મહિલાઓની આ 10 આદતો, જેનાથી ચિઢાય છે પુરુષો

01 Mar, 2018

 દરેક મહિલાઓ પોતાની કેટલીક ખાસ આદતોને  લઇને હેરાન રહેતી હોય છે. ક્યારેક તો એવું પણ બને છે કે તે પોતાની આ આદતોના કારણે ખાસ કરીને તેમના પતિને કે અન્ય પુરુષોને ઇરિટેટ કરી દેતી હોય છે. તમને કદાચ ખ્યાલ પણ નહીં હોય પણ તમારી કેટલીક આદતો અન્ય વ્યક્તિને માટે હેરાનગતિનું કારણ બની શકે છે. ઘણીવાર તો તમારી આ આદતો એટલી સામાન્ય હોય છે કે તેનો તમને ખ્યાલ પણ હોતો નથી. આજે અહીં તમારા માટે આવી જ વાતોને લાવવામાં આવી છે જેને તમે ધ્યાનથી માર્ક કરશો તો તમને લાગશે કે તમે તેને એકલામાં કરો તો સારું રહે છે. શક્ય છે કે મહિલાઓને સ્પર્શતી આ વાતો પુરુષોને માટે ચિઢનું કારણ બને. જ્યારે તમે અજાણતાં પુરુષોની સામે આ પ્રકારની હરકતો કરો છો તો તેઓ તમારાથી દૂર જાય તે પણ શક્ય છે. 

 

- જો તમે પ્લકરનો ઉપયોગ કરવા ઇચ્છો છો અને તમારી આઇબ્રોને સુધારવા માંગો છો તો આ કામ તમારે તમે એકલા હોવ ત્યારે કરવું જોઇએ. અથવા તો ઘરના અન્ય રૂમમાં કરવું જોઇએ. આ જ રીતે જો તમે અપરલીપને બ્લીચ કરવા ઇચ્છો છો તો તેને પણ તમે એકલા હોવ ત્યારે જ કરો. તમે તમારા પતિની સામે આ કામ કરવાનું ટાળો. તમારા આ કામ તેમને ગમતા નથી.
 
- જો તમને કંઇક કરડી ગયું છે કે વાગ્યું છે તો તમે વારેઘડીએ પાર્ટનરની સામે તે જગ્યાએ ખંજવાળો છો તો તે તમારા પાર્ટનરને પસંદ આવતું નથી. જ્યારે તમે પર્સનલ માહોલમાં હોવ ત્યારે તે યોગ્ય લાગે છે પરંતુ રૂટિનમાં તેઓ આ વાતથી ચિઢાય છે. 
 
- શક્ય છે કે તમે રસોઇમાં કામ કરતા હોવ અને પાર્ટનરની સાથે વાત કરતા હોવ. આ સમયે તમે બેધ્યાન અવસ્થામાં તમારા હાથમાં જે પણ હોય જેમકે ફોક, તવેથો, ચપ્પૂ વગેરે લઇને તેમની સામે જાઓ છો. આ વાત તમારા માટે ખૂબ જ સહજ હોય છે, પરંતુ તમારા પાર્ટનરને માટે તે મુશ્કેલ સ્થિતિ હોઇ શકે છે. 

 

-જયારે તમે તમારા પાર્ટનરની સાથે વાત કરો છો ત્યારે શક્ય છે કે કોઇક વાતોને લઇને તમારે તેમની સાથે બોલચાલ થઇ જાય. તમે તેમની સામે પોતાને સાચા બતાવવાને માટે દલીલો કરો અને આ વાત તમારા પાર્ટનરને માટે ઇરિટેટ કરનારી બને. જ્યારે તમે તમારી વાત તેમની સામે કરી દો છો તો તમારે ચૂપ થવું જોઇએ. તે તમારી ઇમેજને સારી બનાવે છે અને સાથે તમારી વચ્ચે લડાઇ થવાથી પણ બચે છે.
 
- શક્ય હોય ત્યાં સુધી પાર્ટનરની સાથે આંખ મિલાવીને વાત કરવાની કોશિશ કરો. તેનાથી તમારો વિશ્વાસ દેખાય છે. જ્યારે તમે પાર્ટનર સાથે આંખો ઝુકાવીને વાત કરો છો ત્યારે તમે ડર અનુભવો છો. પાર્ટનર તમારી આ વીકનેસને સહન કરતા નથી. તમે કોન્ફિડન્ટ રહો તે તેમને પસંદ છે. નહીં તો તેઓ તમારાથી ચિઢાય છે અને દૂર પણ જાય છે. 
 
- જ્યાં સુધી શક્ય હોય ત્યાં સુધી પાર્ટનરની સામે ઊંડા શ્વાસ લેવાનું ટાળો. તેમની સાથે પણ તમે નોર્મલ રીતે રહો. જો તમે વારેઘડીએ આ કામ કરો છો તો પાર્ટનર તમારાથી ચિઢાવવા લાગે છે. 
 
- કોઇપણ સમયે કંઇપણ ખાવા માટે તૈયાર ન રહો. જ્યારે તમે ચટાકા સાથે કંઇપણ ખાવ છો અને જીભની સાથે વિવિધ અવાજો કરો છો તો પાર્ટનરને માટે તે મુશ્કેલી ઊભી કરે છે. તમે ફૂડી હોવ તે સારી વાત છે પણ જો દરેક સમયે તમે કંઇકને કંઇક ખાવા માટે તૈયાર રહો છો તો તે તમારા પાર્ટનરને પસંદ આવતું નથી.