દરેક સ્ત્રીએ સાચવી રાખવા જેવી, દાદીમાના નુસખા જેવી 15 કિચન ટિપ્સ

29 Nov, 2014

અવનવી રસોઈ તો દરેક સ્ત્રીઓ બનાવી જાણે છે, પણ તેમાં સ્માર્ટ ગૃહિણી તો એ જ છે જે રસોઈની સાથે તેની કળા પણ જાણે છે. ઘણી વખતે રસોઈમાં ઝાઝી સમજ ન પડવી, કિચન સહિત તમામ જ્ગ્યાઓએ સાફ-સફાઈનો અભાવ જેવી બાબતો પણ તમારી પ્રશંસામાં દાગ લગાવી દે છે. આજે અમે તમને દાદીમાના નુસખા જેવી જોરદાર અને ખુબ જ ઉપયોગી 15 કિચન ટિપ્સ આપવાના છીએ. જેને ચોક્કસથી તમારે સાચવી રાખવા જેવી છે. આ નાની-નાની વાતો તમારા રસોઈને સરળ અને સ્વાદિષ્ટ બનાવી શકે ચે. આ તમને મદદરૂપ થાય તેવી 15 કિચન ટિપ્સ છે, જેનો ઉપયોગ કરીને તમે બની શકો છો સ્માર્ટ વુમન.
1. શાક વધારે સ્વાદિષ્ટ બનાવવા માટે શાકમાં શીંગદાણા અથવા તલ નાખવા.
2. ખાંડની ચાસણી બનાવતી વખતે એમાં ઘીનાં થોડા ટીપા ઉમેરી દેવા.
3. ખીચડીને વધારે હેલ્થી અને સ્વાદિષ્ટ બનાવવા ખીચડીમાં ગાજર, વટાણા, કાંદા, ટામેટાં નાખી શકાય.
4. ડુંગળીને ઝડપથી ફ્રાય કરવા તેમાં થોડું મીઠું ઉમેરવું.
5. શાકની ગ્રેવી ઘટ કરવા, શાકમાં છૂંદેલા બટાકા, ખમણેલૂ નાળિયેર અથવા પાણીમાં કોર્ન ફ્લોર પલાળીને ઉમેરવું.
6. પુરીનાં લોટમાં 2 થી 3 બ્રેડ સ્લાઈસ પલાળીને નાખવાથી પુરી વધુ સ્વાદિષ્ટ બનશે.
7. દહીં ખાટું થઈ ગયું હોઇ તો, એમાં થોડું પાણી ઉમેરીને 3 થી 4 કલાક ફ્રીજમાં રાખવું. ત્યાર બાદ પાણી કાઢીને પછી દહીં વાપરવું.
8. રોટલી અથવા પરાઠાને વધારે તેલ વાપર્યા વગર સોફટ કરવા લોટમાં થોડું દહીં નાખવું.
9. ગળ્યા બિસ્કીટને લાંબા સમય માટે તાજા રાખવા માટે ડબ્બામાં થોડી ખાંડ ભભરાવીને બિસ્કીટ રાખવા.
10. ઘીના ડબ્બામાં ખાંડ ભભરાવાથી ઘી લાંબા સમય માટે ત્તાજુ રેહશે.
11. ખાટી છાસને સામાન્ય કરવા માટે એમાં થોડું દૂધ ઉમેરવું.
12. ચોખાના ડબ્બામાં પુદીનાના પાન અથવા લસણ રાખવાથી ચોખા આખા વર્ષ તાજા રેહશે.
13. આદું-મરચાંની પેસ્ટમાં મીઠું નાખવાથી પેસ્ટ તાજી રેહશે.
14. રોટલીનો લોટ એક દોઢ કલાક અગાઉ બાંધવાથી રોટલીઓ વધુ નરમ બનશે.
15. કચોરીને તળતા પેહલા એમાં 2-3 નાના કાણા પાડવાથી કચોરી ફાટશે નહી.