દરરોજ રાત્રે આ કામમાં ગર્લ્સને પડે છે ઘણી તકલીફ

29 Jun, 2018

જ્યારે રાત્રીના મેકઅપ ઉતારવાનો વારો આવે છે ત્યારે એ કામ તેઓને ખૂબ અઘરું લાગે છે. તો આવો અમે તમને કેટલીક ટીપ્સ, બતાવીએ જેની મદદથી તમે આસાનીથી પોતાનો આઇ મેકઅપ ઉતારી શકો છો. આંખો પર કરવામા આવતો મેકઅપ ઘસીને કે માત્ર પાણીથી ન કાઢવો જોઈએ. તેના માટે તમારે સારા મેકઅપ રિમુવર પ્રોડક્ટનો ઉપયોગ કરવો જોઈએ. જો એ તમારી પાસે ન હોય તો ઘરે રાખેલો સામાન વાપરી શકો અને પોતાની આંખોની ખૂબસૂરતી અને ઉંમર વધારી શકો છો. આંખોનો મેકઅપ ઉતારવા માટે એ પ્રોડક્ટ વાપરવી જોઈએ જે તમારી આંખો માટે સુરક્ષિત હોય. કેટલાક રિમૂવર્સમાં કેમિકલના તત્વો હોય છે, જે તમારી આંખોની ત્વચા પર રિએક્શન લાવી શકે છે.

જેનાથી તમને સ્કીન એલર્જી થઈ શકે છે અને ત્વચા પર ઝીણી ફોલ્લી કે લાલ થઈ શકે છે. જો તમે કોન્ટેક્ટ લેન્સ વાપરતા હો તો, કેટલીક ખાસ વાતોનું તમારે ધ્યાન રાખવું જરૂરી છે, જેમ કે તમારે મેકઅપ રિમુઅરનો ઉપયોગ કરવો ન જોઈએ જે ઓઇલ બેઝ્ડ હોય. તેલ એક કુદરતી મેકઅપ રિમુઅર છે, મનરલ તેલ સારો વિકલ્પ છે, જે મેકઅપ ઉતારવાના કામમાં આવે છે. આ સુરક્ષિત હોવાથી મોટાભાગે તમામ પ્રકારની સ્કીન પર લગાવી શકાય છે. સાથે સાથે બેબી ઓઇલ પણ એક સારો વિકલ્પ છે, જે પ્રફ્યુમ્ડ સાથે મિનરલ ઓઇલ હોય છે. તેલથી આંખોનો મેકઅપ ઉતારવાનો ઉપાય માત્ર એ સંજોગોમાં કરવો જોઈએ, જ્યારે તમે કોન્ટેક્ટ લેન્સનો ઉપયોગ કરો. ટીયર ફ્રી બેબી શેમ્પુનો ઉપયોગ આંખોના લાઇનર, શેડો, મસ્કરા હટાવવા ખૂબ સારું છે. જો તમે રોજ આંખોનું મેકઓવર કરતા હો, તો તમારા માટે આઇ મેકઅપ રિમુઅર એક મોંઘું સાધન બની જશે અને એવામાં એક કોઈ દર્દ કે ખર્ચા રહિત ઉપાય બેબી શેમ્પુ છે. બેબી શેમ્પુથી મેકઅપ ઉતારતી વખતે ઠંડા પાણીને બદલે નવશેકા પાણીનો ઉપયોગ કરો. પરંતુ ધ્યાન રહે કે નોન ટીયર શેમ્પુનો ઉપયોગ ન કરતા. એ તમારી આંખોને નુકસાન પહોંચાડી શકે છે.