જાણો કેટલો સમય વિતાવવો જોઈએ પાર્ટનર સાથે

14 Mar, 2015

  • એકબીજા સાથે કેવી રીતે કલાકો વિતી જાય એની ખબર પણ નથી પડતી
  • સંબંધ પણ તુટી શકે છે. આથી સંબંધોમાં સંતુલન રાખવું ખૂબ જરૂરી છે
  • રિલેશનશીપમાં એકબીજા પર વધુ નિર્ભર ના રહેવું જોઈએ

રીલેશનશિપમાં રહેનાર વ્યક્તિએ તેના પાર્ટનર સાથે વધુમાં વધુ સમય વિતાવવો જોઈએ. એકબીજા સાથે કેવી રીતે કલાકો વીતી જાય એની ખબર પણ નથી પડતી. જ્યારે પ્રેમની શરૂઆત થાય ત્યારે ઘણા લોકો તો એટલા બધા ખોવાઈ જાય છે કે બધુ જ ભુલાવીને માત્ર એકબીજા સાથે સમય વિતાવે છે. પરંતુ જેવો સંબંધ જૂનો થાય ત્યારબાદ સંબંધોમાં ખટાશ આવતી જાય છે અને પાર્ટનર સાથે વધુ સમય નથી વિતાવી શકતા.

પરંતુ આ વાતનું ધ્યાન રાખવું જોઈએ કે આનાથી તમારા સંબંધો પર ખરાબ અસર પડી શકે છે. સંબંધ પણ તુટી શકે છે. આથી સંબંધોમાં સંતુલન રાખવું ખૂબ જરૂરી છે. જો સમય હોય તો આખો દિવસ એની સાથે વિતાવો છો પણ જો સમય ના હોય તો ડિનર પણ નથી કરી શકતા. પ્રોફેશનલ લાઈફ અને પર્સનલ લાઈફમાં સંતુલન બનાવવું ખૂબ જરૂરી છે.

આ માટે આટલી બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. એકબીજાની દોસ્તી ક્યારેય ના ભૂલવી જોઈએ. દોસ્તી એવી હોવી જોઈએ કે હંમેશા આપ બંનેને બાંધી રાખે.રિલેશનશીપમાં એકબીજા પર વધુ નિર્ભર ના રહેવું જોઈએ. ભલે લાંબો સમય વિતાવતા હોય તો પણ. ઉપરાંત એકબીજાની પ્રાઈવર્સીનો ખ્યાલ રાખવો જોઈએ.