ફોર પ્લે દરમિયાન અપનાવો આ ટિપ્સ અને મેળવો અનેરો આનંદ....

05 Mar, 2018

 ફોરપ્લે એટલે સંભોગ પહેલાં એકમેકમાં ઓતપ્રોત થવા માટે કરવામાં આવતી પ્રણયક્રીડા.

 
રતિક્રીડાનો પ્રારંભ કરવાના મોટાભાગના કિસ્સાઓમાં સ્ત્રી-પુરુષ ભાગ્યે જ એકબીજાની સાથે નજરો મિલાવતાં હોય છે. જેવા તમે પ્રેમની મસ્તીમાં તરબોળ થવાની શરૂઆત કરો છો કે તરત જ તમારી આંખો બંધ થઇ જાય છે અને તમે અલૌકિક આનંદના સાગરમાં ગરકાવ થઇ જાવ છો.
 
પુરુષોની સરખામણીએ મહિલાઓને જાતીયસુખની પરાકાષ્ઠા સુધી પહોંચવામાં પ્રમાણમાં વધુ વાર લાગે છે. આથી જ સફળ ફોરપ્લે એ મહિલાઓ માટે વધુ મહત્વ ધરાવે છે.
 
પુરુષો માચીસની સળી જેવા હોય છે. દીવાસળીની જેમ જ તેમનામાં રહેલો કામાગ્નિ ઝડપથી ભભૂકી ઊઠે છે અને તેટલી જ ઝડપથી શાંત પણ થઇ જાય છે. જ્યારે મહિલાઓ ઇસ્ત્રી જેવી હોય છે. જે ઇસ્ત્રીની જેમ જ ગરમ થવામાં તથા ઠંડા થવામાં વધુ સમય લે છે. મોટાભાગના પુરુષો માત્ર સેક્સનો વિચાર કરે તો પણ તેમનામાં ગરમાવો આવી જાય છે. જોકે મહિલાઓના કિસ્સામાં માત્ર સેક્સની ઇચ્છા કરવી પૂરતી નથી હોતી.
મહિલાઓમાં જાતીય અને વૈચારિક ઉત્તેજનામાં ફોરપ્લે મહત્વનો ભાગ ભજવે છે. તે તેમનાં મન અને શરીરને સમાગમ માટે તૈયાર કરે છે. મોટાભાગની મહિલાઓને સમાગમ પહેલાં ચુંબન, ગુપ્તાંગો પર હળવેકથી સ્પર્શ વગેરે દ્વારા જ સ્નિગ્ધતા પ્રાપ્ત થતી હોય છે, જે સફળ અને સંતોષકારક સમાગમ માટે અત્યંત આવશ્યક છે.
ફોરપ્લે મહિલાઓના ભગ્નશિશ્નને પરાકાષ્ઠા અવસ્થા સુધી પહોંચાડવામાં પણ સહાયરૂપ નીવડે છે. તે પુરુષ શિશ્ન જેવી જ લાક્ષણિકતાઓ ધરાવે છે. ભગ્નશિશ્નમાં લોહીનો પ્રવાહ વહે છે. મહિલાઓ જાતીયસુખની ચરમસીમા સુધી પહોંચે તે માટે યોનિમાં સ્નિગ્ધતા જરૂરી હોવાની સાથે સાથે જ ભગ્નશિશ્ન પણ ઉત્તેજિત થયેલું હોવું જરૂરી છે. ઉત્તેજના એ આનંદ મેળવવા માટેની મહત્વની ચાવી છે.
 
જોકે આપણે માત્ર શારીરિક આનંદની જ વાત નથી કરતા. મહિલાઓને એ વાતની ખાતરી જોઇતી હોય છે કે જે પુરુષ સાથે તે સેક્સ કરવા જઇ રહી છે તે પુરુષને પણ તેની સાથે ગમે છે. ફોરપ્લે દરમિયાન સાથે ગાળેલા સમયમાં આ બાબત સારી રીતે સમજાવી શકાય છે.
 
ફોરપ્લે માટેની મહત્વની ટિપ્સ
ચકાસી જુઓ-પુરુષને જો ઉત્થાન જાળવી રાખવામાં તકલીફ થતી હોય અને મહિલાને સમાગમ દરમિયાન પીડા થતી હોય તથા જો તમને લાગે કે તમારી ઇચ્છા મુજબનો સંતોષ નથી મળતો તો સેક્સોલોજિસ્ટની સલાહ લેતાં અચકાશો નહીં.
 
કોઇ એક અંગ પર ધ્યાન ના આપો. મોટાભાગની મહિલાઓ સ્તન મર્દન દ્વારા મહત્તમ ઉત્તેજના અનુભવે છે કારણ કે સ્તન એ સ્ત્રીની શરીર રચનાના મહત્વના કામોદ્દીપક અંગ છે. જોકે આ ઉત્તેજના કેવી રીતે જાગૃત કરાય છે તે પણ મહત્વનું છે. ઘણીવાર એવું બને કે સ્તન અત્યંત નાજુક હોય અને તેને ઉત્તેજિત કરવાના પ્રયાસને કારણે તેમાં પીડા થાય. આવું સામાન્ય રીતે માસિક પહેલાંના સમયમાં, ગર્ભાવસ્થા દરમિયાન તથા મુખેથી ગર્ભનિરોધક ગોળીઓનું સેવન કરતી મહિલાઓના કિસ્સામાં જોવા મળે છે, કારણ કે આવા કિસ્સામાં સ્તન અંત:સ્રાવની અસરને કારણે કડક થઇ ગયા હોય છે.
 
આથી આવા સંજોગોમાં તમારા સાથીને પૂછીને આગળ વધવાનો ઉપાય જ શ્રેષ્ઠ છે. જોકે મોટાભાગના લોકો પોતાના સાથીને તેમના સાથીને તેમનાં ઉત્તેજક અંગો વિશે પૂછતાં શરમાય છે. સ્તનની ડીંટડીઓ, ગુદા, ગરદનની પાછળનો ભાગ વગરે કામોત્તેજનાના ઉદ્દીપક ભાગ છે. આમાં જો શરમ રાખશો તો આનંદની મહત્વની ક્ષણની મજા માણવાની ચૂકી જશો.
 
પ્રેમક્રીડા દરમિયાન સંવાદનો દોર જાળવી રાખો
તમારે તમારા સાથી સમક્ષ તમારી પસંદ-નાપસંદ અંગે ચર્ચા કરવી જોઇએ. તમને બંનેને શું ગમે છે ને શું નથી ગમતું તે જાણવું બને માટે આવશ્યક છે. ફોરપ્લે, સમાગમ, આફ્ટરપ્લે જેવી બાબતો અંગે ચર્ચા કરો. જે તમારા દબાણને ઘટાડવાનું કામ કરશે.
 
રતિક્રીડા દરમિયાન શરીર બે-ત્રણ ભાગ પર ધ્યાન કેન્દ્રિત કરવાને બદલે સમગ્ર શરીરને મહત્વ આપો. સ્ત્રી સ્તનની ડીંટડી ચૂસવાથી તેની ઉત્તેજનામાં વધારો થાય છે. તો પુરુષની ડીંટડી પણ સ્ત્રીને ઉત્તેજનાનો આનંદ મળે છે. એકબીજાનાં ગુપ્તાંગોને પંપાળવા કરતાં ગુપ્તાંગોની હળવા હાથેથી મસાજ કરવામાં વધુ મજા આવે છે. જો મહિલા જૂનવાણી વિચારો ધરાવતી અને શરમાળ હોય તો પુરુષે તેને તેની પસંદ-નાપસંદ અંગેના વિચારો વ્યક્ત કરવા પ્રોત્સાહિત કરવી જોઇએ.
 
સમાગમની ચરમસીમાના સમયે કેટલીક મહિલાઓ જાતીય પરાકાષ્ઠાના અનુભવ નહીં થાય તેમ સમજીને હિંમત હારી જાય છે, જે આત્મઘાતી છે. તમારી અંદરની ઉત્તેજનાને જાળવી રાખો પરાકાષ્ઠાનો આનંદ જરૂર થશે.