ધોનીના અદભૂત સ્ટમ્પિંગની કોમેન્ટેટર્સે કરી નકલ, જુઓ પેટ પકડીને હસાવે એવો વીડિયો

31 Mar, 2016

 ટી-20 વર્લ્ડ કપમાં ભારત અને બાંગ્લાદેશ વચ્ચે મેચ ખૂબજ રોમાંચિત રહી હતી. આ મેચની ક્રિકેટ ઇતિહાસમાં નોંધ લેવાશે અને આ ઇતિહાસનો ભાગ બનવામાં કોમેન્ટેટર કેમ બાકી રહી જાય. 

ભારત અને બાંગ્લાદેશની મેચ બાદ કોમેન્ટેટરર્સે ધોનીના સ્ટંપિંગની નકલ કરી હતી. કોમેન્ટેટર્સનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો છે. વીડિયોમાં છેલ્લી ઓવરમાં ધોનીએ કરેલાં જોરદાર સ્ટમ્પિંગ તથા ટીમના સેલિબ્રેશનની પણ નકલ કરવામાં આવે છે. એક કોમેન્ટેટર ધોની તથા બીજો હાર્દિક પંડ્યા બન્યો હતો અને એક દમ એજ અંદાજમાં બોલિંગ તથા સ્ટમ્પિંગ કર્યું હતુ.  નવાઇની વાતતો એ છે કે આ નકલ માટે નકલી દર્શકો પણ સ્ટેડિયમમાં ગોઠવવામાં આવ્યા હતા. સ્ટમ્પિંગ બાદ સ્ક્રિન પર રિપ્લે પણ બતાવ-વામાં આવ્યો.  

બાંગ્લાદેશને અંતિમ ત્રણ બોલમાં જીતવા માટે બે રનની જરૂર હતી પરંતુ ભારતે સતત 3 વિકેટ ઝડપીને મેચને જીતી લીધી હતી મેચમાં હાર્દિક પંડ્યા હિરો રહ્યો હતો. છેલ્લી ઓવરની પહેલી ત્રણ બોલ સુધી ભારતની જીત મુશ્કેલ લાગી રહી હતી પરંતુ પંડ્યાની જોરદાર બોલિંગ અને ધોનીના વાયુ વેગે કરાયેલા સ્ટમ્પિંગથી ભવ્ય વિજય થયો હતો. 

Loading...

Loading...