુક્તિ મળી જાયછે. આ સ્થાનને માણસનું અંતિમ ધામના રૂપમાં પણ ઓળખવામાં આવે છે. અહીંથી સ્વર્ગ ધામનો રસ્તો જાય છે. આ સ્થાન ધરાતલમાં સ્થાપિત થઈ જશે.
 
 પાતાળ લોકો જવા માટે અહીંથી રસ્તો પણ જાય છે. આ સ્થાનને આદિશક્તિ શ્રીમાતા ચિન્તપુરનીના મહારુદ્રના રૂપમાં પણ ઓળખવામાં આવે છે. પૃથ્વી ઉપર માતા સતીના બળતા શરીરના 52 ટુકડા પડ્યા હતા અને 52 શક્તિપીઠ સ્થાપીત થયા.
 
દરેક શક્તિપીઠની ચારેય દિશાઓ ઉપર ભગવાન શિવના મહારુદ્ર સ્થાપિત થયા, મહાકાલેશ્વર માતા ચિન્તપુરનીના પૂર્વ દિશાના મહારુદ્ર છે તો પશ્ચિમ દિશામાં મહા નારાયણી, ઉત્તર દિશામાં મહાશિવ બોડી અને દક્ષિણ દિશામાં મહામુચકુંદ સ્થાપિત છે.