ધોનીની EX ગર્લફ્રેન્ડની આત્મહત્યાનું હવે ખુલશે રહસ્ય

21 Mar, 2015

ફિલ્મ મેકર નીરજ પાંડે ભારતીય ક્રિકેટર મહેન્દ્ર સિંહ ધોનીનાં જીવન પર 'એમ.એસ. ધોની: ધ અનટોલ્ડ સ્ટોરી' નામની ફિલ્મ બનાવવા જઇ રહ્યો છે. આ ફિલ્મમાં ધોનીનાં ક્રિકેટ કરિઅરથી અલગ તેનાં અંગત જીવન પર ફોકસ કરવામાં આવ્યું છે. આ ફિલ્મમાં નિરજ પાંડેએ ધોનીની એક્સ-ગર્લફેન્ડ અને તેનાં મોતની વાર્તા પણ દર્શાવશે. આ માટે તેણે ધોની પાસેથી પરવાનગી લઇ લીધી છે.

સૂત્રોની માનીયે તો, ધોનીની એક ગર્લફ્રેન્ડ હતી જે ધોનીને છોડીને જતી રહી હતી. ધોની જેમ ક્રિકેટમાં નામ કમાવવા લાગ્યો તો તે તેનાં જીવનમાં પાછી આવવા ઇચ્છતી હતી. ધોની તેનાં ભૂતકાળને ભૂલી આગળ વધી ગયો હતો. તે બાદ તે યુવતીનું મોત થઇ ગયું હતું. આ વાર્તા નીરજ પાંડે તેની ફિલ્મમાં દર્શાવવાનો છે. આ માટે તે એક નવાં ચહેરાની શોધ કરી રહ્યો છે.

તે યુવતીનાં કારણે ધોનીના જીવનમાં મોટો વળાંક આવે છે. ફિલ્મમાં ક્રિકેટરની પત્ની સાક્ષીનું કિરદાર પણ  ઘણું જ મહત્વનું છે. ધોનીએ તેની એક્સનું નામ નહીં જણાવવાની શરતે આ કિસ્સો ફિલ્મમાં લેવાની હા પાડી છે. નીરજ કોઇપણ નામ સાથે આ પાત્ર ભજવી શકે છે. આ ફિલ્મમાં ધોનીનું પાત્ર સુશાત સિંહ રાજપૂત ભજવવાનો છે.