ના હોય, દુનિયાના આ સ્થળોએ બધા કરી શકે નગ્ન થઈને એન્જોય

21 Dec, 2015

 જરા વિચારો કે કોઈ તમને એવું કહે કે દુનિયામાં એવા ફરવાલાયક સ્થળો છે જ્યાં લોકો નગ્ન થઈને ફરી શકે છે. એટલું જ નહીં એમ ફરતા લોકોને ત્યાંનો  કાયદો પણ નથી રોકતો. આ વાત તમે માનશો ખરા? ના ખરુંને! પણ હકિકત એ છે કે દુનિયામાં ખરેખર એવી કેટલીક જગ્યાઓ છે જ્યાં આ રીતે લોકો ઓફિશિયલી રહી શકે છે. બેર નેસેસીટીઝ ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ આવા ન્યૂડ ક્રૂઝ પર ટૂર ઓર્ગેનાઈઝ કરતી હોય છે. આ જગ્યાઓએ તમે બર્થડે સૂટમાં જઇ શકો છે. એની સાથે તમે એટિટયૂડ અને સ્માઈલને કેરી કરી શકો છો. વળી આ જગ્યાઓએ જનારાઓને અજુગતુ નથી લાગતું કારણ કે ત્યાં બધા જ આ રીતે ફરતા હોય છે.

 
આપણામાંથી મોટાભાગના લોકો નગ્ન સાંભળતા મોં મચકોડી લેતા હોય છે 
 
પરંતુ સાઉથ કેલિફોર્નિયાના લોકો કુદરતના ખોળે કુદરતી જીવન જીવતા હોવાથી એમને એમાં કશું અજુગતુ લાગતું નથી. આપણાં પૂર્વજો પણ આ રીતે જીવતા હતા. આજે અમે તમને એવી કેટલીક જગ્યાઓ વિશે જણાવીશું જ્યાં નિર્વસ્ત્ર થઈને ફરવું એ સામાન્ય વાત છે. એ રીતે રહેનારને તો એમાં નવાઈ નથી જ લાગતી પણ ત્યાં ફરવા જનારાઓ પણ લોકોની માનસિકતા જોઈને સમજી જતા હોય છે કે આ રીતે ફરતા લોકો મગજથી નગ્ન નથી હોતા.
 

Loading...

Loading...