આ છે રિયલ લાઇફનો મિસ્ટર બિન, જુઓ હસી હસીને પેટ દુઃખી જાય તેવો ફની વિડિયો

18 Oct, 2015

 રશિયાના કેમેરોવો શહેરમાં રિયલ મિસ્ટર બીન જોવા મળ્યો હતો. મિસ્ટર બિન સિરિયલમાં ભૂલોથી લોકોને હસાવાય છે. એ જ રીતે આ વીડિયો જોઈને પણ તમે હસી પડશો. આમાં એક યુવક વ્હાઈટ કારને પાર્કિંગમાંથી બહાર કાઢવાનો પ્રયાસ કરતો દેખાય છે. જો કે તેનું બેલેન્સ જતાં તે બાજુની કારને અથડાઈ જાય છે અને તેની કારનું આગળનું બમ્પર  નીકળી જાય છે.

કોઈ જોઈ જશે તો તકલીફ ઊભી થશે એ બીકે તે ત્યાંથી ઝડપથી નીકળી જવા માગે છે. પણ રિવર્સમાં ગાડી લેતી વખતે ફરી પાછળ મુકેલી કારને જઈને અથડાય છે. હજી તો ત્યાંથી માંડ નીકળવા જાય છે ત્યાં તેને નીચે પડેલું બમ્પર દેખાય છે. તે ઝડપથી તેને ઉપાડીને ગાડીને ભાગી છુટવાનું વિચારે છે પણ ભૂલી જાય છે કે આમ તો એ બીજી કોઈ કારને અથડાશે અને એવું જ થાય છે. આગળનો આખો રસ્તો ખાલી હોવાથી તે ઝડપથી નીકળી જવા માગે છે પણ કારની બહાર નીકળેલું બમ્પર બીજી કારને અથડાય છે. આ મલ્ટિ એક્સિડન્ટ સીસીટીવી કેમેરામાં કેદ થયા હતા.

Loading...

Loading...