નાના-મોટા બધાની પસંદ, પાંચ પ્રકારના મસાલેદાર પફની રેસિપી

24 Nov, 2014

આજે અમે તમારી માટે તમારા જ મનપસંદ પફની રેસિપી લઈને આવ્યા છીએ. સામાન્ય રીતે આપણને પફનું નામ સાંભળતા જ આપણી ફેવરેટ બેકરી અથવા તો કોલેજની કેન્ટિન યાદ આવી જાય છે. કારણ કે, દરેક કેન્ટિનમાં તમને પફ તો જોવા મળે જ. હવે તમારો આ મસ્તમજાનો મસાલેદાર પફ તમે તમારા ઘરે જ બનાવી શકો છો. અમે તમારા માટે પાંચ અલગ-અલગ પ્રકારના પફની રેસિપી લઈને આવ્યા છીએ. જેમાં વેજ પફ, એગ પફ અને સ્વીટ પફ જેવી વેરાયટીનો સમાવેશ કરવામાં આવ્યો છે. સામાન્ય રીતે પફમાં તમે તમારૂં મનપસંદ સ્ટફિંગ ભરી શકો છો. બસ તો આજે આ પાંચ પ્રકારના પફની રેસિપી નોંધી લો, ત્યારબાદ તમારા રસોડે કરો નવા નવા અખતરા.

પોટેટો પફ-
 
સામગ્રી-
 
-3 થી 4 નંગ મધ્યમ કદના બટાટા બાફેલા
-1 મોટા કદની ડુંગળી
-1 ટેબલસ્પૂન વટામા
-3 થી 4 નંગ લીલા મરચાં
-1 ડાળખી મીઠો લીમડો
-3 થી 4 કળી લસણની
-1 નાનો ટુકડો આદુંનો
-લીંબુનો રસ
-મીઠું સ્વાદાનુસાર
-ગરમ મસાલો
-1 પેકેટ પેસ્ટ્રી સીટ
 
રીત-
 
સૌપ્રથમ બાફેલા બટાટાના કટકા કરી લો. ત્યાર બાદ ડુંગળીને ઝીણી સમારી લો. આદું-મરચાં-લસણની પેસ્ટ કરી લો. હવે એક નોન સ્ટિક પેનમાં તેલ ગરમ કરો. તેલ ગરમ થાય એટલે તેમાં જીરૂં અને મીઠો લીમડો ઉમેરો. જીરૂં લાલ થાય એટલે તેમાં તૈયાર કરેલી પેસ્ટ ઉમેરીને સાંતળો. લગભગ એકાદ મિનિટ માટે સાંતળો. ત્યાર બાદ તેમાં ડુંગળી ઉમેરીને લાઈટ બ્રાઉન રંગની થાય ત્યાં સુધી સાંતળો. હવે તેમાં લીલા વટાણા, બટાટા, ગરમ મસાલો, મીઠું, લીંબુનો રસ અને ખાંડ ઉમેરીને બરાબર મિક્ષ કરી લો. હવે આ મિશ્રણને ઢાંકીને લગભગ એકથી બે મિનિટ માટે ચઢવા દો. જ્યારે તેમાંથી એક સરસ મજાની સુગંધ આવવા લાગે ત્યારે સમજવું કે, સ્ટફિંગ તૈયાર છે. હવે પફ બનાવવા માટે સૌપ્રથમ પેસ્ટ્રી સીટને ડિફ્રોઝ કરો. કારણ કે, તેને ફ્રિઝરમાં મૂકવામાં આવ્યા હોય છે. આથી પફ બનાવવાના એક કલાક પહેલા તેને ફ્રીજમાંથી કાઢીને મૂકી દેવી. દરેક સીટને ત્રણ રેક્ટેગ્યુલર શેપમાં કટ કરી લો. આ રીતે ટોટોલ છ સિંગલ શીટમાંથી 18 રેક્ટેગ્યુલર પીસ તૈયાર થશે. તમારું પફ માટેનું સ્ટફિંગ ઠંડુ થઈ ગયું હશે. એટલે હવે તમારી બેકિંગ ડિશ તૈયાર કરી લો. આ ડિશને એલ્યુમિનિયમ ફોઈલથી કવર કરી લો. અને તેને સ્લાઈટલી ગ્રીસ કરી લો. હવે એક રેક્ટેગ્યુલર સીટ લો. તેના મધ્યમાં એક ચમચી જેટલું સ્ટફિંગ મૂકો. હવે તેને ટ્રાયગંલ શેપમાં ફોઈલ કરીને સીલ કરી લો. આ રીતે બધી જ પેસ્ટ્રી પફ તૈયાર કરી લો. ત્યાર બાદ તેને બેકિંગ ડિસ પર થોડા-થોડા અંતરે મૂકી દો. હવે પ્રીહિટ ઓવનમાં આ પફને 450 ડિગ્રી સેલ્સિયસ તાપમાને પાંચ મિનિટ માટે બેક કરી લો. પફ ક્રિસ્પી અને બ્રાઉન રંગના થઈ જાય એટલે તેને બહાર કાઢી લો. એ વાતનું ધ્યાન રાખવું કે, તે બળી ના જાય. બસ તૈયાર છે સ્વાદિષ્ટ પફ, ગરમા-ગરમ પફને કટ કરીને ટોમેટો સોસ સાથે સર્વ કરો. 
 
વેજ પફ-
 
સામગ્રી-
 
-1 નંગ પફ પેસ્ટ્રી સીટ
-1 કપ મિક્ષ વેજિટેબલ સમારેલા(ગાજર, વટાણા, બીન્સ વગેરે)
-1 નંગ ડુંગળી
-1 નંગ ટામેટું
-1/2 ટીસ્પૂન આદું-લસણની પેસ્ટ
-1 ટીસ્પૂન જીરૂં-1 ટીસ્પૂન લાલ મરચું પાવડર
-1/2 ટીસ્પૂન ગરમ મસાલો
-1/8 ટીસ્પૂન હળદર
-2 થી 3 ટેબલસ્પૂન કોથમીર
-તેલ જરૂર મુજબ
-મીઠું સ્વાદાનુસાર
 
રીત-

સૌપ્રથમ ગાજર, વટાણા, કેપ્સિકમ, બીન્સ જેવા મિક્ષ વેજિટેબલને થોડુંક જ પાણી ઉમેરીને ત્રણેક સીટી વગાડી લો. હવે એક નોન સ્ટિક પેનમાં તેલ ગરમ કરો.
તેલ ગરમ થાય એઠલે તેમાં જીરૂં ઉમેરો. જીરૂં લાલ થાય એટલે તેમાં ડુંગળી ઉમેરીને એકાદ મિનિટ માટે સાંતળો. ત્યાર બાદ તેમાં આદું-લસણની પેસ્ટ ઉમેરીને બીજી એકાદ મિનિટ સાંતળો. ત્યાર બાદ તેમાં મિક્ષ વેજિટેબલ અને ટામેટા ઉમેરીને બરાબર મિક્ષ કરી લો. હવે તેમાં બધા જ મસાલા ઉમેરીને ફરીથી બરાબર મિક્ષ કરી લો. બધા જ શાકભાજી ચઢીને મેશી થઈ જાય ત્યાં સુધી તેને ચઢવા દો. છેલ્લે તેમાં મીઠું ઉમેરીને બરાબર મિક્ષ કરીને ઠંડુ થવા દો. હવે ઓવનને 220 ડિગ્રી સેલ્સિયસ તાપમાને પ્રીહિટ કરી લો. પેસ્ટ્રી સીટને પણ તેના કવર પર આપેલી સૂચનાઓ મુજબ ડિફ્રીજ કરી લેવી. હવે આ પેસ્ટ્રી સીટને લંબચોરસ કટ કરી લો. તેમાં બે ચમચી જેટલું સ્ટફિંગ ભરીને સીલ કરી લો. આ રીતે બધી પેસ્ટ્રી તૈયાર કરી લો. બેકિંગ ટ્રે પર એલ્યુમિનિયમ ફોઈલ લગાવી દો. અને હવે તેના પર તેલ લગાવીને ગ્રીસ કરી લો. તૈયાર કરેલા પફ તેમાં અમુક અંતર રાખીને ગોઠવી દો. આ પફ પર બ્રેશ વડે ઘી લગાવી લો. હવે આ પફને પ્રીહિટેડ ઓવનમાં 15 થી 20 મિનિટ માટે ગોલ્ડન બ્રાઉન રંગના થાય ત્યાં સુધી બેક કરી લો. ગરમા-ગરમ પફને તમે ચા સાથે પણ સર્વ કરી શકો છો.
 
ચીલી ગ્રીન પીસ પફ-
 
સામગ્રી-
 
-1 કપ બાફીને મેશ કરેલા વટાણા
-1/4 કપ પનીરનું છીણેલું
-2 નંગ કેપ્સિકમ સમારેલા
-1/4 ટીસ્પૂન લાલ મરચું પાવડર
-1/2 ટીસ્પૂન લસણ સમારેલું
-મીઠું સ્વાદાનુસાર
-પેસ્ટ્રી પફ સીટ
 
રીત-
 
સૌપ્રથમ ઓવનને 400 ડિગ્રી ફેરનહિટ પર પ્રીહિટ કરી લો. ત્યાર બાદ એક મોટા મિક્ષિંગ બાઉલમાં સીટ સિવાયની બધી જ સામગ્રી ઉમેરીને બરાબર મિક્ષ કરી લો. બધી જ સામગ્રી એકરસ થઈ જાય એ રીતે મિક્ષ કરો. હવે પેસ્ટ્રી સીટને લંબચોરસ કટ કરી લો. તૈયાર કરેલા સ્ટફિંગમાંથી બે ચમચી તેમાં મૂકો. હવે સીટને સીલ કરી દો. બેકિંગ ટ્રે પર સિલ્વર ફોઈલ લગાવીને તેને ગ્રીસ કરી લો. તૈયાર કરેલા પફ તેના પર થોડાક થોડાક અંતરે ગોઠવી દો. ત્યાર બાદ તેને 7 થી 8 મિનિટ માટે બેક કરો. લાઈટ બ્રાઉન રંગના અને ક્રિસ્પી થાય ત્યાં સુધી બેક કરો. ત્યાર બાદ ગરમા-ગરમ પફને સર્વ કરો.
 
સ્વીટ પફ-
 
સામગ્રી-
 
-2 કપ નાળિયેરનું છીણ
-1 કપ ખાંડ
-1/2 કપ ગોળ અથવા બ્રાઉન સુગર
-1 ટીસ્પૂન ઈલાયચી પાવડર
-1 પેકેટ પેસ્ટ્રી પફ સીટ
 
રીત-
 
સૌપ્રથમ પેસ્ટ્રી પફ માટેની સીટને ડિફ્રીજ કરી લો. નાળિયેરની છીણી લો. હવે એક નોન સ્ટિક કડાઈને ગરમ કરો. તેમાં નાળિયેરનું છીણ, ખાંડ અને ગોળ અથવા બ્રાઉન સુગર ઉમેરીને બરાબર મિક્ષ કરો. એક ચમચી પાણી ઉમેરીને બરાબર મિક્ષ કરીને ચઢવા દો. કડાઈ જાડા તળિયાવાળી લેવી. ધીમા તાપે મિશ્રણને હલાવતા રહો. સતત હલાવતા રહો જેથી મિશ્રણ તળિયે ચોંટે નહી. લગભગ પંદરથી સત્તર મિનિટમાં મિશ્રણ ઘટ્ટ થશે. ત્યાં સુધી તેને સતત હલાવતા રહો. ત્યાર બાદ તેમાં ઈલાયચી પાવડર ઉમેરીને બરાબર મિક્ષ કરીને ગેસ બંધ કરી લો. આ મિશ્રણને ઠંડુ થવા દો. હવે પેસ્ટ્રી પફ માટેની સીટ લો. તેને રેક્ટેગ્યુલર શેપમાં કટ કરી લો. હવે તેના પર તૈયાર કરેલા સ્ટફિંગમાંથી બે ચમચી મૂકો. અને ફરી સીલ કરી લો. આ રીતે જ બધા પફ તૈયાર કરો. હવે એક નોન સ્ટિક બેકિંગ ટ્રે પર આ પફને ગોઠવી દો. 25 મિનિટ માટે તેને બેક કરો. ગોલ્ડન બ્રાઉન રંગના થાય ત્યાં સુધી. ત્યાર બાદ તેને બહાર કાઢીને ગરમ અથવા તો ઠંડા કરીને સર્વ કરો.

Loading...

Loading...