ઘરના આ સ્થાને ન કરવા આવા કામ, નહિંતર ગરીબી ક્યારેય નહીં છોડે પીછો

22 Mar, 2018

 આજના સમયમાં મોટાભાગના લોકો વાસ્તુ અને ફેંગશુઈના આધારે ઘર બનાવે છે અને સજાવે છે. વાસ્તુ અને ફેંગશુઈ સંપૂર્ણ રીતે સકારાત્મક અને નકારાત્મક ઊર્જાના સિદ્ધાંતો પર કામ કરે છે. જો ઘરમાં સકારાત્મક વાતાવરણ અને સકારાત્મક વસ્તુઓ રહેશે તો નિશ્ચિતપણે આપણને કાર્યોમાં સફળતા પ્રાપ્ત થશે અને ધન સંબંધી પરેશાનીઓથી મુક્તિ મળશે. વાસ્તુ મુજબ 8 દિશાઓ બતાવવામાં આવી છે. આ આઠેય દિશાઓનું મહત્વ અલગ-અલગ છે અને દરેક દિશા માટે અલગ નિયમ પણ છે.

 
જો ઘરમાં કોઈ દિશામાં કોઈ ખોટી વસ્તુ મૂકી હોય તો તેની ખરાબ અસર ત્યાં રહેનારા બધાં સભ્યો પર પડે છે. જેથી આજે અમે તમને જણાવીશું ઘરની કઈ દિશામાં કઈ ખાસ વાતોનું ધ્યાન રાખવું જરૂરી છે.
 
ઉત્તર-પૂર્વ દિશા (ઈશાન કોણ)
 
આ દિશાનું પ્રતિનિધિત્વ સ્વયં દૈવીય શક્તિઓ કરે છે. જેથી અહીં મંદિર હોવું અત્યંત શુભ રહે છે. આ સ્થાન પર હમેશા સંપૂર્ણપણે સાફ-સફાઈ રાખવી જોઈએ. મંદિર સિવાય અહીં પાણી સંબંધિત ઉપકરણ પણ રાખી શકાય છે. ઘરના આ ખૂણામાં બાથરૂમ અને ટોયલેટ ન હોવું જોઈએ. આ સાથે જ આ ભાગમાં કોઈપણ ભારે વસ્તુઓ પણ મૂકવી નહીં. જો કોઈ સ્ત્રી અવિવાહિત છે તો તેણે આ ખૂણામાં સૂવું ન જોઈએ કારણ કે કુંવારી કન્યા અહીં સૂવે તો વિવાહમાં પરેશાની આવી શકે છે અને માનસિક તાણ પણ થઈ શકે છે.
 
દક્ષિણ-પશ્ચિમ દિશા (નૈઋત્ય કોણ)
 
આ સ્થાનનું પ્રતિનિધિત્વ પૃથ્વી તત્વ કરે છે. એટલે જ અહીં છોડ રાખવા અત્યંત શુભ માનવામાં આવે છે. છોડમાં એવી શક્તિ હોય છે કે તે દરેક પ્રકારની નકારાત્મક ઊર્જાને ગ્રહણ કરી શકે છે. આ સ્થાન પર છોડ રાખવાથી ઘરની પવિત્રતા બની રહે છે.
 

 
અહીં માસ્ટર બેડરૂમ પણ શુભ ફળ પ્રદાન કરે છે. આ સિવાય અહીં સ્ટોર રૂમ પણ બનાવી શકાય છે. નૈઋત્ય કોણમાં ભારે વસ્તુઓ પણ મૂકી શકાય છે. અહીં કાર પાર્કિંગનો સ્થાન પણ બનાવી શકાય છે. આ વાતોનું ધ્યાન રાખશો તો તમારા ઘરમાં ઊર્જાનું સંતુલન બની રહે છે.
 
દક્ષિણ-પૂર્વ દિશા (આગ્નેય ખૂણો)
 
આ ખૂણાનું પ્રતિનિધિત્વ અગ્નિ કરે છે. જેથી આ દિશામાં વિશેષ ઊર્જા રહે છે. આ સ્થાન પર રસોઈઘર હોવું સૌથી સારું રહે છે. અગ્નિ સ્થાન હોવાને કારણે અહીં પાણીથી સંબંધિત વસ્તુઓ રાખવી નહીં. અહીં વિદ્યુત ઉપકરણ પણ રાખી શકાય છે. આગ્નેય ખૂણામાં ભોજન પણ ન કરવું જોઈએ. અર્થાત્ આ સ્થાન પર ડાયનિંગ હોલ પણ અશુભ હોય છે.
 
ઉત્તર-પશ્ચિમ દિશા (વાયવ્ય કોણ)
 
આ કોણનું પ્રતિનિધિત્વ વાયુ એટલે કે હવા કરે છે. જેથી અહીં બારી અને જાળિયું હોવું અત્યંત શુભ હોય છે. અહીંથી તાજી હવાની અવર-જવરથી સ્વાસ્થ્ય સંબંધી પણ અનેક લાભ થાય છે. આનાથી થોડાક જ દિવસોમાં પારિવારિક સંબંધોમાં મીઠાશ આવે છે. ઘરમાં કોઈપણ પ્રકારનો કલેશ થતો નથી. આ સ્થાન પર કન્યાનો રૂમ બનાવી શકાય છે. અહીં મહેમાન ગૃહ પણ બનાવી શકાય છે. અહીં અન્ય માળે જવા માટે સીઢીઓ પણ બનાવી શકાય છે.
 
પશ્ચિમ દિશા-
 
વાસ્તુ મુજબ આ દિશાના સ્વામી વરૂણ દેવ છે. આ સ્થાન પર ડાયનિંગ હોલ બનાવી શકાય છે. અહીં સીડીઓ પણ બનાવી શકાય છે. અહીં ભારે નિર્માણ કાર્ય પણ કરાવી શકાય છે. આ દિશામાં દર્પણ લગાવવું પણ અત્યંત શુભ હોય છે. અહીં બાથરૂમ અને સ્ટડી રૂમ પણ બનાવી શકાય છે.
 
પૂર્વ દિશા-
 
આ દિશામાંથી તમારા ઘરમાં ખુશીઓ અને સકારાત્મક ઊર્જા આવે છે. આ જ કારણે અહીં મુખ્ય દરવાજો બનાવવામાં આવે છે. અહીં બારી કે ગેલેરી પણ બનાવી શકાય છે. અહીં બાળકોનો રૂમ પણ બનાવી શકાય છે. જો તમે અહીં અધ્યયનું કામ કરો છો તો તમારું મુખ પૂર્વ અથવા ઉત્તર દિશા તરફ રાખવું. જો તમારા ઘરમાં પૂર્વ દિશામાં રસોઈઘર હોય તો ભોજન બનાવતી વખતે મુખ પૂર્વ દિશા તરફ રાખવું જોઈએ. જો આ સંભવ ન હોય તો તમે તમારું મુખ પશ્ચિમ દિશામાં રાખી શકો છો પરંતુ ભોજન બનાવતી વખતે દક્ષિણ દિશા તરફ મુખ રાખવું નહીં. આવું થવાથી સ્વાસ્થ્ય સંબંધી સમસ્યા અને વાસ્તુ દોષ પેદા થાય છે.
 
ઘરનો મધ્ય ભાગ-
 
ઘરનો મધ્ય ભાગ ખુલ્લો રહે તો અત્યંત શુભ રહે છે. આ સ્થાન પર તુલસીનો છોડ લગાવી શકાય છે. અહીં પ્રકાશ માટે સંપૂર્ણ વ્યવસ્થા હોવી જોઈએ. આ સ્થાનથી પૂરા ઘરમાં સકારાત્મક ઊર્જા ફેલાય છે.
 
ઉત્તર દિશા-
 
આ દિશાનું પ્રતિનિધિત્વ ધનના દેવતા કરે છે. આ જ કારણે અહીં રોકડા રૂપિયા અથવા મૂલ્યવાન વસ્તુઓ રાખવામાં આવે છે. અહીં મુખ્ય દરવાજો પણ શ્રેષ્ઠ ફળ આપે છે. અહીં બૈઠક વ્યવસ્થા પણ બનાવી શકાય છે અથવા ઓપન એરિયા પણ રાખી શકાય છે. અહીં બાથરૂમ પણ બનાવી શકાય છે.
ધાન રાખવું આ દિશામાં બેડરૂમ ન બનાવવું જોઈએ. આ સિવાય અહીં સ્ટોર રૂમ, સ્ટડીરૂમ કે ભારે મશીનરી પણ ન હોવી જોઈએ. નહીં તો વ્યક્તિ દરિદ્ર બને છે.
 
દક્ષિણ દિશા-
 
આ સ્થાન મૃત્યુના દેવતાનું સ્થાન છે. અહીં ભારે સામાન રાખી શકાય છે. આ સ્થાન પણ રસોઈઘર પણ રાખી શકાય છે. અહીં પાણીની ટાંકી પણ બનાવી શકાય છે. અહીં બાળકોનો રૂમ ન બનાવવો જોઈએ. બારી કે બાથરૂમ પણ ન હોવું જોઈએ. નહીં તો વ્યક્તિ ધીરે-ધીરે બરબાદી તરફ વધે છે. જો આ સ્થાન પર બેડરૂમ હોય તો સૂતી વખતે માથુ દક્ષિણ દિશા તરફ રાખવું જોઈએ.