વિશ્ર્વ વિખ્યાત હાસ્ય સર્જક તારક મહેતાએ ચિરવિદાય લીધી છે..

01 Mar, 2017

અમદાવાદઃપ્રખ્યાત હાસ્ય લેખક તારક મહેતાનું 87 વર્ષે અમદાવાદ ખાતેના નિવાસસ્થાને લાંબી માંદગી બાદ નિધન થયું છે. પરિવારજનોએ તેમના દેહનું દાન કરવાનો નિર્ણય લેતા બપોરે દોઢ વાગ્યે વીએસ હોસ્પિટલમાં દેહદાન કરશે. 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' સિરિયલથી તારક મહેતાનું નામ આખા દેશમાં જાણીતું થયું હતું.
 
 
2015માં પદ્મશ્રીથી સન્માનિત કરાયા હતા
 
26 જાન્યુઆરી 2015ના રોજ પદ્મશ્રીથી સન્માનિત થયેલા તારક મહેતા છેલ્લા કેટલાક વર્ષોથી અમદાવાદમાં આંબાવાડી વિસ્તારમાં રહેતા હતા. 26 ડિસેમ્બર, 1929ના રોજ જન્મ અમદાવાદમાં જન્મેલા તારક મહેતા મુંબઈમાં ગુજરાતી વિષય સાથે બી.એ. અને એમ. એ. પાસ કર્યા બાદ 1958-59માં ગુજરાતી નાટ્યમંડળના કાર્યાલયમાં કાર્યકારી મંત્રી બન્યા હતા. 1959-60માં વચ્ચે તેઓ ‘પ્રજાતંત્ર’ દૈનિકના ઉપતંત્રી પદે રહ્યાં બાદ તેઓ 1960થી 1986 સુધી ભારત સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલયના ફિલ્મ્સ-ડિવિઝન, મુંબઈમાં વૃત્તાન્તલેખક અને ગૅઝેટેડ અધિકારી તરીકે જોડાયા હતા.