ઠંડીમાં રોજ 2 કેળા ખાવાથી મળશે 12 Health Problemsથી છુટકારો, અપનાવો!

05 Dec, 2014

Two‘bananas’ a day keep a doctor away, જી હાં, માત્ર સફરજન જ નહીં પરંતુ દિવસમાં બે કેળા પણ તમને ડોક્ટરથી દૂર રાખી શકે છે. અમે તમને દિવસમાં બે કેળા ખાવાના ફાયદા બચાવવાનું શરૂ કરીએ તે પહેલાં જાણી લો કે કેળા ખાવાથી કોઈ જાડું થતું નથી આ માત્ર એક માન્યતા છે. કેળું ખાવાથી તરત જ એનર્જી મળે છે. કેળામાં ફાઈબર અને ત્રણ જાતની શૂગર હોય છે- સુક્રોઝ, ફ્રુક્ટોઝ અને ગ્લૂકોઝ.

 
એક રિસર્ચ મુજબ 90 મિનિટના વર્કઆઉટ માટે બે કેળા તમને ભરપૂર ઊર્જા આપી શકે છે. આ જ કારણથી એથલીટ્સ કેળા અવશ્ય ખાય છે. એનર્જી લેવલ વધારવાની સાથે કેળામાંથી વિટામિન્સ પણ મળે છે. દિવસમાં બે કેળા ખાવાથી તમારા શરીર સંબંધી 12 પરેશાનીઓ દૂર થઈ શકે છે.
 
1.ડિપ્રેશન
 
એક રિસર્ચમાં જાણવા મળ્યું છે કે ડિપ્રેશનના દર્દી જ્યારે કેળા ખાય છે તો તેમને આરામ મળે છે. હકીકતમાં કેળામાં પ્રોટીન હોય છે જે તમને રિલેક્સ અનુભવ કરાવે છે અને તમારા મૂડને પણ ઝડપથી સારું કરે છે. કેળામાં વિટામિન બી6 પણ હોય છે જેના કારણે શરીરમાં બ્લડ ગ્લૂકોઝ લેવલ સારું રહે છે.
 
2.એનિમિયા
 
કેળામાં આયરન ભરપૂર પ્રમાણમાં હોય છે જેથી કેળા ખાવાથી શરીરમાં બ્લડ હિમોગ્લોબિનની કમી દૂર થાય છે. જે લોકોમાં એનિમિયા છે તેમને કેળા અવશ્ય ખાવા જોઈએ.
 
3.કજબિયાત
 
જો તમને કબજિયાતની સમસ્યા રહેતી હોય તો કેળું તમારા માટે ઉત્તમ સાબિત થઈ શકે છે. દિવસમાં બે કેળા ખાઓ અને પછી જુઓ ફાઈબર હોવાને કારણે તમારી આ સમસ્યા કેટલી ઝડપથી દૂર થાય છે.
 
4.બ્રેઈન પાવર
 
ઈંગલેન્ડના એક સ્કૂલમાં 200 વિદ્યાર્થીને દરરોજ પરીક્ષા સમયે નાસ્તામાં કેળા ખવડાવવામાં આવતા જેથી તેમનું મગજ તેજ થાય. જેથી સંશોધન કહે છે કે કેળામાં પોટેશિયમ હોવાને કારણે તેનાથી યાદશક્તિમાં પણ વધારો થાય છે.
 
5.હેંગઓવર
 
બહુ વધારે આલ્કોહોલ પીધા બાદ જો તમને માથામાં દુખાવો થતો હોય તો એક ગ્લાસ બનાના શેક પી લેવું. એમાં થોડુ મધ પણ મિક્ષ કરવું. થોડીક જ વારમાં તમારું બ્લડ લેવલ શૂગર સારું થઈ જશે અને હેંગઓવર પણ દૂર થઈ જશે. માત્ર એટલું જ નહીં આનાથી તમારું શરીર પણ હાઈડ્રેડ થઈ જશે.

6.છાતીમાં બળતરા કે એસિડ બનવું
 
જો તમને એસિડિટી થઈ રહી છે અને છાતીમાં બળતરા પણ થાય છે તો કેળાનું સેવનિ તમારી આ તકલીફને દૂર કરી દેશે.
 
7.બ્લડ પ્રેશર
 
કેળામાં પોટેશિયમ ભરપૂર હોય છે અને મીઠાની માત્રા ઓછી હોય છે જેના કારણે કેળાનું સેવન કરવાથી બ્લડપ્રેશર સામાન્ય રહે છે. FDA, એટલે કે US FOOD AND DRUG ADMINISTRATION તાજેતરમાં જ એક બનાના ઈન્ડસ્ટ્રીને આ વાત જણાવતા કહ્યું કે કેળા ખાવાથી બ્લડપ્રેશર અને સ્ટ્રોક થવાનો ખતરો ઘટી જાય છે.
 
8.મોર્નિંગ સિકનેસ
 
જો તમને ભોજન કર્યા બાદ પણ ભૂખ લાગે છે તો તમારે કેળું અવશ્ય ખાવું જોઈએ. આનાથી તમારું બ્લડ શૂગર લેવલ માસાન્ય રહે છે જેથી સવારમાં લાગતો થાક વગેરેથી તમે બચી શકો છો.
 
9.મચ્છર કરડે ત્યારે
 
જ્યારે પણ મચ્છર કરડે ત્યારે તમે લોશન કે ક્રીમની જગ્યાએ કેળાનું પલ્પ લગાવશો તો તમને બળતરા અને સોજો નહીં થાય.
 
10.નર્વ સિસ્ટમ
 
કેળામાં વિટામિન બી હોય છે, જે તમારી નર્વસ સિસ્ટમને સંતુલિત રાખે છે. ઓસ્ટ્રેલિયાના એક સાઈકોલોજી ઈન્સ્ટિટ્યૂટના રિસર્ચમાં જાણવા મળ્યું કે વર્કપ્લેસમાં ભૂખ લાગે ત્યારે કર્મચારીઓ ફાસ્ટ ફુડ અને નાસ્તો કરીને પેટ ભરે છે. આ જ કારણથી ટેન્શન અને સ્થૂળતા વધે છે. જેનાથી બચવા જરૂરી છે કે દર બે કલાકે કાર્બોહાઈડ્રેટવાળો ખોરાક ખાવો જેમ કે કેળા.
 
11.અલ્સર
 
જો તમને અવાર-નવાર ચાંદા પડી જતાં હોય તો કેળાનું સેવન તમારી આ સમસ્યા દૂર કરશે.
 
12.BP કંટ્રોલ
 
કેળું ખાવાથી પ્રેગ્નેન્ટ વુમનનું ટેમ્પરેચર પણ યોગ્ય રહે છે. જો તમે કેળાની સરખામણી સફરજનથી કરશો તો કેળામાંથી સફરજન કરતાં ચાર ગણું વધારે પ્રોટીન, બે ગણું વધારે કાર્બોહાઈડ્રેટ, ત્રણ ગણું વધારે ફોસ્ફોરસ, પાંચ ગણું વધારે વિટામિન એ અને આયરન મળે છે. કેળામાં પોટેશિયમની માત્રા વધુ હોય છે જેથી દિવસમાં બે કેળા અવશ્ય ખાવા.

Loading...

Loading...