Positive News

ધંધામાં નફો મેળવવા માટે આ મંદિરના સાંવરિયા શેઠને, ભક્તો બનાવે છે ભાગીદાર

 જ્યારે કોઈ વ્યક્તિ નવો વ્યવસાય શરૂ કરવા વિશે વિચારે છે, ત્યારે તેને એક વ્યાવસાયિક ભાગીદારની શોધ હોય છે, જે નિષ્ઠાવાન, મહેનતી અને પ્રામાણિક પણ હોય અને ભગવાન કરતાં આવું વધુ સારું કોણ હોય. હવે તમને આશ્ચર્ય થશે કે જો તમે કોઈ નવો વ્યવસાય શરૂ કરવાનું વિચારી રહ્યા હોવ અથવા વ્યવસાયમાં કોઈ સમસ્યા છે, તો પછી ભગવાન અહીં તમારા ધંધાનાં ભાગીદાર બની શકે છે.

ચિત્તોડગઢ, રાજસ્થાનમાં ભગવાન શ્રી કૃષ્ણનું મંદિર છે, જે મીરા બાઇ સાથે પણ સંકળાયેલું છે. અહીં, મીરાના ગિરિધર ગોપાલને બિઝનેસ પાર્ટનર હોવાથી શ્રદ્ધાળુઓ શેઠજી તરીકે પણ બોલાવે છે અને તેમને "સાંવરિયા શેઠ' પણ કહેવામાં આવે છે. પૌરાણિક કથા મુજબ, સાંવરિયા શેઠ જ મીરા બાઇનાં ગિરધર ગોપાલ છે, જેમની તેઓ રાત-દિવસ ભક્તિ કરતા હતા.
ભગવાન કૃષ્ણના અન્ય એક ભક્ત સંત દયારામ હતા. મીરા બાઇ જેવી તેમની પાસે પણ કૃષ્ણ-મૂર્તિ હતી. એક કથા મુજબ જ્યારે ઔરંગઝેબની સેના મંદિરો તોડી રહી હતી, ત્યારે સંત રામે પોતાની મૂર્તિઓને બચાવવા વડનાં વૃક્ષ નીચે ખાડો ખોદી તેમાં છુપાવી હતી. કેટલાક સમય પછી, સંત દયારામજીનું અવસાન થયુ.
પછી સં.1840 માં, રાજસ્થાનના મંડફિયા ગામના રહેવાસી ભોલારામને એક સ્વપ્ન આવ્યું કે, અહીં મૂર્તિઓ દાટવામાં આવી છે. પછી આ જ જગ્યાએ ખોદતાં 4 મૂર્તિઓ મળી આવી.
આ પછી, તમામ આસપાસના ગામોની સંમતિ સાથે આ ચાર મૂર્તિઓમાંની સૌથી મોટી પ્રતિમા ગામ ભાદસોડા લઈ જઈ અહીંના મંદિરમાં સ્થાપવામાં આવી, જેને સાંવરિયા મંદિર કહે છે.
એક કથા મુજબ, મંદિરમાં મુખ્ય મૂર્તિની પૂજા પ્રખ્યાત ભક્ત નરસિંહ મહેતા કરતા હતા. તેમની પુત્રીના લગ્નમાં શ્રીકૃષ્ણને હૂંડી લખી હતી અને ભગવાન સ્વયં સાંવરિયા શેઠ તરીકે ત્યાં પહોંચ્યા હતા અને લગ્ન કરાવ્યા હતા. તેથી, અહીં ભગવાન સાંવરિયા શેઠ તરીકે ઓળખાયા. બીજી વાત એ છે કે વેપારીઓ તેમના વ્યવસાયમાં નફા માટે અહીં ભગવાનને ભાગીદાર બનાવે છે અને તેઓ તેમની હૂંડી, ચેક, રોકડ અને એકાઉન્ટ્સનો એક ભાગ પણ બનાવે છે. વ્યવસાયમાં ભાગીદાર હોવાથી અહીં ભગવાન શ્રીકૃષ્ણ શેઠ કહેવાય છે.
 

નોંધ : આ વેબસાઇટમાં મુકવામાં આવતી માહિતી, લેખો, જાહેરાત તથા રીત અમને મળેલ માહિતીને આધારે છાપવામાં આવે છે. જે તે વ્યકિતએ માહિતી લેખ કે રીતનો ઉપયોગ કરતાં પહેલા પૂરે પૂરી ચકાસણી કરવી. નહીંતર માહિતી, લેખ, જાહેરાત કે રીત દ્વારા કોઇપણ વ્યકિત ગેરમાર્ગે દોરાઇ તો તેની જવાબદારી જે તે વ્યકિતની રહેશે.
Loading...

Releated Post