PIC : મળો રીતેશ-જેનેલિયાના ક્યૂટ સાંતા ક્લૉઝને...

27 Dec, 2014

સૌથી ક્યૂટ બૉલીવુડ કપલ રીતેશ દેશમુખ તથા જેનેલિયા ડિસૂઝાએ શાનદાર રીતે ક્રિસમસની ઉજવણી કરી. આપને જણાવી દઇએ કે આ સેલિબ્રેશનમાં એકલા રીતેશ-જેનેલિયા જ નહોતાં, પણ તેમની સાથે હતો તેમનો નાનકડો વહાલો દીકરો રિયાન. જેનેલિયા ડિસૂઝા અને રીતેશ દેશમુખે પોતાના ફૅન્સને ક્રિસમસની ગિફ્ટ તરીકે એક તસવીર ટ્વીટ કરી છે. આ કોઈ સામાન્ય તસવીર નથી, પણ સાંતા બનેલા નાનકડા રિયાનની છે. લાલ રંગનો ડ્રેસ પહેરેલ રિયાન સાંતા ટૉપી પહેરેલો છે અને પોતાની આંખોને હાથથી મસળી રહ્યો છે.

 

આ તસવીરને જેનેલિયાએ ટ્વિટર પર શૅર કરતા લખ્યું છે - આ મારી જિંદગીની સૌથી સ્પેશિયલ ક્રિસમસ છે. ખેર, આપણે પણ આ લવિંગ ફૅમિલીને ક્રિસમસ તથા ન્યુ ઈયરની શુભેચ્છાઓ આપીએ. આ સાથે જ આશા કરીએ કે ટુંકમાં જ આપણને રીતેશ-જેનેલિયાની જોડી મોટા પડદે જોવા મળશે.