માત્ર આ 8 વસ્તુઓનું કરો સેવન, સેક્સ લાઈફમાં આવેલી નબળાઈ થશે દૂર

09 Jun, 2015

આજકાલના ભાગદોડભર્યા જીવનમાં લોકોને અનેક સમસ્યાઓ ઘેરી લેતી હોય છે જેમાં સૌથી અંગત સમસ્યા હોય છે સેક્સ જીવનની. આજકાલની ખાણી-પીણી, વધતી ઉંમર, તણાવ અને અન્યો કારણોસર લોકો સેક્સ લાઈફમાં નિરસતા દાખવે છે. જેના નિવારણ માટે લોકો આધુનિક દવાઓનો ઉપયોગ કરે છે જે લાંબાગાળે ભારે નુકસાન કરે છે. જેથી આજે અમે એ તમામ લોકો માટે ખાસ પ્રકારનું સેક્સ ડાયટ લઈને આવ્યા છે. જે અનુસરવાથી ચોક્કસપણ તમારી સેક્સ લાઈફ ફરીથી જીવંત થઈ ઉઠશે.

 સેક્સ ડાઇટને અપનાવીને તમે તમારી સેક્સ લાઇફને સુધારી શકો છો. સેક્સ એક કસરત છે જે તમને ફીટ રાખે છે, રોગપ્રતિકારક ક્ષમતા વધારે છે, સ્ટ્રેસને દૂર કરે છે, હૃદય રોગથી બચાવે છે અને પ્રજનન ક્ષમતાને વધારે છે. સેક્સ ડાયટમાં તે આહાર સામેલ થાય છે જે, તમને ફીટ અને યૌન સક્રિય રાખે છે અને આ એકદમ સરળ સેક્સ ડાયટ છે.
 
એલચી-આમ તો એલચીનો ઉપયોગ પ્રાચીન સમયથી અનેક ઔષધીઓમાં કરવામાં આવ્યો છે અને એલચીમાં અદભુત ગુણો પણ સમાયેલા છે. જેથી આજે પણ લોકો કોઈને કોઈ રીતે એલચીનો ઉપયોગ કરે જ છે પરંતુ તમને જાણીને આશ્ચર્ય થશે કે એલચીને એક પ્રબળ કામોદ્દીપક મસાલાના રૂપમાં ઓળખવામાં આવે છે, પરંતુ આ તે પુરૂષો માટે ફાયદાકારક છે જે નપુસંક છે. જેથી જે પુરૂષોમાં કામાત્તેજના ઓછી હોય તેમણે એલચીનો ઉપયોગ કરવો જ જોઈએ. જુના જમાનામાં રાજા લોકો પોતાના ભોજનમાં ઇલાયચી વધુ નાખીને ખાતા હતા જેથી તેમને વધુ બાળકો પેદા થાય.
 
ઓસ્ટર-ઓસ્ટર એક પ્રકારની ફિશ છે. જે પુરૂષોના સેક્સ હોર્મોન્સને વધારે છે. જેથી ખોરાકમાં એસ્ટર ફિશમાં અવશ્ય સામેલ કરવું. આમાં જિંકની માત્રા ભરપૂર પ્રમાણમાં હોય છે.
 
સ્ટ્રોબેરી-સ્ટ્રોબરી નાના-મોટા સૌને ભાવતું ફળ છે પરંતુ બહુ ઓછા લોકો તેના ફાયદાઓ વિશે જાણે છે. સ્ટ્રોબેરી માત્ર હાર્ટ માટે જ નહીં પરંતુ સંપૂર્ણ સ્વાસ્થ્ય માટે ગુણકારી માનવામાં આવે છે. સાથે સેક્સ ડાયટમાં જો સ્ટ્રોબેરી ખાવામાં આવે તો તે સેક્સ જીવનને જીવંત બનાવી દે છે. સ્ટ્રોબેરીના સેવનથી ઉત્તેજના વધે છે.
 
પાલક-પાલકને સુપર ફુડ માનવામાં આવે છે સાથે જ તેના ફાયદા પણ અગણિત છે પરંતુ તમને જણાવી દઈ કે માત્રા સ્વાસ્થ્ય માટે જ નહીં પરંતુ સારી સેક્સ લાઈફ માટે પણ પાલક બહુ જ ફાયદાકારક હોય છે. પાલકના નિયમિત સેવનથી શરીર તાકાતવાન બને છે અને રોગો દૂર રહે છે. સાથે જ તે સેક્સ ક્ષમતાને બળ આપે છે. તેમાં ભરપૂર વિટામિન, પ્રોટીન અને મિનરલ્સ હોય છે.
 
ઓટમીલ -ઓટમીલ એક બહુ જ હેલ્ધી ફુડ છે અને સેક્સ ક્ષમતાને વધારવા માટે પણ ઓટમીલ બહુ ફાયદાકારક માનવામાં આવે છે. ખાસ કરીને પુરૂષોના સેક્સ હોર્મોન્સ વધારે છે. જેથી દરરોજ ઓટમીલ સવારના નાસ્તામાં લેવું જ જોઈએ.
 
અળસી-આમ અળસીના બીજ સ્વાસ્થ્ય માટે બહુ ફાયદાકારક હોય છે. રોજ એક ચમચી અળસી ખાવાથી પુરૂષોના નબળા અંગોને બળ મળે છે અને પુરૂષોના સેક્સ હોર્મોન્સ વચ્ચે સંતુલન જળવાઈ રહે છે. સાથે જ શિશ્નમાં આવેલી નબળાઈ ફરી જીવંત બને છે. જેથી સ્ત્રી-પુરૂષ બન્ને અળસીના બીજ ખાઈ શકે છે.
 
રેડ વાઇન-જો સેક્સ કરવાની ઈચ્છાને ઝડપથી પ્રજ્વલિત કરવી હોય તો રેડ વાઇન અને ચીજને એક સાથે ખાવું. તમારા સેક્સ હર્મોન્સ ઝડપથી વધશે.
 
ડાર્ક ચોકલેટ-ડાર્ક ચોકલેટ સ્વાસ્થ્ય માટે બહુ ફાયદાકારક હોય છે એ વાત તો તમે જાણતા જ હશો પરંતુ સેક્સ જીવનને હમેશા પ્રજ્વલિત રાખવા માટે પણ ડાર્ક ચોકલેટ ખાવી બહુ જ જરૂરી છે. જેથી તમારા ફ્રિજમાં હંમેશા ડાર્ક ચોકલેટ રાખો કારણ કે ચોકલેટને સેક્સ ઉત્પ્રેરકના રૂપમાં ઓળખવામાં આવે છે. કારણ કે ડાર્ક ચોકલેટમાં કેટલાક એવા તત્વ હોય છે જો કે મગજમાં રહેલાં સેક્સ હોર્મોન્સના સ્ત્રાવને વધારે છે. સામાન્ય રીતે ડાર્ક ચોકલેટ સેક્સની ઇચ્છાને વધારે છે.