8 ટિપ્સ અને ઓછા સમયમાં માઇક્રોવેવમાં સરળ રીતે કરો કુકિંગ

23 Feb, 2016

 સમયના અભાવે આજકાલ અનેક ગૃહિણીઓ માઇક્રોવેવમાં રસોઇ બનાવવાનું પસંદ કરે છે. આ સમેય જો તમે આવી કેટલીક ખાસ ટિપ્સને અનુસરો છો તો તમારી રસોઇ તો સારી બને જ છે અને સાથે તમે ઓવનની કેર પણ સારી રીતે કરી શકો છો. આજે અમે આપને માટે આવી જ કેટલીક ખાસ ટિપ્સને લાવ્યા છીએ.

 
બાઉલ કાઢીને તેમાં મીઠું નાંખો
 
માઇક્રોવેવમાં ખાવાનું બનાવો છો ત્યારે ખાવાનું બનાવતી સમયે મીઠું નાંખો તેના કરતાં ખાવાનું બન્યા બાદ બાઉલને બહાર કાઢીને મીઠું નાંખો. ઓવનની ખાસિયત છે કે તે મીઠાને આર્કષે છે અને સાથે તે ખાવાનાની સોફ્ટનેસને ખતમ કરી દે છે.
 
ઢાંકીને બાફો શાકભાજી
 
ઓવનમાં શાકને બાફો ત્યારે તેને એક સિરેમિક બાઉલમાં મૂકો. તેમાં બે કે ત્રણ ચમચી પાણી મિક્સ કરો અને તેની ઉપર પ્લેટ ઢાંકો. તેને ચારેક મિનિટ રહેવા દો.
 
પ્લાસ્ટિક રૈપનો કરો ઉપયોગ
 
માઇક્રોવેવમાં ખાવાનું ઢાંકવાને માટે પ્લાસ્ટિક રૈપનો ઉપયોગ કરો. જ્યારે ખાવાનું બની જાય ત્યારે થોડીવાર માઇક્રોવેવનો દરવાજો ખુલ્લો રહેવા દો. તેનાથી ભેજ બહાર નીકળશે. જો તે અંદર રહેશે તો માઇક્રોવેવ ઝડપથી ખરાબ થઇ શકે છે.
 
માઇક્રોવેવ સેફ વાસણની તપાસ કરો
 
જ્યારે પણ ખાવાનું બનાવવા માટે વાસણ લો છો ત્યારે ચેક કરો કે તે વાસણ માઇક્રોવેવ સેફ્ટી ધરાવે છે કે નહીં. આ રીતે કરો ચેક. એક વાસણને માઇક્રોવેવમાં રાથો અને અન્ય વાસણને ઓવનની અંદર રાખીને તેમાં એક કપ પાણી ભરો, એક મિનિટ રહેવા દો. આ સમયે જો ખાલી કન્ટેનર ગરમ નથી થતું તો તે માઇક્રોવેવ સેફ છે. 
 
વાસણના શેપને ધ્યાનમાં રાખો
 
ઓવનમાં ખાસ કરીને ગોળાકાર કે ઓવલ શેપના વાસણનો પ્રયોગ કરવો જોઇએ. તેમાં ખાવાનું જલ્દી બને છે. અન્ય શેપના વાસણો વધારે સમય લે છે. 
 
ફૂદીનાના પાનથી કરો વાસને દૂર
 
જો તમે ઓવનમાં કંઇ ખાવાનું બનાવો છો અને પછી તેની સ્મેલ આવે છે તો તમે એક બાઉલમાં ફૂદીનાના પાન નાંખો અને સાથે તેને ઓવનમાં દસેક મિનિટ રહેવા દો. ત્યારબાદ તેના પાનને ઓવનમાં એક કલાક રાખી કાઢી લો. સ્મેલ દૂર થઇ જશે. 
 
શાકને પાતળા સુધારો
 
જે શાક માઇક્રોવેવમાં બનાવવાના હોય તેને થોડા પાતળા સુધારો. શાક જેટલું પાતળું હશે તેટલું જ ઝડપથી બનશે. વધારે જાડા પ્રમાણમાં સુધારેલા શાક વધારે સમય લે છે.
 
આ રીતે ઝડપથી કરો ખાવાનું ગરમ
 
ઓવનની અંદર પ્લેટની વચ્ચે રાખેલું ખાવાનું ધીરે ધીરે ગરમ થાય છે. જ્યારે કિનારીઓ પર રાખેલું ખાવાનું ઝડપથી ગરમ થાય છે. ઓવનમાં ખાવાનું બનાવતી સમયે પ્લેટને વચ્ચેથી ખાલી રાખો, તેનાથી ઓછા સમયમાં વધારે સારી રીતે ખાવાનું ગરમ થઇ શકે છે.