રોજ આ પ્રવાહીથી ધુઓ આંખો, ડાર્ક સર્કલ અને નબળી દ્રષ્ટિની સમસ્યા થશે દૂર

09 Dec, 2015

આંખો આપણા શરીરનું અણમોલ રતન છે. આંખો દ્વારા આપણે દુનિયાને જોઈ શકીએ છીએ. આંખો મનુષ્યના શરીરનું સૌથી સંવેદનશીલ અંગ છે, પરંતુ શું તમે તમારી આંખોને યોગ્ય આરામ આપો છો? કલાકો સુધી આંખો મોબાઈલ અને કમ્પ્યૂટર પર જમાવી રાખવાથી આંખો થાકી જાય છે. આંખો પર મેકઅપ કરવાથી પણ આંખોને નુકસાન થાય છે. જેના કારણે આંખો પર સોજા આવી જવા, રૂક્ષતા અને ડાર્ક સર્કલ જેવી સમસ્યાઓ ઉદભવે છે. સાથે જ દ્રષ્ટિ પર પણ ખરાબ અસર પડે છે. આ બધી સમસ્યાઓમાં ત્રિફળાનો આ પ્રયોગ તમારી બહુ કામ આવી શકે છે. આ આયુર્વેદિક ઉપચાર આંખોની આ સમસ્યાને ઝડપથી દૂર કરશે.

આંખોની દેખભાળ
 
આંખને સારી રીતે ધાવાથી આંખો સ્વસ્થ રહે છે. આવું કરવાથી આંખોને તાજગી મળે છે અને આંખોનો થાક અને રૂક્ષતા દૂર થાય છે. આ સાથે આંખોની આસપાસના નાના મસલ્સને મસાજ કરવાથી પણ આંખોને આરામ મળે છે. ખાસ કરીને જ્યારે તમે કલાકો સુધી કમ્પ્યૂટર પર કામ કરો છો.
 
ત્રિફળાનો કમાલ
 
આયુર્વેદ મુજબ ત્રિફળામાં અનેક સ્વાસ્થ્યવર્ધક ગુણો હોવાને કારણે તે પાચન ક્રિયા માટે બહુ જ ફાયદાકારક માનવામાં આવે છે. સાથે જ ત્રિફળાનું સેવન કરવાથી આંખો સ્વસ્થ રહે છે. આ સિવાય તમે આંખોને ધોવા માટે પણ ત્રિફળાના પાણીનો ઉપયોગ કરી શકો છો. તેનાથી આંખોને બહુ ફાયદો થાય છે. ત્રિફળા ત્રણ હર્બલ વસ્તુઓ હરડે, આમળા અને બહેડાને મિક્ષ કરીને બનાવવામાં આવે છે. આ નેચરલ બ્લડ પ્યુરીફાઈ અને આઈ ટોનિક છે. આ આંખોની આસપાસની માસપેશીઓને સારી રીતે કામ કરવામાં મદદ કરે છે.


ત્રિફળાનું પાણી કઈ રીતે બનાવવું-
 
ત્રિફળા ચૂર્ણને પાણીમાં નાખી થોડું ઉકાળો, ત્યારબાદ તે ઠંડુ થયા પછી તેને ગાળી લો. હવે આ પાણીથી તમારો ચહેરો અને આંખો નિયમિત રીતે ધોવો. યાદ રાખવું કે ચહેરો ધોવા માટે સાબુનો ઉપયોગ કરવો નહીં. હથેળીઓમાં  ત્રિફળાનું પાણી લઈને આંખો ખુલી રાખી તેમાં આંખો ડુબાળો. પલકારો કરી પાણી ફેકી દો. આ પ્રક્રિયાને ત્રણવાર કરો.ત્યારબાદ ચહેરા અને આંખોને ટોવેલથી સાફ કરી લો. આ ઉપાય રોજ કરવાથી આંખોની અનેક સમસ્યાઓ અને કાળા કુંડાળા ગાયબ થઈ જશે. આ એક ખાસ દેશી ઉપાય છે.


આ સિવાય એક ચમચી ત્રિફળા ચૂર્ણ રાતે એક વાટકી પાણીમાં પલાળી રાખો, સવારે કપડા થી ગાળી લઇ એના પાણીથી આંખ ધોઈ લેવી. આ પ્રયોગ આંખો માટે અત્યંત હિતકારી છે. એનાથી આંખ સ્વચ્છ અને સૂક્ષ્મ દ્રષ્ટિવાળી થાય છે. આંખો ની બળતરા, લાલાશ વગેરે તકલીફો દૂર થાય છે.
 
-આંખ લાલ થઈ હોય કે દુ:ખવા આવી હોય તો, ચપટી ત્રિફળાનું ચૂર્ણ 1 ચમચી પાણીમાં ગરમ કરી, ચોખ્ખા કપડાથી ગાળી, ઠંડું થાય એટલે તેના ટીપાં આંખમાં સવાર-સાંજ મૂકવાં. બે દિવસમાં જ આંખની ગરમી, લાલાશ અને પીડા મટી જશે.
 
-વરિયાળી અને ત્રિફળાનું સમભાગ ચૂર્ણ 1-1 ચમચી પાણી સાથે અથવા મધ સાથે લેવાથી આંખોનું તેજ વધે છે.