મનોકામના પૂર્તિ માટે રોજ કરો, રામચરિતમાનસની આ પંક્તિઓનો જાપ!

30 Dec, 2015

 તુલસીદાસ રચિત રામચરિત માનસ પોતાનામાં જ એક અદભૂત ગ્રંથ છે. રામચરિત માનસની દરેક ચોપાઇ એક મંત્રની જેમ સિદ્ધ છે, જેનાથી તમને મનોવાંછિતફળની પ્રાપ્તિ થાય છે સાથે જ, તમે તમારી અંદર એક ગજબની ઉર્જાનો અનુભવ પણ કરો છો.

 
આંતરિક શાંતિ
 
પ્રત્યેક વ્યક્તિની પોતાની એક અલગ ઇચ્છાઓ અને આશાઓ હોય છે, કોઇ વધારે ધનનો સ્વામી બનવા માંગે છે તો કોઇ ઘરમાં સુખ-શાંતિ હાંસલ કરવા માંગે છે. કોઇ પરીક્ષામાં પ્રથમ આવવાની ઇચ્છા દર્શાવે છે તો કોઇ આતંરિક શાંતિની શોધમાં ભટકે છે. તમે ભલે તમારી અંદર કોઇપણ ઇચ્છાને છુપાવીને રાખતાં હોવ, રામાયણની અલગ-અલગ ચોપાઇઓ તમારી તે વિશિષ્ટ ઇચ્છાઓની પૂર્તિ કરી શકે છે. જે પ્રકારે મંત્રોનું ઉચ્ચારણ કરી તમે ઇચ્છિતફળ પ્રાપ્ત કરી શકો છો, તે જ પ્રકારે તમે રામચરિત માનસની આ ચોપાઇનો પાઠ પણ તમે સાચા મન સાથે કરી શકો છો. સાથે જ, આ ચોપાઇઓ તમારી મનોકામના પણ પૂર્ણ કરી શકે છે.
 
સફળ થવા માટેઃ-
 
તે લોકો જે પ્રેમ અને ઘરની શાંતિની અંદર રિદ્ધિ-સિદ્ધિ પ્રાપ્ત કરવા માંગે છે. કોઇ વિશેષ સિદ્ધિને હાંસલ કરવા માંગે છે અથવા જીવનમાં સફળતા અને વૈભવ પ્રાપ્ત કરવા માંગે છે તેમણે નીચે લખાયેલ ચોપાઇનો પાઠ દરરોજ કરવો જોઇએ.
 
साधक नाम जपहिं लय लाएं।
होहि सिद्धि अनिमादिक पाएं।।
 
ધન પ્રાપ્ત કરવા માટેઃ- જો તમે પોતાના જીવનમાં વધારે ધનવાન બનવા માંગો છો તો રામચરિતમાનસની આ ચોપાઇ તમારી માટે એક રામબાણ સાબિત થઇ શકે છે. 
 
जे सकाम नर सुनहिं जे गावहिं।
सुख सम्पत्ति नानाविधि पावहिं।।
 
લક્ષ્મી કૃપા પ્રાપ્ત કરવાં- જો તમે લક્ષ્મી કૃપા મેળવવા માંગો છો તો તમે આ ચોપાઇનો પાઠ પણ કરી શકો છોઃ-
 
जिमि सरिता सागर मंहु जाही। जद्यपि ताहि कामना नाहीं।।
तिमि सुख संपत्ति बिनहि बोलाएं। धर्मशील पहिं जहि सुभाएं।।
 
સુખ-શાંતિ પ્રાપ્ત કરવા માટેઃ- ઘણાં લોકો જીવનમાં ટેન્શન અથવા પરેશાનીથી બચવા માંગે છે. જો તમે પણ માત્ર સુખને જ પોતાના આંગણે સજાવવા માંગો છો તો તમે નીચે લખાયેલી પંક્તિઓનો પાઠ કરવો જોઇએ.
 
सुनहि विमुक्त बिरत अरू विबई।
लहहि भगति गति संपति नई।।
 
વિદ્યા અને જ્ઞાન પ્રાપ્ત કરવા માટેઃ- જ્ઞાનની પ્રાપ્તિ આજકાલની એક જરૂરિયાત બની ગઇ છે. શિક્ષિત થવાની સાથે-સાથે વ્યક્તિનું જ્ઞાન હોવું પણ ખૂબ જ જરૂરી છે. રામચરિત માનસની આ ચોપાઇ તમને વિદ્યાની સાથે-સાથે જ્ઞાન પણ પ્રદાન કરે છે.
 
गुरु ग्रह गए पढ़न रघुराई। अलपकाल विद्या सब आई।।
छिति जल पावक गगन समीरा। पंचरचित अति अधम शरीरा।।
 
પ્રેમમાં વૃદ્ધિ માટેઃ- આજકાલની જનરેશન માટે પ્રેમનો અર્થ બોયફ્રેન્ડ અને ગર્લફેન્ડ સુધી જ રહી ગયો છો. પરંતુ પ્રેમ એક વ્યાપક ભાવના છે જેનો સંબંધ સૌહાર્દ સાથે પણ વધારે તેની માટે તમારે નીચે લખાયેલી પંક્તિઓનું ઉચ્ચારણ કરવું જોઇએ.
 
सब नर करहिं परस्पर प्रीती।
चलहिं स्वधर्म निरत श्रुतिनीती।।
 
દુશ્મનોને સમાપ્ત કરવા માટેઃ- કોઇપણ વ્યક્તિ એ નહીં ઇચ્છે કે, તેના જીવનમાં દુશ્મનોની સંખ્યા મિત્રોથી વધારે હોય. જો તમે પોતાના દુશ્મનોને મિત્ર બનાવવા માંગો છો તો તમારે નીચે લખાયેલી પંક્તિઓનું ઉચ્ચારણ કરવું જોઇએ.
 
गरल सुधा रिपु करहि मिताई।
गोपद सिंधु अनल सितलाई।।
 
પ્રેત આત્માઓથી છુટકારો મેળવવાઃ- નબળી ઇચ્છાશક્તિને કારણે ઘણા લોકો એવા હોય છે જે ખૂબ જ જલ્દી પ્રેત આત્માઓનો શિકાર બની જાય છે. આ મુશ્કેલીથી બચવા માટે રામચરિતમાનસની આ ચોપઇનો પાઠ અવશ્ય કરવો જોઇએ.
 
प्रनवउ पवन कुमार खल बन पावक ग्यान धुन।
जासु हृदय आगार बसहि राम सर चाप घर।।
 
પુત્ર પ્રાપ્ત કરવા માટેઃ- એક પુત્ર અને એક પુત્રી તે જીવનનો એક સફળ મંત્ર પણ છે. જો તમારી એક પુત્રી છે અને તમે બીજું બાળક પુત્રના સ્વરૂપમાં ઇચ્છો છો તો તમારે રામચરિતમાનસની આ ચોપઇનો પાઠ અવશ્ય કરવો જોઇએ.
 
प्रेम मगन कौशल्या निसिदिन जात न जान।
सुत सनेह बस माता बाल चरित कर गान।।
 
મનોકામના પૂર્ણ કરવા માટેઃ- તમારી ઘણા લાંબા સમયથી પોતાની મનોકામના પૂર્ણ થવાની રાહ જોઇ રહ્યા છો તો તમારે ચિંતા કરવાની કોઇ જ જરૂર નથી, રામચરિતમાનસની આ ચોપઇનો આ પાઠ કરવાની તમારી બધી જ મનોકામના પૂર્ણ થઇ જશે.
 
भव भेषज रघुनाथ जसु सुनहि जे नर अरू नारि।
तिन्ह कर सकल मनोरथ सिद्ध करहि त्रिसरारी।।
 
વિચારોમાં શુદ્ધતાઃ- જો તમે વિચારોમાં શુદ્ધતા ઇચ્છો છો, અને તમારી ઇચ્છા સાત્વિક વિચાર ધારણ કરવાની છે તો તમારે આ પંક્તિઓનું પઠણ કરવું જોઇએ.
 
ताके जुग पद कमल मनावऊं।
जासु कृपा निरमल मति पावऊं।।
 
ઈશ્વર પાસેથી ક્ષમા યાચના હેતુઃ- જો તમારાથી કોઇ મોટી ભૂલ થઇ ગઇ અથવા અજાણ્યામાં તમે કોઇ વ્યક્તિને કષ્ટ પહોંચાડ્યો હોય તો તમારે ઈશ્વર પાસેથી પોતાના આ દુષ્ટકૃત્ય માટે ક્ષમાં માંગવી જોઇએ. જેની માટે રામચરિતમાનસની આ ચોપઇનો પાઠ અવશ્ય કરવો જોઇએ.
 
अनुचित बहुत कहेउं अग्याता।
छमहु क्षमा मंदिर दोउ भ्राता।।
 
યાત્રાની સફળતા માટેઃ- જો તમે કોઇ સ્થાને જઇ રહ્યા છો અને તમારી ઇચ્છા છે કે, જે ઉદેશ્યની સાથે આ યાત્રા તમે કરી રહ્યા છો તે પૂર્ણ થઇ જાય છો તમારે રામચરિતમાનસની આ ચોપઇનો પાઠ અવશ્ય કરવો જોઇએ.
प्रबिसि नगर कीजै सब काजा।
हृदय राखि कौशलपुर राजा।।