શું ખરેખર અર્શી ખાન અને શાહિદ આફ્રિદીની વચ્ચે શારીરિક સંબંધ બન્યા હતા ?

02 Jun, 2018

 બિગ બોસ ૧૧ની કન્ટેસ્ટેંટ અર્શી ખાનને તેની બેબાકીને કારણે ઓળખવામાં આવે છે. આ શોમાં તેને પોતાના તેવરોથી દર્શકોનું ભરપુર મનોરંજન કર્યું હતું. આખી સીઝન દરમ્યાન અર્શી ખાને દર્શકોને લલચવાની ઘણી કોશિષ કરી અને તેવું કરવામાં તે સફળ પણ રહી હતી. બિગ બોસ સીઝન ૧૧માં જયાં વધુ એક અર્શીએ ઘણી લોકપ્રિયતા મેળવી ચુકી હતી તો ઘણા કારણોને લીધે વિવાદોમાં પણ રહી હતી. શો દરમ્યાન તેણે કેટલાક વિવાદાસ્પદ નિવેદન આપ્યા હતા. જેમાં અર્શી ખાન અને શાહિદ આફ્રિદીના સંબંધની વાત પણ સામેલ છે. આ નિવેદનને કારણે અર્શી ખાનની ઘણી બદનામી પણ થઇ હતી.

બિગ બોસ પુરુ થયા પછી પણ અર્શી ખાન કોઇને કોઇ કારણે સમાચારોમાં રહેતી હતી. હાલમાં જ તે રાજીવ ખંડેલવાલના શોમાં પહોંચી. જયાં તેણે પોતાની જિંદગીથી જોડાયેલા ઘણા રાઝ ખોલ્યા.

શોમાં પુછવામાં આવેલ કે શું સાચે જ અર્શીખાન અને શાહિદ આફ્રિદીના સંબંધના સમાચાર સાચા છે, તેણે કહયું કે, શાહિદની સાથે તેનો સંબંધ ઘણો સારો છે. અર્શીએ કહયું કે શાહિદ એક સારો વ્યકિત છે અને હું તેની ઇજ્જત કરું છું. અર્શીએ સત્યનો ખુલાસો કરતા કહયું કે, તેના અને શાહિદ આફ્રિદીની વચ્ચે કયારેય પણ શારીરિક સંબંધ બન્યા ન હતા.

વર્ષ ૨૦૧૫માં અર્શીએ પોતાના ઓફિશ્યિલ ટવીટર હેન્ડલથી આ વાત કહી હતી કે તેણે શાહિદ આફ્રિદીની સાથે શારીરિક સંબંધ બનાવ્યા છે. તેના આ ટવીટ પછી દરેક અર્શી ખાન અને શાહિદ આફ્રિદીના સંબંધને લઇને ચર્ચા થવા લાગી હતી. પરંતુ જયારે હવે અર્શીએ સાફ કરી દીધું છે કે શાહિદ અને તેના વચ્ચે એવું કંઇ નથી. ટવીટ પર આ રીતે વાત કહેવી તેની ભુલ હતી. તેણે એ પણ માન્યું કે આ રીતની વાતોને સાર્વજનિક ન કરવું જોઇએ.