હું ત્રણ બાબતો માટે જાણીતો છું...રીલિઝ થયું અઝહરનું TEASER

25 May, 2015

ઈમરાન હાશ્મી સ્ટારર આગામી ફિલ્મ 'અઝહર' ટીજર રીલિઝ થઈ ગયું છે. આ ટીજરમાં અઝહર(ઈમરાન હાશ્મી) પોતાને દર્શકો સામે ઈન્ટ્રોડ્યુસ કરી રહ્યો છે. તે કહી રહ્યો છે કે 'મેં તીન ચીજો કે લિયે ફેમસ હું...એક ખુદા કો માનતા હું...દો શાદી હુઈ હૈ મેરી ઔર તીન મેચ ફિક્સ કરને કા ઈલ્ઝામ હૈ મુજ પર '. આ સાથે જ ઈમરાને ફિલ્મની રીલિઝ ડેટ પણ જાહેર કરી છે. તે કહે છે,'મેં અઝહર..મેરી કહાની 13 મે 2016'.


ઉલ્લેખનીય છે કે,ટોની ડિસુઝાના નિર્દેશનમાં બની રહેલી આ ફિલ્મ ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ સુકાની મહમ્મદ અઝહરૂદ્દીનની બાયોપિક છે. ફિલ્મનું નિર્માણ એકતા કપૂર કરી રહી છે. મીડિયા અહેવાલોનું માનીએ તો પ્રાચી દેસાઈ અઝહરની પ્રથમ પત્ની નૌરીન અને બીજી પત્ની સંગીતા બિજલાણીની ભૂમિકામાં જોવા મળે એવી સંભાવના છે.
 
થોડાં દિવસો પહેલા જ ફિલ્મનો ફર્સ્ટલૂક રીલિઝ કરવામાં આવ્યો હતો. જેમાં ઈમરાન હાથમાં બેટ લઈ પેવેલિયનમાંથી મેદાનમાં જોવા મળતો હતો. જેમાં એક તરફ તેના ચાહકોની દિવાનગી જોવા મળી રહી છે જ્યારે બીજી તરફ આગની જ્વાળાઓ મેચ ફિક્સિંગ બાદ ચાહકોનો ગુસ્સો જાહેર કરી રહી છે.