Entertainment

First Impressions: ડિઝાઇનમાં નેક્સસ 6P જેવો લાગે છે નવો LG G5

મોબાઇલ વર્લ્ડ કોંગ્રેસ (MWC) 2016ની પ્રી-ઇવેન્ટમાં LGએ પોતાનો નવો ફ્લેગશિપ સ્માર્ટફોન LG G5 લૉન્ચ કરી દીધો છે. કંપનીએ આને પોતાના જુના ફ્લેગશિપ LG G4થી અલગ રીતે જ ડિઝાઇન કર્યો છે, એટલું જ નહીં આમાં સ્ટાઇલિશ બૉડી સાથે ફિચર્સ પણ હાઇટેક આપ્યા છે. 

 

* LG G5 સ્માર્ટફોનના ફિચર્સ 

 

- 5.3 ઇંચની QHD સ્ક્રીન ડિસ્પ્લે

- 1440x2560 પિક્સલ રિઝોલ્યુશન 

- એન્ડ્રોઇડ 6.0 માર્શમેલો ઓપરેટિંગ સિસ્ટમ 

- ક્વાલકૉમ સ્નેપડ્રેગન 820 SoC પ્રોસેસર

- 4GB રેમ

- 32GB ઇન્ટરનલ મેમરી (microSD)

- 16MP+8MP/8MP કેમેરા, ડ્યુલ LED ફ્લેશ સાથે

- 2800mAh બેટરી (USB 3.0 standard)

 

* ડિઝાઇન 

 

LGએ નવા ફ્લેગશિપ સ્માર્ટફોન LG G5ને એકદમ અલગ રીતે જ ડિઝાઇન કર્યો છે, સ્માર્ટફોનની બૉડી મેટાલિક બનાવી છે. પહેલી નજરમાં જોતા આ ફોન હ્વુવાઇના નેક્સસ 6P જેવો જ લાગે છે. કંપનીએ આમાં પણ ગુગલની માર્શમેલો ઓએસ આપી છે. LG G5ની બેકસાઇડ નેક્સસ 6P જેવી છે, બન્ને કેમેરા પ્લેસિંગ પણ બેકપેનલ પર છે. જોકે, LGમાં તે થોડો નાનો છે. 

 

* કલર્સ  

 

LG એ LG G5ને અત્યારે ચાર કલર વેરિએન્ટ્સમાં લૉન્ચ કર્યો છે, જેમાં સિલ્વર, ગોલ્ડ, પિન્ક અને ટાઇટન કલર્સ છે. એટલે કે યૂઝર્સને આ ફોન ખરીદવા માટે ઘણા વેરિએન્ટ્સ ઉપલબ્ધ થયા છે. જોકે, પિન્ક કલર સૌથી પહેલા એપલે આઇફોન 6માં આપ્યો હતો. અત્યારે તો ઘણીબધી કંપનીઓના સ્માર્ટફોન પિન્ક કલરમાં મળી રહ્યા છે.

 

* સ્ક્રીન 

 

LG G5 સ્માર્ટફોનમાં કંપનીએ 5.3 ઇંચની QHD ડિસ્પ્લે સ્ક્રીન આપી છે, તે 1440x2560 પિક્સલ રિઝોલ્યુશન આપે છે. આ ડિસ્પ્લે હંમેશા ઓન રહે છે યૂઝર્સ આમાં કેલેન્ડર અને ટાઇમ આસાનીથી જોઇ શકે છે. જોકે, આ રિઝોલ્યુશનમાં કેટલીક કંપનીઓ સ્ક્રીન આપી ચૂકી છે. લાગતું હતું કે, આ વખતે કંપની 4K રિઝોલ્યુશન સ્ક્રીન આપશે પણ તેવું કાંઇ થયું નહીં.

 

* પ્રોસેસર અને રેમ  

 

પાવર ફિચર્સની વાત કરીએ તો LG G5માં કંપનીએ ક્વાલકૉમ સ્નેપડ્રેગન 820 પ્રોસેસર આપ્યું છે, પણ તેની સ્પીડ વિશે કંઇક માહિતી ઉપલબ્ધ નથી. LG G4માં કંપનીએ પ્રોસેસરની સ્પીડ 1.44 GHz હતી. LG G5 સ્માર્ટફોનમાં 4GB રેમ છે એટલે મલ્ટીટાસ્કિંગ આસાનીથી કરી શકાશે, ફોનના હેન્ગ થવાની પણ સમસ્યા નહીં આવે.

 

* કેમેરા

 

LG છેલ્લા કેટલાય વર્ષોથી કેમેરા ક્વૉલિટી પર વધુ ધ્યાન આપી રહી છે. તેથી જ આ વખતે LG G5માં 16 અને 8 મેગાપિક્સલના ડ્યુલ રિયર કેમેરા આપ્યા છે, બન્ને કેમેરા ડ્યુલ કલર LED ફ્લેશ વાળા છે, તેમાં એક કેમેરો 78 ડિગ્રી અને બીજો 135 ડિગ્રી વાઇડ લેન્સ સાથે ઓબ્જેક્ટને કવર કરી શકે છે. 

 

બીજીબાજુ કંપનીએ LG G5માં 8 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો આપ્યો છે. કંપનીનો દાવો છે કે, આ કેમેરો DSLR કેમેરા જેવી ક્વૉલિટી આપે છે. ફોટોગ્રાફીના શોખીનો માટે આ ફોન બેસ્ટ ઓપ્શન બની શકે છે. 

 

* સ્ટૉરેજ 

 

LG G5ની ઇન્ટરનલ મેમરી 32GBની છે અને માઇક્રો SD કાર્ડથી તેને વધારી શકાય છે. પણ કેટલા GB તેની કોઇ માહિતી નથી. જોકે, 32GB મેમરી પણ ઓછી ના કહેવાય. G4 સ્માર્ટફોનમાં પણ કંપનીએ આટલી જ ઇન્ટરનલ મેમરી આપી હતી.

 

* ઓપરેટિંગ સિસ્ટમ

 

LG G5માં કંપનીએ લેટેસ્ટ ઓપરેટિંગ સિસ્ટમ 6.0 માર્શમેલો વર્ઝન આપ્યું છે. માર્શમેલોમાં યૂઝર્સને પુરેપુરુ નવું અપડેટ મળતું રહેશે અને નવી ઓએસ લૉન્ચ ત્યારે અપડેટ કરવાની જરૂર નહીં પડે. 

Source By : Divyabhaskar

Releated Post