ઘરના પૂજાઘરમાં આ બાબતોનું ધ્યાન નહીં રાખો, તો મળી શકે છે અશુભ ફળ!

23 Feb, 2016

 દરેક હિન્દુના ઘરે મંદિર જરૂર હોય છે. એવું માનવામાં આવે છે કે મંદિર નાનુ હોય અથવા મોટું તે વાસ્તુ મુજબ જ હોવું જોઈએ. ઘરમાં સુખ-સમૃદ્ધિ આવે તે માટે પૂજાઘરને લગતી કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જરૂરી હોય છે, અહીં જાણો એવી 6 બાબતો જેનું ધ્યાન રાખવામાં ન આવે તો અશુભ ફળ પ્રાપ્ત થતા હોય છે.

 
આ દિશામાં સ્થાપિત મંદિર અશુભ હોય છે
 
મંદિર પશ્ચિમ અથવા દક્ષિણ દિશામાં ન હોવું જોઈએ, આ સ્થિતિને લીધે અશુભ ફળ પ્રાપ્ત થઈ શકે છે. મંદિર પૂર્વ અથવા ઉત્તર દિશામાં સ્થાપિત કરવું, એટલે જ્યારે તમે પૂજા કરો ત્યારે તમારું મુખ પૂર્વ અથવા ઉત્તર તરફ હોવું જોઈએ, આમ કરવાથી ઘરમાં હકારાત્મક ઊર્જા આવે છે.
 

 
બાથરૂમ કે ટોઈલેટ પાસે મંદિર ન રાખવું
 
વાસ્તુ મુજબ ઘરમાં મંદિરની ઉપર અથવા તેની આજુ-બાજુ બાથરૂમ કે ટોઈલેટ ન હોવા જોઈએ, આ ઉપરાંત કિચનમાં પણ મંદિર ન રાખવું.
 
મંદિરમાં ભગવાનના ફોટો રાખવાની સાચી રીત
 
ભગવાનને એક-બીજાથી ઓછામાં ઓછા એક ઈંચના અંતરે રાખવા. જો ઘરમાં એક જ ભગવાનના બે ચિત્રો હોય તો બંનેને સામસામે ન રાખવા. આમ કરવાથી ઘરના સભ્યોની વચ્ચે તણાવ વધે છે.
 
એક ઘરમાં એક જ મંદિર રાખવું
 
એક ઘરમાં ઘણા બધાં લોકો રહેતા હોય તો જુદા-જુદા મંદિર રાખવાને બદલે ભેગાં થઈને એક જ મંદિર રાખવું. એક ઘરમાં એક કરતાં વધુ મંદિર હોય તો ઘરના સભ્યોને માનસિક, શારીરિક અને આર્થિક સમસ્યાઓનો સામનો કરવો પડે છે.
 

 
અહીં ન કરવી મંદિરની સ્થાપના
 
આજકાલ કેટલાક લોકો સીડી નીચે અથવા બેઝમેન્ટમાં મંદિરની સ્થાપના કરે છે જે વાસ્તુ મુજબ નથી. આમ કરવાથી પૂજા-પાઠનું ફળ નથી મળતું અને ઘરના સદસ્યોને કેટલીક પરેશાનીઓનો સામનો કરવો પડે છે.
  
મંદિર અંગે આ વાતનું ખાસ ધ્યાન રાખવું
 
ઊંઘતી વખતે ઘરના કોઈ પણ સભ્યાના પગ મંદિર તરફ ન હોવા જોઈએ. મંદિર અથવા ભગવાનની તરફ પગ કરીને ઊંઘવું ખૂબ જ અશુભ માનવામાં આવે છે.