સેલેબ્સ આ રીતે કરવાના છે નવા વર્ષની ઉજવણી, જાણો તેમના સિક્રેટ પ્લાનસ એક ક્લિકે

29 Dec, 2014

2015ની ઉંઘી ગણતરી શરૂ થઈ ગઈ છે. નવા વર્ષની ઉજવણી કરવા માટે બોલિવૂડ સેલેબ્સે તેમના સંબંધીઓ સાથે વિદેશ જવાની તૈયારી શરૂ કરી દીધી છે. ઘણાં સેલેબ્સે ટ્રીપ પ્લાન કરી લીધી છે તો ઘણાં સેલેબ્સ શૂટિંગમાં વ્યસ્ત હોવાથી તેઓ ઘરથી દૂર જ ન્યૂ યરની ઉજવણી કરવાના છે. જાણો બોલિવૂડ સેલેબ્સે ન્યૂ યરની ઉજવણી માટે કેવા કેવા પ્લાન કરીને રાખ્યાં છે....

શાહરૂખ ખાન
શાહરૂખ આ વર્ષે દુબઈમાં નવા વર્ષની ઉજવણી કરવાનો છે. ગૌરી અને તેની દિકરી સુહાના પહેલેથી જ દુબઈમાં તેમના આવેલા ઘરે છે અને ત્યાં તેમણે એક પાર્ટીનું પ્લાન કર્યું છે. શાહરૂખના દિકરા આર્યન પણ ટૂંક સમયમાં જ તેમના પરિવાર સાથે આવી જશે.

હ્રિતીક રોશન
હ્રિતીક રોશનના બંને દિકરા રિદાન અને રેહાન પાછલા સપ્તાહે જ તેમના પિતાને મળવા દુબઈ ગયા હતાં. ત્યાં એક કોમર્શિયલ શૂટના કારણે હ્રિતીક તેના પરિવાર સાથે દુબઈમાં જ રોકાયા છે. હ્રિતીકની સાથે તેની માતા પીન્કી અને પિતા રાકેશ રોશન પણ છે.

શ્રીદેવી અને બોની કપૂર
શ્રીદેવી તેના પ્રોડ્યુસર પતિ બોની કપૂર અને દિકરીઓ જ્હાનવી અને ખુશી સાથે દુબઈ પહોંચી ગયા છે. ત્યાં તે તેના પરિવાર સાથે જ નવા વર્ષની ઉજવણી કરશે

રણબીર કપૂર અને કેટરિના કેફ

રણબીર કપૂર અને કેટરિના કેફ લંડન માટે રવાના થઈ ગયા છે. આ બંને કેટરિનાના પરિવાર સાથે ન્યૂયર મનાવશે. માનવામાં આવી રહ્યું છે કે આ સમયે રણબીર કેટરિનાની માતા સાથે તેમના લગ્નની વાત પણ કરી શકે છે.

અનુષ્કા શર્મા અને વિરાટ કોહલી
અનુષ્કા શર્મા અને ક્રિકેટર બોયફ્રેન્ડ સાથે નવુ વર્ષ મનાવવા ઓસ્ટ્રેલિયા પહોંચી ગયા છે. વિરાટ અહિં મેલબર્નમાં ચાલી રહેલી ટેસ્ટ મેચમાં છે.

આલિયા ભટ્ટ અને સિદ્ધાર્થ મલ્હોત્રા
આજકાલ એકબીજાની નજીક આવેલા સ્ટૂડન્ટ ઓફ ધી યરના કો-સ્ટાર આલિયા ભટ્ટ અને સિદ્ધાર્થ મલ્હોત્રા પણ ન્યૂ યર પ્લાન કરી રહ્યાં છે. બંને ટૂંક સમયમાં જ ન્યૂયોર્ક માટે રવાના થવાના છે.

સેફઅલી ખાન અને કરીના કપૂર
સામાન્ય રીતે વિદેશમાં સેલીબ્રેશન કરનાર સેફઅલી ખાન અને તેમની પત્ની કરીના કપૂર આ વખતે ન્યૂ યર મનાવવા સ્વિત્ઝરલેન્ડ જવાના છે.

દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ
દીપિકા તેના પરિવાર સાથે ન્યૂ યરની ઉજવણી માટે બ્રેક લઈને માલદીવ્સ ગઈ છે. તેના કો-સ્ટાર અને તેના સારા મિત્રો પણ તેની સાથે હશે. રણવીર સિંહ પણ કામમાંથી બ્રેક લઈને ત્યાં જાય તેવી શક્યતા છે.

વરુણ ધવન અને શ્રદ્ધા કપૂર
શ્રદ્ધા કપૂર અને વરુણ ધવન હાલ લોસએંજલિસમાં તેમની અપકમિંગ ફિલ્મ 'એબીસીડી 2'નું શૂટિંગ કરી રહ્યાં છે. આમ આ વર્ષે તેઓ ફિલ્મની કાસ્ટ અને ક્રૂ સાથે જ નવા વર્ષની ઉજવણી કરવાના છે.

અક્ષય કુમાર અને ટ્વિન્કલ ખન્ના
અક્ષય આ વખતે નવા વર્ષની ઉજવણી તેના પરિવાર સાથે સાઉથ આફ્રિકામાં કરવાના છે.

પ્રિયંકા ચોપરા અને રણદીપ હુડ્ડા તેમના પરિવાર સાથે જ નવા વર્ષની ઉજવણી કરવા ગોવા જવાના છે. જેકલની બહરીન જવાની છે. જ્યારે ડિરેક્ટર ફરાહ ખાન તેના પતિ શિરીષ અને બાળકો સાથે લંડનમાં નવા વર્ષની ઉજવણી કરવાના છે. અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા પણ નવા વર્ષની ઉજવણી કરવા માટે વિદેશ જવા રવાના થઈ ગયા છે પરંતુ તેઓ ક્યાં ગયા છે તે વિશે હજુ કોઈ ખુલાસો થયો નથી.