કોઈ ખર્ચ કે સાધન વિના ઘરે જ કરો માત્ર આ 4 કસરત, કાયમ રહેશો ફિટ

11 May, 2016

 આજકાલ હેલ્થ કોન્શિયસ લોકો જીમમાં જઈ પરસેવો પાડી ખુદને ફિટ રાખવા લાખ જતન કરતાં હોય છે પરંતુ જીમ ગયા વિના અને કોઈ જ ટ્રેનિંગ વિના ફિટનેસ કાયમ રાખવી અને માંસપેશીઓને મજબૂત બનાવવી મોટા પડકાર સમાન છે, પરંતુ જો તમે કોઈ જ ટ્રેનિંગ, ઉપકરણો અને પૈસા ખર્ચ્યા વિના જ વર્કઆઉટ કરવા માગતા હો તો પણ તમે કરી શકો છો. કેટલાક વર્કઆઉટ એવા છે જે તમે ઘરે જ સરળતાથી અને ઓછા સમયમાં કરી શકો છો અને હમેશા ફિટ રહી શકો છો. જી હાં, અહીં જણાવેલી 6 મિનિટની કસરતમાં તમને 10-15 સેકન્ડના આરામ માટે પણ સમય મળશે. જેથી આજે અમે તમને ફિટ રહેવા માટે કેટલાક એવા સરળ વર્કઆઉટ વિશે જણાવીશું જેમાં વધુ સમય પણ નહીં લાગે અને કોઈ જ ઉપકરણોની જરૂર પણ પડશે નહીં. રોજના માત્ર 6 મિનિટ કાઢીને તમે કાયમ ફિટ રહી શકો છો.

 
જંપિંગ જેક (2 મિનિટ)
 
આ એક્સરસાઈઝ બહુ જ સરળ છે અને આમાં આખા શરીરને ફાયદો મળે છે. જો તમે આખા શરીરની કસરત કરવા માગતા હોવ તો આ એક્સરસાઈઝ તમારા માટે એક ઉત્તમ વિકલ્પ સાબિત થઈ શકે છે. આ કસરત કરવામાં તમારે કોઈ ઉપકરણ કે ટ્રેનિંગ લેવાની જરૂર નથી. આ કસરતને તમે ઘરે જ સરળતાથી કરી શકો છો. જેના માટે સૌથી પહેલાં સીધા ઉભા થઈ જાઓ. ત્યારબાર તસ્વીરમાં બતાવ્યા પ્રમાણે ઉપર ઉછળતા હાથને ઉપર ઉઠાવો અને પગને પહોળા કરો. નીચે આવ્યા બાદ સામાન્ય સ્થિતિમાં આવી જવું. આ કસરત 2 મિનિટ સુધી કરવું અને ત્યારબાદ 10 સેકન્ડ આરામ કરવો. 
 
પુશ અપ્સ (1 મિનિટ)
 
છાતી અને ખભાને શેપ આપવા અને પહોળા કરવાની સાથે હાથને મજબૂત બનાવવા માટે પુશ અપ્સની એક્સરસાઈઝ સરળ છે અને કોઈ જ ઉપકરણ વિના તેને ઘરે જ કરી શકાય છે. પેટની માંસપેશીઓ માટે પણ આ એક ઉત્તમ કસરત છે. તમારા 6 મિનિટના વર્કઆઉટમાં આને પણ 1 મિનિટ માટે કરો. આ કસરત કરતી વખતે ધ્યાન રાખો કે જ્યારે તમે આને કરતી વખતે ઉપર તરફ જાઓ ત્યારે શ્વાસને અંદર તરફ ખેંચવો અને નીચે આવતી વખતે શ્વાસને બહાર કાઢવો. 1 મિનિટ આ એક્સરસાઈઝ કર્યા બાદ 10-15 સેકન્ડનો આરામ કરવો. 
 
સ્ક્વેટ્સ (2 મિનિટ)
 
જો તમે તમારા પગને મજબૂત બનાવવા માગતા હોવ તો 6 મિનિટના તમારા વર્કઆઉટમાં 2 મિનિટ રોજ સ્ક્વેટ્સ કરો. આ એક્સરસાઈઝ પીઠ, ઘૂંટણ અને પગની માંસપેશીઓ માટે બહુ લાભકારી છે. આ કસરતને કરવા માટે સીધા ઉભા રહી જવું, ત્યારબાદ પગની વચ્ચે થોડું અંતર રાખવું. હવે બન્ને હાથ ઉપર ઉઠાવીને તમારા ખભાની સામે લઈ આવવા. હવે ઘૂંટણ પર થોડોક ભાર આપતા ઠીક એ રીતે બેસવાનો પ્રયત્ન કરો જે રીતે તમે ખુરશીમાં બેસો છો. તસ્વીરમાં બતાવ્યા પ્રમાણે આ કસરત કરતી વખતે તમારી પીઠ સીધી રાખવી. આ વર્કઆઉટ રોજ 2 મિનિટ કરવું અને ત્યારબાદ 10-15 સેકન્ડ આરામ કરવો. 
 
ટ્રાઈસેપ્સ ડિપ (1 મિનિટ)
 
આ એક બહુ જ લાભકારી એક્સરસાઈઝ છે જેને તમે કોઈ જ ઉપકરણ વિના ઘરે જ કરી શકો છો. આ કસરત કરવામાં તમે ખુરશીની મદદ લઈ શકો છો. આ કસરત નિયમિત કરવાથી હાથ અને જાંઘની માસપેશીઓ મજબૂત થાય છે અને શેપમાં આવે છે. આ કસરત કરતી વખતે શરીરનો સંપૂર્ણ ભાર હાથ પર આવી જાય છે. જ્યારે તમે ઉપર નીચે થાઓ છો ત્યારે દબાણ હાથની સાથે પગ પર પણ આવે છે જેના કારણે માંસપેશીઓ મજબૂત થાય છે.
ટણ પર થોડોક ભાર આપતા ઠીક એ રીતે બેસવાનો પ્રયત્ન કરો જે રીતે તમે ખુરશીમાં બેસો છો. તસ્વીરમાં બતાવ્યા પ્રમાણે આ કસરત કરતી વખતે તમારી પીઠ સીધી રાખવી. આ વર્કઆઉટ રોજ 2 મિનિટ કરવું અને ત્યારબાદ 10-15 સેકન્ડ આરામ કરવો.