માઈનસ 71 ડિગ્રી તાપમાન ઠંડીનો અનુભવ કરવો છે? તો જુવો Video

14 Dec, 2015

ન્યૂયોર્કમાં છેલ્લા ઘણા સમયથી હિમવર્ષા થઈ રહી છે, જેને પગલે ગત ૪ ડિસેમ્બરે એવી હિમવર્ષા થઈ કે ૧૧૬ વર્ષ જૂનો રેકોર્ડ તૂટી ગયો, એવું નથી કે માત્ર અમેરિકામાં જ આ પ્રકારની હિમવર્ષા થાય છે, અન્ય એવાં શહેરો અને દેશ છે કે જ્યાં હિમવર્ષાનું પ્રમાણ એટલું છે કે કેટલાંક શહેરોમાં તો તાપમાન માઇનસ ૩૦ ડિગ્રી સુધી પહોંચી જાય છે પણ તમે કદાચ એ નહીં જાણતા હો કે દુનિયામાં એક શહેર એવું પણ છે કે જેનું તાપમાન ૩૬૫ દિવસ એટલે કે આખું વર્ષ હાડ થીજી જાય તેવું ઠંડું જ રહે છે. આ શહેર સાઇબીરિયાનું યાકુત્સ્ક છે. તમને જાણીને નવાઈ લાગશે કે આ શહેરને દુનિયાનું સૌથી ઠંડું શહેર માનવામાં આવે છે.

ક્યા આવેલુ છે આ શહેર
આ શહેર રશિયામાં આવેલું છે અને તેને યાકુત્સ્ક તરીકે ઓળખવામાં આવે છે. આ શહેરની ખાસિયત એ છે કે તે આર્કેટિક રેખાથી માત્ર ૪૫૦ કિ.મી. દૂર દક્ષિણમાં લેના નદીને કિનારે આવેલું છે. આ શહેરની વસતી લગભગ ૨,૭૦,૦૦૦ છે અને ઠંડીની ઋતુ હોય ત્યારે અહીંનું તાપમાન માઇનસ ૪૫ ડિગ્રી સુધી પહોંચી જાય છે. પ્રાપ્ત રિપોર્ટ અનુસાર આ શહેરનું તાપમાન અત્યાર સુધીમાં સૌથી ઓછું માઇનસ ૭૧.૨ ડિગ્રી સુધી પહોંચી ચૂક્યું છે.

ક્યારે સૌથી વધુ ઠંડી પડે છે અહીં
સામાન્ય રીતે ૧૨મેથી ૧૦મી ડિસેમ્બર સુધી અહીં સામાન્ય વાતાવરણ જોવા મળે છે, એટલે કે અહીં આ સમયગાળા દરમિયાન જ થોડીઘણી ગરમી હોય છે, તમને જાણીને નવાઈ લાગશે કે જ્યારે અમદાવાદમાં ૪૦ ડિગ્રી તાપમાન પહોંચે છે ત્યારે અહીંનું તાપમાન ૨૦ ડિગ્રી જેટલું જ હોય છે. અહીં જાન્યુઆરીમાં સૌથી વધુ ઠંડી પડે છે. આ સમયે અહીંનું તાપમાન માઇનસ ૪૦ ડિગ્રીને પાર કરી જાય છે.

Loading...

Loading...