દુનિયાની ઐસી કી તૈસી કરી, આવા ડાન્સને એન્જોય કરે છે પિતા-પુત્રી!

15 Jan, 2016

 સામાન્ય રીતે પિતા અને પુત્રી પરસ્પરના સંબંધમાં એક આમાન્યા જાળવતાં હોય છે. જો કે લંડનમાં રહેતા આ પિતા-પુત્રી આવા લોકોમાંથી બાકાત છે. 25 વર્ષની પુત્રી બેજેલ અને 50 વર્ષના પિતા ડેવ એવો ડાન્સ પરફોર્મ કરે છે કે જોનારની નજર ચોંકી જાય. એમનો આ ડાન્સ ઘણો વિવાદાસ્પદ પણ બન્યો છે પણ બંનેને એ વાતથી કોઈ ફેર નથી પડતો કે સમાજ એમના વિશે શું કહે છે. એ બંને તો દુનિયાની આવી વાતોની પરવા કર્યા વિના પોલ ડાન્સ કરે છે.

 
બંને એકબીજાની આવ્યાં નજીક- 
વિલ્ટશાયરમાં રહેતા ડેવ અને એમની દિકરી બેજેલ રોબર્ટ પહેલા અલગ અલગ ડાન્સ કરતાં હતા. પરંતુ જ્યારે એ બંનેને ખબર પડી કે બંનેના શોખ એકસરખા છે તો તેમણે સાથે ડાન્સ કરવાની શરૂઆત કરી દીધી. એ બંનેનું કહેવું છે ડાન્સને કારણે એ લોકો એકબીજાની વધારે નજીક આવ્યાં છે. જો કે લોકો તેમના આવા ડાન્સ પર સવાલ ઉઠાવી રહ્યાં છે કારણ કે લોકોનું માનવું છે પિતા પોતાની પુત્રી સાથે આવો પોલ ડાન્સ કરે તે યોગ્ય નથી.
 
પોલ ડાન્સ કરનારાઓમાં પિતા-પુત્રીની પ્રથમ જોડી-
તેમણે વિલ્ટશાયરમાં આવેલા પોતાના ઘરમાં બે પોલ બનાવડાવ્યાં છે. ઇંગ્લેન્ડની એક વેબસાઈટે પોલ ડાન્સ કરનારાઓમાં આ જોડીને પિતા-પુત્રી તરીકેની પહેલી જોડી જાહેર કરી છે. રસપ્રદ વાત એ છે કે ઇંગ્લેન્ડમાં આયોજિત એક ચેમ્પિયનશિપમાં બંને ફર્સ્ટ પ્રાઈઝ પણ જીતી ચૂક્યાં છે અને હવે તેઓ બીજી સ્પર્ધાની તૈયારી કરી રહ્યાં છે.
 
કહ્યું- બહું સારું કામ કરે છે-
ડેવ પાંચ બાળકોના પિતા છે. તે કહે છે કે મને ખ્યાલ છે કે હું જે કરી રહ્યો છું એ સામાન્ય નથી. પરંતુ મને લાગે છે કે અમે એક સારું કામ કરી રહ્યાં છીએ. એ જ રીતે દિકરીએ પણ કહયું કે આ એક એક્સર્સાઈઝ ફન છે અને એમાં કશું ખોટું નથી. અમે ડાન્સને એન્જોય કરીએ છીએ.