ઈન્ટરનેટ પર સેક્સ બાબતે સૌથી વધુ શબ્દ સર્ચ થઇ છે " જી સ્પોટ" અંગે.

16 Mar, 2018

આજના યુગમાં દરેક સમસ્યા માટે આપણે ગુગલ પર નિર્ભર રહીએ છીએ. પછી ભલે તે નાનો સવાલ હોય કે પછી મોટો. મોટાભાગના લોકોનું માનવું છે કે ગુગલ પાસે તમામ સવાલોના જવાબ હોય છે. જ્યાં વાત સેક્સની આવે છે ત્યાં ઓનલાઈન દુનિયા દરેક પ્રકારની જાણકારીથી ભરેલી છે. ડ્યૂરેક્સ તરફથી કરાવવામાં આવેલા એક રિસર્ચમાં ખુલાસો થયો છે કે સેક્સ સંબંધિત તે કયો સવાલ છે જે ગુગલ પર લોકો સૌથી વધુ સર્ચ કરે છે.
 
આ રિસર્ચ મુજબ ગુગલ પર સેક્સ સંબંધિત સૌથી વધુ સર્ચ થનારો પ્રશ્ન છે ‘જી સ્પોટ ક્યાં હોય છે?’ જેમ આશા રખાતી હતી તેમ ગુગલ પાસે આ સવાલનો જવાબ પણ હાજર છે. ગુગલના જવાબ મુજબ જી સ્પોટ વજાઈનામાં 2-3 ઈંચ અંદર હોય છે એને એવું માનવામાં આવે છે કે આ પાર્ટને ઉત્તેજિત કરવામાં આવે તો અત્યંત તીવ્ર ઓર્ગેનિઝમ હાંસલ કરી શકાય છે.
 
જો કે આ સવાલનો યોગ્ય ઉત્તર ગુગલ પાસે નથી. કારણ કે કેટલીક મહિલાઓને તો જી સ્પોટ ઉત્તેજિત કરવાથી પણ ચરમસિમાએ પહોંચ્યાનો આનંદ પ્રાપ્ત થતો નથી. કિંગ્સ કોલેજના રિસર્ચર્સનો એક સ્ટડી હતો જે મુજબ મહિલાઓમાં આ જી સ્પોટના કોઈ પુરાવા મળ્યા ન હતાં.