પાણી પુરી તો બધાની ફેવરિટ હોઈ છે પણ પાણી પુરી વિષે શું તમે આ જાણો છો ?

05 Feb, 2018

પાણીપુરી નું નામ સાંભળતા જ કોઈ પણ ના મોઢા માં પાણી આવી જ જાય એ 100% સાચી વાત છે. ભલે કોલેજીયન ગર્લ્સ હોઈ ને બોય્સ હોઈ , કે શોપિંગ માં નીકળેલી ગૃહિણીઓ ને લારી ગલ્લામાં પાણી પુરી ખાતા આપણે છાસવારે જોતા હોઈ છે. બધાની પસંદ પાણી પુરી ને એકઃ ભારત માં ચાઉં થી ખાવા માં આવે છે પણ આપણા માંથી ઘણા પાણી પુરી ના વિસ્તાર મુજબ અલગ અલગ નામ નહીં જાણતા હોઈ. ચાલો એક લટાર મરીયે... ભારત ના ક્યાં વિસ્તર માં પાણી પુરી ને ક્યાં નામેથી ઓળખવામાં આવે છે ?

મુંબઈમાં તેને વટાણાની પેસ્ટ અને આમલીની મીઠી ચટણીની સાથે સર્વ કરવામાં આવે છે, તો મધ્યપ્રદેશની પાણીપુરીમાં બટાકા અને પાણીમાં બૂંદીનો ઉપયોગ કરવામાં આવે છે. ગુજરાતમાં પાણીપુરીની અંદર નાના સમારેલા બટાકા અને બાફેલા મગની ફીલિંગ કરવામાં આવે છે, જેને ખજુરની મીઠી ચટણી સાથે પીરસવામાં આવે છે, તો બીજી તરફ બેંગલોરમાં પાણીપુરીની અંદર નાની-નાની ડુંગળીનું મિશ્રણ ભરવામાં આવે છે.

આસામમાં અને પશ્ચિમ બંગાળ માં પાણીપુરી ને પુચકા કહેવવામાં છે બાફેલા બટાકા અને ખાતી મીઠી ચટણી નો ઉપયોગ કરવામાં આવે છે સાઈઝ માં થોડી મોટી હોઈ છે થોડી ક્રિસ્પી પણ લાગે છે 
 
જો તમે ઉત્તર ભારત બાજુ ગયા હોવ તો ત્યાં પાણી પુરી ને ગોળ ગપ્પા ના નામ થી સંબોધવામાં આવે છે। જ્યાં કાબુલી ચાના નો વધુ ઉપયોગ કરાવમાં આવે છે દિલહી બાજુ ગોલગપ્પણી માંગ ખુબ જ વધુ હોઈ છે

આપણા ગુજરાત માં ઘણી જગ્યાએ પકોડી પણ કહેવામાં આવે છે। જ્યાં ફુદીના ના અને ખાતા મીઠા પાણી ને અલગ થી સર્વ કરવાંમાં આવે છે , બુંદી પણ નાકહિં છે અને બટાકા નો મસાલો તૈયાર કરાઈ છે, ઘણી જગ્યાએ તો અલગ અલગ ફેલવાર માં પણ ઉપલબ્ધ હોઈ છે. 
એક હરિયાણા રાજ્ય માં તેને પાણી ના પતાશા ના નામ થી બોલાઈ છે તેમાં દહીં અને અમલી ની ચટણી સાથે સર્વ કરવામાં આવે છે।