ત્રણ-ત્રણ મુરતિયા... કોને પરણશે સોનમ?

27 Nov, 2014

સોનમ કપૂરે બહુ જ સુંદરતા સાથે રેખાને પડદે ઉતારવાની નિષ્ફળ કોશિશ કરી, પણ હવે તેઓ ફરી એક વાર ડૉલી કી ડોલી દ્વારા ધમાકો કરવા તૈયાર છે. સોનમે એક ઇંટરવ્યૂમાં જણાવ્યું - હું ડૉલી કી ડોલીમાં એક દગાખોર સ્ત્રી બની છું અને ત્રણ-ત્રણ મુરતિયાઓને લુંટીશ. આ ફિલ્મમાં તેમનું નામ છે ડૉલી અને કામ છે દગાખોરી, વિશ્વાસઘાત.
આ ડૉલી પાસે એક ડોલી એટલે કે તેમનો નકલી પરિવાર પણ છે કે જે આ સાજિશમાં તેમની મદદ કરે છે. ડૉલી કી ડોલી ફિલ્મના દિગ્દર્શક છે અભિષેક ડોગરા કે જેઓ આ ફિલ્મ સાથે બૉલીવુડ ડેબ્યુ કરી રહ્યા છે.
નોંધનીય છે કે સોનું ફિલ્મી કૅરિયર સફળ છે, પરંતુ તેમની ફિલ્મો બૉક્સ ઑફિસે બહુ ખાસ નથી ચાલતી. ગત વર્ષે રાંઝણા અને ભાગ મિલ્ખા ભાગ જેવી સફળ ફિલ્મોનો ભાગ રહેલા સોનમની આ વર્ષે બેવકૂફિયાં તથા ખૂબસૂરત જેવી બે ફિલ્મો આવી, પણ બંને ફ્લૉપ રહી.
દરમિયાન હવે સોનમની આગામી ફિલ્મ ડૉલી કી ડોલીનો ફર્સ્ટ લુક ટુંકમાં જ રિલીઝ થવાનો છે. પોસ્ટરમાં ત્રણ મજબૂત હાથ સોનમ પ્રત્યેની દીવાનગીમાં ઘેલા લાગે છે. ત્રણે ટૅટૂ કોતરાવ્યા છે. આ ત્રણે હાથ કોના છે? આ ત્રણે હાથ છે વરુણ ધવન, પુલકિત સમ્રાટ અને રાજકુમાર રાવના. જોવાનું એ રહેશે કે સોનમ કપૂર આમાંના કોની સાથે લગ્ન કરશે.